કહેજે રે સૌ ને જય શ્રી કૃષ્ણ કહેજે
દેહ માનવ નો ફરી નહિ મળશે
ગુણલાં ગોવિંદ ના ગાજે ગવડાવ જે
જોજે તારું જીવતર વહી જાય ના સંભાળજે
-અજ્ઞાત
લેજે રે લહાવો ભક્તિ કેરો લેજે
જય શ્રી કૃષ્ણ કહેજે મુખે હરિ નામ લેજે
ભાથું ભક્તિ નું ક્યારે તું ભરશે
શ્રી કૃષ્ણ શરણ મમ બોલજે બોલવજે
વહાલીડા નું નામ પ્રેમે ઝીલજે ઝીલાવજે
જય શ્રી કૃષ્ણ ઝીલ્યાં જેણે અંતર ના ભાવથી
હાંકે જીવન રથ શામળિયો સારથી <
ભક્ત તારે કહેવું હોઈ તે સઘળું એને કહેજે
Archives
श्रीकृष्ण गोविन्द हरे मुरारे

श्रीकृष्ण गोविन्द हरे मुरारे
हे नाथ नारायण वासुदेवाय
अर्थात
हे आकर्षक तत्व मेरे प्रभो,
इन्द्रियों को वशीभूत करो,
दुःखों का हरण करो,
समस्त बुराईयों का बध करो,
मैं सेवक हूँ आप स्वामी,
मैं जीव हूं आप ब्रह्म, प्रभो !
मेरे प्राणों के आप रक्षक हैं ।

માગું હું તે આપ, પ્રભુજી
માગું હું તે આપ, પ્રભુજી !માગું હું તે આપ.
ના માંગુ ધન વૈભવ જે મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું
ઉંચા નીચા ભેદ ન જાણું , સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું
કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે જીવતર ઉજળું થાય
એવું મનનું બળ તું આપ, પ્રભુજી ! … માગું
- ભરત સુચક
સતત એક તારું સ્મરણ આપજે.
દીપજ્યોતિ:

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે
હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું.
તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે.
તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો
નાશ થાય છે.
પ્રાર્થના
सर्वे भवन्तु सुखिनः
सर्वे संति निरामयाः
सर्वे भद्राणी पश्यन्तु
मा कश्चिददुःखमाप्नुयात
અર્થાત…
આ વિશ્વમાં સર્વે પ્રાણીઓ સુખી થાઓ.
સર્વે પ્રાણીઓ રોગ રહિત થાઓ.
સર્વે કલ્યાણ અનુભવો.
કોઈ કદાપિ દુઃખ ન પામો.
Krishna’s Flute
કાનુડાની બંસરી

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે
તેનો શબ્દ ગગનમાં ગાજે છે
વૃંદાવન મોરલી વાગે છે … વૃંદાવન
વૃંદા તે વનને મારગ જાતાં,
વા’લો દાણ દધિનાં માગે છે. … વૃંદાવન
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લો રાસમંડળમાં બિરાજે છે. … વૃંદાવન
પીળાં પીતાંબર જરકસી જામા,
હાથે પીળો પટકો બિરાજે છે. … વૃંદાવન
કાને તે કુંડળ માથે મુગટ ને,
મુખ પર મોરલી બિરાજે છે. … વૃંદાવન
વૃંદા તે વનની કુંજગલીનમાં,
વા’લો થનક થૈ થૈ નાચે છે. … વૃંદાવન
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
દર્શનથી દુઃખડાં ભાંગે છે. … વૃંદાવન
ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું

ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું
રહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું
તારું મુખડું પ્રભુજી હું જોયાં કરું,
રાત દિવસ ગુણો તારાં ગાયા કરું,
અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
મારી આશા નિરાશા કરશો નહી,
મારા અવગુણ હૈયે ધરશો નહી,
શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
મારાં પાપ ને તાપ સમાવી દેજો,
આ સેવકને ચરણોમાં રાખી લેજો,
આવી દેજો દર્શન દાન, પ્રભુ એવું માંગુ છું
તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો,
તને મળવાને પ્રભુ હું તો તરસી રહ્યો,
મારી કોમળ કાયા ના કરમાય, પ્રભુ એવું માંગુ છું
મારાં ભવોભવનાં પાપો દૂર કરો,
મારી અરજી પ્રભુજી હૈયે ધરો,
મને રાખજે તારી પાસ, પ્રભુ એવું માંગુ છું
તું રહેજે ભવોભવ સાથ, પ્રભુ એવું માંગુ છું

સૂર્યને અઘ્ર્ય
હિંદુ ધર્મ પ્રમાણે સૂર્યએ સાક્ષાત ઇશ્વરનું સ્વરૂપ છે.
શાસ્ત્રો પ્રમાણે રવિવારે સૂર્ય પૂજા સ્વાસ્થય, શક્તિ, તેજ, યશ, સફળતા અને પ્રસિદ્ધિ આપે છે.
ધાર્મિક દ્રષ્ટિએ સૂર્ય ઉપાસના માટે રવિવારનો દિવસ શુભ માનવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે રવિવારના દિવસે વિશેષ “સૂર્ય મંત્ર” અત્યંત અસરકરાક છે.
જેને બોલવાથી ભરપૂર ઊર્જા, શક્તિની સાથે જ સુખ, સફળતા અને સમૃદ્ધિ મળે છે.
જાણીએ આ ખાસ સૂર્ય મંત્ર અને સરળ પૂજા વિધિ -
રવિવારની સવારે યથાસંભવ રીતે સૂર્યોદયની પહેલા ઉઠીને સ્નાન કરો.
સફેદ વસ્ત્રો પહેરીને તાંબાના જળમાં કંકુ નાખીને સૂર્યને અઘ્ર્ય આપો.
નવ ગ્રહ મંદિર કે ઘરમાં સૂર્યની પ્રતિમાને કે તસ્વીરને
લાલ ચંદન, ફૂલ અર્પણ કરો.
ગોળ કે ગોળથી બનેલા પકવાનોનો નૈવેધ લગાડો.
ગુગળ, ધૂપ અને દીવો લગાડીને
નીચે લખેલા સૂર્ય મંત્ર તન, મન અને ધનથી સંપન્ન થવાની કામના કરો.
क्रोधलोभविहीनाय लोकानां स्थितिहेतवे।
शुभाय शुभरूपाय शुभदाय शुभत्मने।।
शान्ताय शान्तरूपाय शान्तयेस्मासु वै नम:।
नमस्ते ब्रह्मरूपाय ब्राह्मणाय नमो नम:।।
મંત્ર સ્મરણ અને પૂજા બાદ સૂર્યદેવને ધૂપ, દીપ આરતી કરો.
આરતી અને પ્રસાદ પણ ગ્રહણ કરો.
સૂર્ય પૂજાનો આ ઉપાય દરરોજ કરવાથી જીવનમાં આરોગ્યતા અને સફળતા મળે છે.

[Source-Divya Bhaskar]
મકર સંક્રાંતિની શુભેચ્છાઓ

સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો

સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
મોરપિંછ મબલખ તડકો સાવ સુંવાળો લાગે
તડકો પણ આ સંગ તમારી માખણ જેવો લાગે
તમે અમારી જેમ શ્યામ, સંગ અમારો માગો.
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
વૃંદાવનમાં હરશું ફરશું, ગાશું ગીત અનેરા,
કોઈ વૃક્ષની છાંય પછી તો ગિરિધર મેરો મેરો
શ્યામ તમારી સંગ અમારો જનમ જનમનો લાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
-સુરેશ દલાલ

શમણે ઝાંખી પ્રભુ આપજે

સૂતા આજ ની રાત નાથ સોપી દેવા તમારા પદે
સોંપુ છુ મન-ઇન્દ્રિયો શરણમા સ્વામી ! શરિરેય આ
કીંધા જાણ-અજાણ કર્મ દિનનાં માફી પ્રભુ આપજે
નિદ્રા મધ્ય ’પુનિત’ નાથ શમણે ઝાંખી પ્રભુ આપજે
![]()
શ્રી કૃષ્ણ શરણં મમ:
સવાર સવાર મા મોહન ની મુરલી વાગે….

મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા
ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા
મન-મોહના
ક્રિષ્ણા મુરલીધરા..
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
કાન્હા ગોપાલા
કાન્હા ગોપાલા
મન-મોહના……..
ક્રિષ્ણા મુરલીધરા..
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
ક્રિષ્ણા ગોપાલા
ક્રિષ્ણા ગોપાલા
મન-મોહના……..
ક્રિષ્ણા મુરલીધરા..
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા
ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા
गणपति नाम

सुबह सुबह ले गणपति नाम
गणपति बाबा निर्मल नाम
ॐ गजानना
ॐ गजानना
ॐ गजानना
एक दंत कहेलाने वाले
करते है सबका कल्याण
દીપજ્યોતિ: પરબ્રહ્મ

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું.
તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે.
તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે.
તુલસી મા કી જય
ગણેશ સ્તુતિ
વાંસલડી ડૉટ કૉમ



વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
- કૃષ્ણ દવે
જય શ્રી કૃષ્ણ
મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે

મેરુ તો ડગે પણ જેનાં મનડા ડગે નહી રે
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે
વિપત્તિ પડે પણ વણસે નહીં જે રે
સોઈ હરિજનનાં પ્રમાણ રે
ચિત્તની વૃતિ સદાય નિરમળ રાખે રે
કરે નહિ કોઈની આશ રે
દાન દેવે પણ રહે અજાસી
વચનોમા રાખે વિશ્વાસ રે
હરખ ને શોકની જેને આવે નહી હેડકી રે
આઠ પહોર આનંદ રે
નિત્ય રહે એ તો સત્સંગમાં ને
તોડે રે માયા કેરા ફંદ રે
તન મન ધન એ તો પ્રભુને રે અર્પે રે
તે નામ નિજારી નર ને નાર રે
એકાંતે બેસીને અલક ને આરાધે તો
પ્રભુજી પધારે એને દ્વાર રે
સંગત કરો તો તમે એવાની રે કરજો પાનબાઇ,
જે ભજનમાં રહે ભરપુર રે
ગંગા સતી માઈ એમ કરિ બોલિયાં રે
નેણો મા વરસે ઝાઝાં નૂર રે
મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે



