Archive | February 8, 2012

સમય મારો સાધજે વ્હાલા


સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા

અંત સમય મારો આવશે
જ્યારે નહિ રહે દેહ નુ ભાન

એવે સમયે મુખે તુલસી દેજો
દેજો યમુના પાન

કંઠ રુંધાશે અને નાડી ઓ તુટશે
તુટશે જીવન દોર
એવે સમય મારા અલબેલાજી
કરજો બંસરી શોર

શ્યામ સુંદર તારી ઝાંખી કરિને
ભક્તો છોડે પ્રાણ

સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા

પાંચ સંકલ્પો

યુવાશક્તિ એ જ રાષ્ટ્રશક્તિ

૧૨૫ કરોડની વસ્તી ધરાવતો, દુનિયાના સૌથી વધારે યુવાનો ધરાવતો ભારત દેશ આજે ઘણી બાબતોમાં લાચાર છે. મજબુત નથી.
 
કારણ છે દેશની જનતાના વિચારો. 
 
ખાસ કરીને યુવાનોમાં દેશ માટે, સમાજ માટે કશુક કરી છુટવાની ઇચ્છાશ્ક્તિનો અભાવ. 
 
આપણે આપણા પોતાના માટે જીવીએ છીએ, પરંતુ ક્યારેય આપણા દેશ, સમાજ, જરૂરિયાતમંદ લોકો માટે જીવતા નથી. 
 
આપણે ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઇન ડે, રોઝ ડે ઉજવીયે છીયે પરંતુ ક્યારેય પણ ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગષ્ટના કાર્યક્રમો ઉજવતા નથી. 
 
ભારતનો ચહેરો બદલવો હશે તો પહેલા આપણે – આપણા વિચારો બદલવા પડશે. 
 
જીવનમાં નાના સંકલ્પો કરવા પડશે. 
(ઉદા.”પાણીનો બગાડ કરીશ નહી, રાષ્ટ્રની સંપતિને નુક્શાન પહોંચાડીશ નહી”) 
 
એક વ્યક્તિ આવા પાંચ સંકલ્પો બનાવે તથા તેનુ પાલન કરે તો …
૧૦૦ કરોડની વસ્તી દ્વારા ૫૦૦ કરોડ સંકલ્પોથી આપણે ઘણું બધુ બદલાવી શકીશું. 
 
બધુ જ શક્ય છે. 
જરૂર છે માત્ર આપણી ઇચ્છાશક્તિની. 
 
યુવાશક્તિ કોઇપણ રાષ્ટ્રની વિકાસયાત્રાનું જરૂરી પરિબળ હોય છે. 
યુવાનોનો રાષ્ટ્ર માટે કશુંક કરી છુટવાનો અભિગમ 
સમાજમાં ઘણાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે.
 
આપણે દરરોજ જેટલો પ્રયત્ન આપણા ઘરને વધુ સુંદર, સ્વચ્છ બનાવવા માટે  કરીએ છીએ
તેટલો જ પ્રયત્ન આપણે આપણા રાષ્ટ્ર, સમાજ માટે કરવો જોઇએ. 
 
આપણો દેશ જ આપણું જન્મ સ્થાન, કર્મસ્થાન છે. 
દેશ માટે આફત સમાન દરેક પરિસ્થિતિને પહોંચી વળવા આપણે ખભે ખભા મિલાવી ચાલવુ જોઇએ. 

આ દેશનાં યુવાનો તેમની મજબુત ઇચ્છાશક્તિ વડે ખભે ખભા મિલાવી દેશના વિકાસમાં જોડાશે ત્યારે ભારતને વૈશ્વિક મહાસત્તા બનતા કોઇ રોકી શકશે નહિ.
 
* જાણે અજાણે રાષ્ટ્રની સંપતિને નુક્શાન ન પહોંચાડીએ.
* રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં સાથ ક્યારેય પણ ન આપીએ.
* સમાજનાં દુષણો જેવા કે દારૂ, જુગાર, મહિલાશોષણને પ્રોત્સાહન ન આપીએ.
* કુદરતી સંપતિઓનો વ્યય અટકાવીએ.
* મતદાન અચુક કરીએ. 
*  સમાજમાં જાગરૂક્તા ફેલાય તેવા ઉદાહરણ બેસાડીએ.
 
      “વંદેમાતરમ”     વિકાસ
[Source : www.AmreliOnline.com]