‘રાબ’ એક લિક્વીડ વસાણું છે.
રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે
તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.
શરીરમાં ગરમાવો પણ મળે છે
ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડી મા બનાવીએ
રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે:
રાબ બનાવવાની રિત:

1 ટી સ્પૂન સૂઠ
1 ટી સ્પૂન ગંઠોડા
50 ગ્રામ ગોળ
1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
1 ટેબલ સ્પૂન સ્પૂન ઘી
1 ગ્લાસ પાણી
સુકા ટોપરાનું છીણ
રીત
-લોટને ઘીમાં ધીમી આંચે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો
-એક તપેલીમાં પાણીની અંદર ગોળ મિક્સ કરી ઉકાળી લો
-લોટ શેકાઈ ગયા બાદ તેમાં સૂઠ અને ગંઠોડા ઉમેરો
-તેને વ્યવસ્થિત મિક્સ કરો બાદમાં તેમાં ગોળનું પાણી ઉમેરો
-આપ ઈચ્છો તો તેમાં ટોપરાનું છીણ કે ખસખસ પણ ઉમેરી શકો છો
[રિત-દિવ્ય ભાસ્કર,15/12/2011]