Archives

આવે તુ ત્યારે..



આવે તુ ત્યારે હવામા ખુશ્બુ આવે

બાગોમા તો જાણે વસંત આવે

ચંદ્રમા ને જાણે પુર્ણિમા આવે

આભને જાણે આભા આવે 

સવાર ને જાણે મહેક આવે 

ન પુછજે મને તારામા શું આવે?

કારણ તુ મને જ તો મળવા આવે

નીશીત જોશી

 

 

હા,,તુ ગમે છે!!!


 

હા,,તુ ગમે છે!!! મુજ ને મારા થી વધારે!

હા,,તુ ગમે છે!!! મુજ ને મારા થી વધારે!

પૂછી લે આસમાઓ થી

દરિયા ની ગહેરાઇ થી

જો “ના” કહે!!! તો ભૂલી જઇશ

પણ પૂછી જો,,, એકવાર

“મુકેશ વાલા”

આ સુંદર ગીત સાંભળવા અહિયા ક્લિક કરો…

http://www.muziboo.com/swf/new_player_2012.swf
હા,,તુ ગમે છે!!! haa tu g

કુદરત હસી ને ફૂલો ખીલ્યાં

કુદરત હસી ને ફૂલો ખીલ્યાં,

લહેર ધસી ને ફૂલો ખીલ્યાં.

સર્જનહારે કોઈ જાદુઈ છડી,

હવામાં ઘસી ને ફૂલો ખીલ્યાં.

વસંતે બાગે બાગે જવાની,

કમર કસી ને ફૂલો ખીલ્યાં.

સૂર્ય આડેથી રજનીની ચૂંદડી,

દૂર ખસી ને ફૂલો ખીલ્યાં.

ચારેકોર અથડાતી હવા,

કળીમાં ફસી ને ફૂલો ખીલ્યાં.

નાજુક-નમણી પરીની છબી,

નિજમાં વસી ને ફૂલો ખીલ્યાં.

સુગંધી બની મહાલવાની વાત,

મનમાં ઠસી ને ફૂલો ખીલ્યાં.

કોઈ અલૌકિક ખડિયાની,

ઢોળાઈ મસી ને ફૂલો ખીલ્યાં.

દુનિયાને ‘સાગર’ ગાંડી કરવા,

પકડી રસી ને ફૂલો ખીલ્યાં.

♣  ‘સાગર’ રામોલિયા ♣


આભાર તારો કે આવી મિત્રતા આપી,

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ

કેવી પવિત્રતા આપી…

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ

ણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી……

- રાજીવ ગોહિલ

એક બગીચો



એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
અંદર બહારના ભેદ ભૂલીને રંગનો ઊછળે પારાવાર

લીલા રંગના ઊડે ફુવારા
ગુલાબની એક આલમ
પાંદડીઓની વચ્ચે કેવાં
પતંગિયાં મુલાયમ
કબીર થઈને કાળ વણે છે રંગરંગના તારેતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

સફેદ રંગ તો મીરાં જેવો
નીલ રંગ તો શ્યામ
સૂરદાસની આંખની પાછળ
રંગનું ગોકુળ ગામ
રંગરંગમાં આંખ જુએ છે હરિવરનો અવતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

—પન્ના નાયક

પંખી જેવી પાંખ મને જો નાની મળી જાય



પંખી જેવી પાંખ મને જો નાની મળી જાય;
આનંદ કહો કેવો તો તો મારે હૈયે થાય ? … પંખી જેવી પાંખ.

અચરજ લાગે માનવ સૌને, મારે ઉત્સવ થાય,
મજા ઊડવાની ખૂબ પડે, ઊડું ઉર જ્યાં ચ્હાય….પંખી જેવી પાંખ.

નવા નવા દેશો દેખું, જ્યાં નવા વાયરા વાય;
જીવન આખું સેવામાં ને વહી સ્નેહમાં જાય. …પંખી જેવી પાંખ

તારા સાથે વાત કરું, ને ગગને રાખું પાય;
દૂર જઈને જોઉં કેવી દુનિયા આ દેખાય ? … પંખી જેવી પાંખ

ગીત સુણાવું સૌને મારાં, પ્રેમ બધે ફેલાય,
શાંતિતણી છોળો ઊડે, ને રંગ બધે રેલાય. … પંખી જેવી પાંખ

માનવના સૌ કલેશ શમાવું, ઠારૂં સૌની લ્હાય;
ભ્રાતૃભાવના સંદેશ દઉં, ટાળું ભેદ બધાય. …પંખી જેવી પાંખ


– શ્રી યોગેશ્વરજી

જીંદગી તમ ફોરમ…

જીન્દગી તમ ફોરમ સમી મહેંકી રહે
ને રાત સ્નેહ–સ્વપ્ને સજતી રહે

વહે કદી ના તુજ નયનથી અશ્રુસ્રોત
વીલસતા મુખને ના પડે સ્મીતનીય ખોટ

ઝળહળતું રહે જીવન પ્રસીદ્ધીના વ્યોમમાં
ગુંજન થયા કરે પ્રકૃતીની ભોમમાં

મળે તને ઉમંગોની હરેક પળ
જેમ અમૃત બની વરસે ઉર્મી–વાદળ

–સંકલીત

શ્રવણ

વિધિ ના લખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય …

શ્રવણ કાવડ લઈ ને ફરતો ,સેવા માતપિતા ની કરતો ,

તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય …જાય …જાય …

તરસ માતપિતાની છીપવા , શ્રવણ જાયે પાણી ભરવા ,

ઘડુલો ભરતા મૃગ ના જેવો શબ્દ થાય …થાય …થાય …

દશરથ રાજા મૃગયા રમવા આવે , મૃગલું જાણી બાણ ચડાવે ,

બાણ થી શ્રવણ ના જીવ જાય , છોડી કાય …કાય …કાય …

અંધ માતપિતા ટળવળતા , દીધો શ્રાપ જ મરતા મરતાં ,

મરજો દશરથ પુત્ર વિયોગે , ટળવળતા હાય …હાય …હાય …

જયારે રામજી વન સંચરિયા ,દશરથ પુત્ર વિયોગે મરીયા ,

‘અમરતગર ‘ કહે દુઃખ ના દરિયા ઉભરાઇ જાય …જાય …જાય

વિધિ ના લાખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય .

બાર માસનું ગીત

આવ્યો પ્રથમ કારતક માસ, લાવ્યો નવા વર્ષનો સાદ,
ભાઈ બીજ ને લાભપાંચમ, આવે દેવ દિવાળી ની સાથ.

માગશર માસ છે બીજો, હવે શિયાળાની ખરીદો ચીજો,
અંબાજીના સંઘમાં જોડાઈને, હેતે ગબ્બર ગઢે જ ઘૂમો.

પોષ માસ તો છે રૂડો, ભાઈ પતંગ લઈને આકાશે ઝૂમો,
માણો પોંકની મઝા અનેરી,સાથે ઉધીયાની આશ ઘણેરી.

મહા માસની આભા સોનેરી, વસંત પંચમી છે મોઘેરી,
લાખેણા લગ્ન જ લેવાય, સર્વે તો આનંદ મંગલ ગાય.

ફાગણમાં ફુલો મહેકાય , હોળી ધૂળેટીએ રંગોમાં ન્હાય,
ધાણી-ચણા,ખજુર ખાય, ડાકોર સંઘમાં માનવ ઉભરાય.

ચૈત્ર માસે મેળા ભરાય, રામ જન્મોત્સવ જ ઉજવાય,
હનુમાન જયંતિની સાથે, ચૈત્રી નોરતાની જ વાટે.

વૈશાખે આવે અખાત્રીજ, ખેડૂત શોધે બળદ ને બીજ,
લગ્ન સમયનું છે ટાણું, કપડા, સોનામાં જ જાયે નાણું.

જેઠ માસે થાય છે ઉકળાટ, સૌ જુએ વરસાદની વાટ,
ખેડૂત ખેતર સરખું કરે, સહુ અગાશીમાંથી કચરો ભરે.

મોરલો કળા અષાઢે કરે, ગુરુને અર્ચન પૂજન ભેટ ધરે,
રીમઝીમ મેઘ મલ્હાર વરસે,તરસી ધરતી હરખે હર્ષે.

પુરષોતમની થાયે વધામણી, એ શ્રાવણની તો એંધાણી
શિવ મંદિરમાં ઘંટારવ ગાજે, બહેનો હૈયે હરખ જ નાચે.

ભાદરવો ભરપુર રાચે, દેવ દુદાળાને શણગારવા લાગે,
શ્રાદ્ધ પક્ષનું પખવાડિયું આવે, પૂર્વજો ને તર્પણ ધરાવે.

આસો નવરાત્રમાં સંગીતના સાજે, અબાલ વૃદ્ધ સહુ જ નાચે,
શરદપુનમ,ધનતેરશ ને,ચૌદશ કાળી, રુમઝુમ આવી દિવાળી.

આવી છે ભાઈ બારમાસની કહાની, તહેવારોની છે જવાની,
કહી છે “સ્વપ્ન” એ હરખ વાણી, વાંચો ગાઓ આ કહાણી.

( શ્રાવણ માસમાં ” બહેનો ને હૈયે હરખ નાચે એટલે રક્ષા બંધન )
” સ્વપ્ન ” જેસરવાકર ( ગોવિંદ)

વહેલી સવાર, મીઠી મજાની વહેલી સવાર !


વહેલી સવાર, મીઠી મજાની વહેલી સવાર !

મંદમંદ વાયુ વાય, તારલિયા ગીત ગાય;
ફરવા જવાથી કેવો આનંદ થાય ?
વસતી બહાર, નદીસાગરની પાર,
વહેલી સવાર, મીઠી મજાની વહેલી સવાર !

ઉઠે સૂરજ એની પહેલાં જ ઉઠીએ,
પ્રાર્થના કરીને જરા આનંદ લુંટીએ;
કરિયે વ્યાયામ પછી બનિયે તૈયાર,
વહેલી સવાર, મીઠી મજાની વહેલી સવાર !

ઉડે વિહંગ વળી, તે વખતે પાઠ કરી,
લેવાથી યાદ રહે કેવો સૌ સાર ?
વહેલી સવાર, મીઠી મજાની વહેલી સવાર !

તાજગીને આપતી, દળદરને કાપતી,
કેવી રસીલી વહેલી સવાર !
વહેલી સવાર, મીઠી મજાની વહેલી સવાર !
– શ્રી યોગેશ્વરજી

તારે આંગણિયે



તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી…

માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે -
આવકારો મીઠો…આપજે રે…જી…

કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…,
એને ધીરે ધીરે તું બોલવા દેજે રે -
આવકારો મીઠો…આપજે રે…જી…

વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે -
આવકારો મીઠો…આપજે રે…જી…

‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે -
આવકારો મીઠો…આપજે રે…જી…

-દુલા ભાયા ‘કાગ’

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…



આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

ધરતી એ લીલી ચુનર પર,
ધરી લીધાં છે સહેરા…

સૂરજ મનમાં મીઠું મલકે,
ઝૂલે વાયુ પાનની પલકે.

મધુકરના ગુંજારવ સામે,
ખુશ્બુ ભરતી પહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

મંદ પવનનું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું.

ભમરે ધારી શામની મૂરત
ફૂલ બની ગ્યા દહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
-ભાસ્કર ભટ્ટ

શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો


હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો
શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો

પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો

ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો

ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો

તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
કડે-ધડે તંદુરસ્તી નું ભાંથું બાંધી ગયો શિયાળો


– પ્રવિણ કે.શ્રીમાળી

ઇશ્વર…



ઓ ઇશ્વર, તારી કેવી કમાલ,
દસ પીંછીમાં સમગ્ર સૃષ્ટિની ભાત.

એક પીંછીમાં શીતળતાનો અનુભવ,
બીજી પીંછીમાં ગરમીની પહેચાન.

ત્રીજી પીંછીમાં વરસાદની હેલી,
ચોથી પીંછીમાં સપ્તરંગી ભાત.

પાંચમી પીંછીમાં હરિયાળીનું સામ્રાજ્ય,
છઢ્ઢી પીંછીમાં ફૂલોનો મહેકાટ.

સાતમી પીંછીમાં પક્ષીનો ક્લબલાટ,
આઠમી પીંછીમાં નદીઓનો ઘેઘારવ.

નવમી પીંછીમાં ગીરિઓની હાર,
દસમી પીંછીમાં સમગ્ર પ્રકૃતિ દ્રશ્ય.

-મેધા સોલંકી

ઠંડીની લહેર


શિયાળાની શીતળતામાં જ,મધુર મહેર મળી જાય
આજ અમારે આંગણે ભઇ,ઠંડીની લહેર આવી જાય


બારણું ખોલતા મહેંક આવે,જાણે પ્રસરી પ્રેમે જાય
બંધ આંખે લહેર લાવે,જે મનમાં શાંન્તિ દે અપાર
ઉજ્વળ જીવન લાગે આજે,જાણે સ્વર્ગ આવ્યું દ્વારે
દીલ જીત્યુછે પરમાત્માએ,નાકોઇથી જગતમાં હારે


શીતળ એવો વાયરો આ,જ્યાં પ્રેમનીપડે છે વર્ષા
હૈયામાંથી હેત વરસે એ, ના રોકી શકે કોઇ ઘરના
આનંદ આનંદ ચારે કોર,ને શીતળતાનો સહવાસ
નાઅપેક્ષા માનવીનીરહે,જ્યાં કુદરતલાવે સમતા


પ્રભુકૃપા ને પ્રેમજગમાં,સાચી માનવતાએ લેવાય
પ્રેમવરસે જ્યાં પરમાત્માનો,ના શબ્દોથી કહેવાય
લાગણીમાં માગણી રહી છે,જે દેહ ને વળગી આજ
લહેર મળતા ઠંડીની આજે,સૌ ભુલી ગયા ગઇ કાલ



-પ્રદીપજી બ્રહ્મભટ્ટ

ગુલમહોરનાં રક્તવર્ણાં કેસરી પુષ્પો…


ડાળે ડાળ ટહુકતી નિરખી કોયલને
અને કોયલ પણ ખીલતી
ગુલમહોરનાં રક્તવર્ણાં કેસરી પુષ્પો સંગ
છેડતી કોયલ તાર સપ્તકનો સૂર
અને પછી તો-
પોપટ,ચકલાં,કાબર,હોલો
બધાં મચી પડતાં મેળવવા એનો સૂર
જે જામે પછી સંગીતની મહેફિલ…
હરખાતી મનીપ્લાન્ટની વેલ
શરમાતી શરમાતી વીંટળાઇ જતી ગુલમહોરને

-પિંકી જી-શબ્દશ: માથી

તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશ


તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશ
તુ જો થઇશ સુગંધી ફૂલ તો હું ગુલાબી અમન બનીશ
લઇ જઇશ હાથ ઝાલીને આખી દુનિયાની નજરા સામે
તુ જો થઇશ વરસતી વાદળી તો હું લહેરાતો પવન બનીશ
થઇશ જો તુ સાગરનું મોતી મારે મરજીવો બનવું પડશે<
ધરીશ ક્યારેય જો મૃગલીનુ રૂપ તો હું સુંદરવન બનીશ
બની શકે કે ન પામી શકે કોઇ તાગ તારો
તુ જો થઇશ અણીયાળો સવાલ તો હું જવાબ ગહન બનીશ

-વિશાલ મોણપરા

સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?



સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.

પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.

બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.

તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.


- કૃષ્ણ દવે