Archives

ધ ગ્રેટ બ્લ્યુ હોલ

દુનિયા ની એક ઓર અજાયબી …
ધ ગ્રેટ બ્લ્યુ હોલ
The Great Blue Hole
જે Belize City થી ૬૦ માઇલ ના અંતરે છે.
જે ૧૨૫ મીટર ઊંડો છે અને આશરે ૩૦૦ મીટર પહોળો છે
Geometry Discussion ને બાજુ પર મુકી ને
દુનિયા ના અફલાતુન અજાયબી ને જોયા જ કરિએ.

આનંદો !! ગુજરાત સૂર્યઉર્જાની વૈશ્વિક રાજધાની .

અદાણી ગ્રૂપે દેશનો સૌથી મોટો ૪૦ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ
ગુજરાતના કચ્છ જિલ્લામાં કાયૉિન્વત કર્યો છે.
અદાણી આ પ્લાન્ટની ક્ષમતા વધારીને ૧૦૦ મેગાવોટ કરવા માગે છે.
આ પ્લાન્ટ દેશ નો જ નહિ પણ એશિયા નો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ છે.

હવે ગુજરાત સૂર્યઉર્જાની વૈશ્વિક રાજધાની બનવાનું છે.
વીજળીમાં વારંવાર િટ્રપિંગના બનાવોથી લોકોને તેમજ ખેડૂતોને
હાલાકી ભોગવવી પડે છે
તો પરિવાર સહિત ખેડુતો ને પણ સુર્ય ઉર્જાનો લાભ મળશે

બસ અહિથી જ સોલાર એનર્જી નો ઉપયોગ નથી રોકાતો
સુર્ય ઉર્જા નો ઉપયોગ એટલે અશ્મીજ્ન્ય બળતણ નો બચાવ
અને
બળતણ નો બચાવ એટલે પર્યાવરણ નો બચાવ
સૌર-ઉ૪જાનો ઉપયોગ કરવાથી,
વાતાવરણમાં અન્ય બળતણ વાપરવાથી જે પ્રદુષણ થતું હોય છે
તેનો પણ અટકાવ થાય છે.
૧૯૯૦ મા સોલાર એનર્જી વડે અમેરિકા મા એક વિમાને ૪૦૬૦ કિંમી નુ અંતર કાપ્યુ હતુ
અને
૨૦૧૦માં સૌર ઉર્જાનો ઉપયોગ કરી, સોલાર ઇમ્પલ્સ નામનાં વિમાને ૨૪ કલાક કરતાં વધારે સમય ઉડ્ડયન કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.
પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું સોલાર ઇમ્પલ્સનું ટાર્ગેટ ૨૦૧૩ છે.
પરંતુ… બધુ જ રાબેતા મુજબ અને સમુસુતરું પાર ઉતરશે તો,
સૌર ઉર્જા સંચાલિત વિશ્વની સૌથી વિશાળ બોટ ‘ટુરાનોર પ્લાનેટ સોલાર’
પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ સૌર-વાહન તરીકે ઇતિહાસમાં નામ નોંધાવશે.
‘ટુરાનોર’ ખરા અર્થમાં તેનું નામ સાર્થક કરશે

ઉર્જાનું અક્ષયપાત્ર એટલે કે સૂર્ય
તેનાં પ્રકાશ વડે આપણને એટલી ઉર્જા પુરી પાડે છે કે
જે ક્યારેય ખતમ થાય તેમ નથી.
ઉર્જાનાં સ્વચ્છ સ્રોત તરીકે સૌર ઉર્જા પ્રથમ સ્થાને આવે છે.

વાહ કુદરત…


સોહેલવા પક્ષી વિહાર પ્રદેશ

ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામા આવેલુ સોહેલવા પક્ષી વિહાર પ્રદેશ.


શિયાળો બેસતાંની સાથે જ હજારો માઈલ નુ અંતર કાપી ને
પક્ષીઓ અહિયા સ્થળાંતર કરે છે


દરેક ને અચરજ પમાડે એવી વાત છે કે વર્ષ ના અમુક નિયત સમયે પક્ષીઓ ચોક્ક્સ સ્થળે અને એક જ પથ પર થી પાર થઈ ને કેવી રિતે આવે છે ??


અને આ પ્રશ્ન ઉદભવે એ સ્વાભાવિક છે!!


એક થિયરી મુજબ….આ પક્ષીઓના શરીરમાં કુદરતી રીતે જ હોકાયંત્ર જેવી રચના કુદરતી રીતે જ બક્ષીસ મળી હોય છે. આ પંખીઓમાં જે વયસ્ક પક્ષી હોય છેતેમના મગજમાં તેમના પ્રવાસ માર્ગનો નકશો કંડારાઈ જાય છે. બાદમાં નાના પંખીઓ વયસ્ક પંખીઓની પાછળ આ લાંબી મુસાફરી ખેડે છે.


આ નિર્દોષ પક્ષીઓના ગુંજનથી વન સૂરિલું બની જાય છે
આ ક્ષેત્રમાં 11 જળાશયમાં જળક્રિડા કરી રહેલાં રંગબેરંગી અને ખૂબસુરત પક્ષીઓ શરદઋતુ બેસતાની સાથે જ અફઘાનિસ્તાન,સાયબેરિયા અને યુરોપીયન દેશો તેમજ એશિયાઈ દેશોમાંથી જમેલા બરફના કારણે આવે છે.


તો આ આકર્ષક વિદેશી મહેમાન પક્ષીઓના ફોટા નિહાળવા નો લ્હાવો લઈ લઈએ …




[photos:web world & source=Sandesh,૧૫/૧૧/૨૦૧૧]

સફેદ રણ-ખોજ ગુજરાત


આપણુ ગુજરાત જ્યા દરિયો,રણ,પહાડો,હરિયાળી
બધી જ કુદરતી સૌંદર્યતા જોવા મળે છે
અને પ્રત્યેક ગુજરાતી વાકેફ પણ છે
રણ ની સહેલ કરવી એ પણ જીંદગી નો એક લ્હાવો છે
અને એ પણ રણ જો સફેદ હોય
ચાંદની રાત ની આ સફેદ ધરતી
એમ લાગે જાણે ચાંદ જમીન પર આવી ગયો છે
આ અનોખુ રણ છે ધોરડો(કચ્છ)નુ સફેદ રણ .
અહીં મીઠું આપોઆપ બને છે.
તેથી તેને મીઠાનું સરોવર પણ કહેવાય છે.
એક સર્વે અનુસાર
કચ્છ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
ગયા એક જ વર્ષમાં ૩૧૭૭૧ પ્રવાસીઓએ
ભુજ તાલુકાના સફેદ રણ સહિત
વિશ્ચ પ્રસિધ્ધ પર્યટન સ્થળોની મુલાકાત લીધી છે.
તો આજ કુદરત ના અજાયબની એક ઝલક આપણે અહિ નિહાળીએ
અને એ પણ બીગ-બી ના અંદાજ મા !!


[ફોટો-વેબ દુનિયા.સાભાર વેબ દુનિયા નો અને સાથે સાથે ભગવાન ને જેમણે અસીમ કુદરતી સંપદા ભેટ આપી ગુજરાતને]

‘બટર ફલાય ગાર્ડન’


કુદરતે હજાર હાથે સૌંદર્ય વેર્યુ છે.


વિચારો જો તમને આકર્ષક બગીચામાં રંગબેરંગી પતંગિયા
ઊડાઊડ કરતાં જોવા મળે તો !!
એ પણ હજારો ની સંખ્યા મા..
તો તો પછી એનાથી રુડુ બીજુ શુ !!


આ જ સપનુ સાકાર કર્યુ છે પતંગિયાપ્રેમી શ્રી રાજેન્દ્ર ઓવાલેકરે.
૪૫ વર્ષના પીટી ટીચર રાજેન્દ્રએ થાણેના ઘોડબંદર રોડ ખાતે
‘ઓવાલા ગાર્ડન’ જે ‘ઓવાલેકર વાડી’
તરીકે પણ ઓળખાય છે તેની રચના કરી છે.


આવુ જ એક અનોખું ‘બટર ફલાય ગાર્ડન’ બનાવવામા આવ્યુ છે ઓરિસ્સા મા.



બટરફ્લાઇઝ ને ઓબઝર્વ કરવાનુ અને ફોટોગ્રાફ લેવાનુ એટલુ પણ સહેલુ નથી
Silence is the best trick to capture a photo !!



અંગ્રેજી મા એક કહેવત છે ને કે,”Happiness is like a butterfly which, when pursued, is always beyond our grasp, but if you will sit down quietly, may alight upon you.”
એટલે જ ખુશી ને પતંગીયા જોડે સરખાવી છે