આજે દેવ દિવાળી .. ભગવાન શ્રી નરસિંહજી નો વરઘોડો …
વ્હાલા મિત્રો ને દિવ દિવાળી ની વધાઈ ઓ
શુભ દેવ દિવાળી
દેવો ની દિવાળી એટલે ઉત્સાહ અને ઉમંગ ચારે બાજુ હોય જ
વડોદરાનો વરધોડો ભવ્ય હોય છે
બેન્ડ સાથે વરધોડો નીકળે છે
અને ખુબ જ સરસ સ્તુતિ ઓ થી વાતાવરણ ગુંજી ઉઠે છે
અહિ ખાસ વાત એ છે કે
બધા નાના ભુલકા ઓ દેવી દેવતા ઓ નો પહેરવેશ
પહેરી સજ્જ થઈ આવતા હોય છે
અને
ખાસ તો હનુમાન દાદા નો પહેરવેશ
અને આખા શરિર પર સિંદુર લગાવી એક બાળક ને
તૈયાર કરવામા આવે છે
આ ઐતિહાસિક વરધોડો નરસિહ જી ની પોળ થી શરુ થઈ
ને એમ.જી.રોડ,
અને ત્યાથી તુલસી વાડી પહોચશે મોડી રાત્રે
નરસિહજી ભગવાન નુ મંદિર સૈકાઓ જુનુ છે .
અને દર વર્ષે પરંપરાગત રિતે વરધોડો નીકળે છે
આખુ વડોદરા ઉમટી પડે છે
ભક્તો તો જાનૈયા બની ને આશીર્વાદ લેવા
અને દર્શન કરવા માટે ઉત્સાહી જ હોય છે
ધન્ય થઈ ગઈ શ્રી નરસિહજી ભગવાનના દર્શન કરિ ને
ફરી ફરી થી સર્વે ને દિવ દિવાળી ની શુભ કામના ઓ
શ્રીજી નો સાથ કાયમ રહે
અને
એમના જ ચીંધેલા માર્ગે પ્રત્યેક ક્ષણ જીવાય….એ જ પ્રાર્થના….!



























