મારા વિશે

નમસ્તે મિત્રો, 

 મારો પરિચય :

 નામ     : માહી શાહ. 

 અભ્યાસ: એમ.કોમ અને જોડે જોડે મેડિકલ ટ્રાનસ્ક્રિપશન કરેલ છે .

 નોકરી  : Medical Transcriptionist.

  રુચિ     : સંગીત, યોગા,Walking, Painting . 

  
આ તો હતી મારિ કારકિર્દિ વિષે ની ઓળખાણ .
  
હવે મારા મન ની પણ ઓળખાણ આપી દઊ..
  
હું ખુશ છું

 @@ એની પાછળનું કારણ @@

 મારૂ જીવન વિવેકબુધ્ધિથી જીવવામાં માનુ છુ

અને

જીવનને પ્રભુ નો પ્રસાદ માનુ છુ!!

 આનંદિત એ જ છે,

 જે તેના સાથી, મિત્રો, પાડોશી

 તથા મનુષ્યમાત્રને પ્રેમ કરે છે.

જેમ જેમ હુ ગુજરાતી બ્લોગ વિશ્ર્વ ને નજીક થી જાણુ છુ
મને એજ અનુભુતિ થઈ છે કે 
ગુજરાતી બ્લોગ વિશ્વ સાચે જ સમુદ્ર જેટલુ વિશાળ છે.
અને
ગુજરાતી બ્લોગ વિશ્વ તો વિશાળ મોતીઓ થી ભરેલો છે.
જ્યારે પણ સાગર ના તળીયે જઈએ
આપણે જ્ઞાનરૂપી મોતીઓ થી ભરાઈ જઈએ.
મારા બ્લોગ મા હુ બહુ નહિ તો થોડી સમુદ્રરૂપી વિશાળતા મુકતી રહીશ.
જેથી મારો બ્લોગ જ્ઞાન,આધ્યાત્મ, અને લાગણીઓ થી છલકાઈ જાય !
અને
આ પ્રયાસ મા,મિત્રો… તમારો સાથ અને સહકાર આપતા રહેજો
જેથી મને પ્રેરણા મળે.
“આપણુ ગુજરાત” બ્લોગ પર આપ સૌનુ હાર્દિક સ્વાગત છે.
આપણા ગુજરાતી રીતી રિવાજો અને સંસ્ક્રુતિ આપણી ધરોહર છે.
આપણી ભાષા પણ જાજરમાન ભાષા છે.

મારો બ્લોગ બનાવવાનો હેતુ એ જ કે
કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે.
આ બ્લોગ વિશ્વ પ્રત્યેક ગુજરાતી ને એક સુત્રે બાંધે છે
અને હુ પણ એક ગર્વિષ્ઠ ગુજરાતી તરિકે
આનો એક ભાગ થવા માગુ છુ
  

આ બ્લોગ આપને કેવો લાગ્યો એ પ્રતિભાવમાં જણાવશો
તો મને અતિ આનંદ થશે. 
  
મળતા રહીશું…
 
જય શ્રી કૃષ્ણ
42 Comments

42 thoughts on “મારા વિશે

  1. માહિ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    માહિ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

  2. આપના સાગરની મુસાફરી કરી……
    ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
    આપના વિશાળ દરિયો એટલે કે http://godistruth2011.wordpress.com/ માંથી
    અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…

  3. વિનય જી, ભરત , દર્શિત તેમજ બીજા સૌ મિત્રો ના આવકાર માટે ખુબ ખુબ આભાર !તમારા બધા ની શુભેચ્છા ઓ માટે ધન્યવાદ.

  4. આદરણીયશ્રી. માહીજી

    આપનુ ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત છે.

    આપનો પરિચય જોતા આપ ખુબજ હકારત્મક વિચારના

    લાગો છો, બસ લખતા જ રહો.

    સુંદર વિચારો, સુંદર બ્લોગ સજાવેલ છે.

    હાર્દિક શુભકામનાઓ

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

    http://www.drkishorpatel.org

    http://shikshansarovar.wordpress.com

    • ખુબ જ ધન્યવાદ Sir
      બ્લોગ જગત મા નવી છુ તો મિત્રો નો સાથ અને સહકાર મને પ્રેરણા પુરિ પાડે છે
      આવી જ રિતે મને માર્ગદર્શન આપતા રહેજો .

  5. આદરણીય માહી; આપને મેં આપે મોકલેલ એમેલ નો પ્રત્યુત્તર પાઠવ્યો છે.

  6. માહીજી,
    ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! આપની જીવન અંગેની સમજ ગમી ! કૃષ્ણને હું એક શ્રેષ્ઠ સખા ગણું છું અને જીવનના હર તબક્કે તેઓ અચુક માર્ગ દર્શક બની રહ્યા છે. તેઓની સાથે સંવાદ કરવાનો પણ અંનોખો આનંદ મળે છે. આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    • ધન્યવાદ આદરણીય શ્રી અરવિંદ જી
      તમે મારા બ્લોગ પર મુલાકાત લીધી એ બદ્લ ખુબ જ ધન્યવાદ
      અને તમારા પ્રેરણાદાયક Comments બદલ પણ
      ચોકકસ મળતા રહીશુ
      તમારા બ્લોગ ની પણ હુ અવાર નવાર મુલાકાત લેતી રહી છુ
      જ્યારે મારો બ્લોગ મે નહતો બનાવ્યો ત્યારે પણ
      તમારા જેવા વડીલો ની પ્રેરણા લઈ ને જ મે બ્લોગ બનાવવાનો વિચાર કર્યો
      તમારો સ્નેહ આમ જ વર્ષાવતા રહેજો

  7. માહીજી,
    ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત !
    સુંદર વિચારો, સુંદર બ્લોગ સજાવેલ છે.

    હાર્દિક શુભકામનાઓ
    Ramesh Patel(Aakashdeep)

  8. નમસ્તે માહી,

    સુંદર વિચાર પ્રગટ કરવા એ પણ એક સર્જનાત્મકતા છે , આધુનિક જીવન માં આધ્યાત્મિક વિચારો અને સકારાત્મક વિચારો દ્વારા પ્રાપ્ત થતો આનંદ અનેરો હોય છે
    આગવા વિચારો એક આગવી શૈલી સાથે ની રજુઆત ખુબ ગમી

    ખુબ ખુબ શુભેચ્છાઓ ….!!!

    -શ્યામ

  9. હેપ્પી દિવાળી , અને નવા વર્ષની ઢેર સારી શુભ કામનાઓ
    આપનું બ્લોક જગતમાં સ્વાગત છે , ઉમદા વિચારોનું મિલન છે

    • શ્રી પ્રહલાદ પ્રજાપતિ જી
      આપની શુભકામના ઓ બદલ ખુબ જ આભાર
      આપને અને આપના પરિવાર ને નવા વર્ષ ની ઢેરો શુભકામના
      નવા વર્ષ મા મળતા રહીશુ
      ધન્યવાદ

  10. મજા પડે એવી આપની આ સાલ મુબારક.
    આવી જ મજા આપને તથા પરિવાર અને મિત્રોને મળે એવી શુભેચ્છા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  11. માનનિય માહિજી,
    આપના બ્લોગની આજે મુલાકાત લેતાં આનંદ થયો. તમારી ગુજરાત, ગુજરાતી અને જીવન વિષેના અભિગમની વાત સ્પર્ષી ગઈ. અભિનંદન!

    • આપનો ખુબ ખુબ આભાર બ્લોગ ની મુલાકાત લેવા બદલ !
      અને
      તમારી comment પણ ગમી
      તમારા લીખીત શ્રી કૃષ્ણ ની સુદર રચના ઓ માણવા મળશે
      હુ બ્લોગ વિશ્ર્વની ખુબ જ આભારી છુ
      કે મને અહિ સાહિત્ય,કવિતાઓ,લેખન નો ખજાનો મળી ગયો

  12. બેન માહી,
    તમોએ મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ આભાર.

    તમારો બ્લોગ ,એનું નામ ,લોગો અને તમારા વિચારો મને ગમ્યા.

    હા,વિશાળ સમુદ્ર જેવા બ્લોગ જગતમાં દરેક બ્લોગરે ગુજરાતી ભાષાને મજબુત બનાવવા માટે બને એટલો ફાળો આપવાનો છે.નિવૃતિની એક પ્રવૃત્તિ તરીકે મેં ૭૫ વર્ષની ઉમરે મારો બ્લોગ વિનોદ વિહાર પાંચ મહિના પહેલા જ શરુ કર્યો છે .મારા અનુભવ પ્રમાણે આ શોખ
    મનને આનંદિત કરે છે.

    તમારી બ્લોગમાં ભાષાની અભિવ્યક્તિ સુંદર છે.તમારી સફળતા માટે મારી શુભેચ્છાઓ.
    વિનોદ પટેલ
    http://www.vinodvihar75.wordpress.com

    • આદરણીય વડીલ શ્રી.વિનોદભાઈ,
      મને સુંદર પ્રતિભાવ સ્વરૂપમાં પ્રેરણા આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ
      તમે મારા બ્લોગ ની મુલાકાત લીધી તો મન ખુબ જ પ્રફુલ્લિત થયુ
      મબલખ શુભેચ્છા સહ આભાર
      માહી

  13. તમારા બ્લોગની આજે ફરીથી મૂલાકાત લીધી, ખૂબજ આનંદ આવ્યો કે આપે ભજન-ભક્તિથી લઈને ભોજન સુધીના બ્લોગ ભેગા કર્યા છે, લખ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s