Archives

અતિ સુંદર એક વાત !!

માણસના જીવનગાળા દરમ્યાન આવતા વિધ વિધ પ્રંસંગો સાથે ની વાતો એટલે વાર્તાઓ !!

આવી વાર્તા ઓ મનોરંજનની સાથોસાથ જીવન જીવવાની શિખામણો આપી જાય છે

‘જીવનનાં પ્રસંગો ઉપરથી કે બનેલા પ્રસંગને કાલ્પનિક રંગોથી રંગી વાર્તા રજુ કરવામાં આવે છે.’
બાળક થી માંડી ને વડીલો અને યુવાનો નુ મનગમતો શોખ

આ વાર્તાઓ દ્વારા સમાજનું સતત ઘડતર થતું રહ્યું છે.

બહુ પહેલા ના સમયે ઋષિ-મુનિઓના આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્તાઓ કે પ્રેરક પ્રંસંગો કહિ ને જ્ઞાન આપતા

હવે ટેક્નોલોજી ના અધ્યતન જમાનામા આનુ સ્થાન થોડા અંશે ઇન્ટરનેટે લીધુ છે !
જેમાથી વાચકો ને ઇ-બુક અને બ્લોગ અને વેબસાઈટ ના માધ્યમ થી મનગમતા અને જાણીતા લેખકો અને સાહિત્યકારો નુ લેખન સહેલાઈ થી મળી શકે છે

તો ચાલો મિત્રો આપણે પણ આ રસપ્રદ અને સાહસિક વાર્તાઓ ને માણીએ

પક્ષીઓ ને પાણી આશીર્વાદ સમાન..



ચબુતરા…….આ શબ્દ તો આપણે દરેકે સાંભળેલો જ હોય અને આપણે ચબુતરા જોયેલા પણ હોય જ.પણ હવે ચબુતરા નામશેષ થઈ ગયા છે.



પહેલા ના જમાના મા દરેક ગલી ઓ કે ફળીયા ઓમા [હવે તો એપાર્ટમેન્ટ અને સોસાયટી થઈ ગઈ છે..] ચબુતરા હતા જે હાલ મા પણ અમુક વિસ્તાર મા આપણે જોઈ શકીએ છે જો નામશેષ ના થયા હોય તો

જેથી ચબુતરા પર બર્ડ પાણી પીને અને ચણ ખઈ ને બેસી શકે.

આજે Migrate Bird વિષે post કરતા અનાયાસે જ
મને વિચાર આવ્યો કે જો દરેક સ્થળે ચબુતરા હોય તો !

અમારી વાત કરુ તો અમે તો ચણ નાખતા હોઈ એ છે .વાડામાં આવેલ વૃક્ષ ઉપર પાણી માટેની વ્યવસ્થા પણ કરી છે
ચણ માટે કોઈ અલાયદી વ્યવસ્થા તો નથી કરિ પણ એક ટેબલ પર ચણ નાખતા હોઇએ છે [હવે એમને ક્યા ખબર છે કે મોધવારી ચાલે છે ...]

સાચે ગરમી ના દિવસો મા તો આ ચણ અને ખાસ કરિ ને પાણી તો તેમને આશીર્વાદ સમુ લાગતુ હશે
જેમકે તરસ્યા ને કોઈ પાણી પીવડાવે તો તેમને આશીર્વાદ સમુ લાગે

પણ આ અબોલ પક્ષીઓનુ શુ ?

[photo=web world]

એક રોચક સફર રિઝોલ્યુસન{ દૃઢ નિશ્ચય} ની


આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતા નુ પર્વ દિવાળી
ની શુભ શરુઆત થઈ ગઈ છે
અને
નવા વર્ષ ના વધામણા કરવા સૌ કોઈ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
દરેક ને શુભ શરુઆત ની મબલખ શુભેચ્છા
આ શરુઆત માટે પ્રત્યેક વ્યક્તિ કઈક અને કઈક યોજના ઓ બનાવે છે
અમુક સંકલ્પ કરે છે
એક સરસ મજાનો વીડિયો શેર કરવા માંગુ છુ
જે સંદેશો આપે છે કે આપણા ઢોલીવુડ ના કલાકારો કેટલા ઉત્સાહી છે
અને
નવા રિઝોલ્યુસન સાથે સજ્જ છે
તો જુઓ દોસ્તો એક રોચક સફર રિઝોલ્યુસન{ દૃઢ નિશ્ચય} ની
અને
આપણે પણ એમા સામેલ થઈ ને થોડા રિઝોલ્યુસન બનાવી
જુસ્સા ની સાથે શરુઆત તો કરિએ….

‘દિલમાં દીવો કરો રે, દીવો કરો’



શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજી ના અધ્યાય નં.૧૫ ’પુરુષોત્તમ યોગ’ મા શ્ર્લોક નં ૧૨ મા કહ્યુ હતુ
” यदादित्य गतं तेजो जगद् भासयतेखिलम्,
यच्चन्द्रमसि यच्चाग्नौ, तत्तेजो विध्धि मामकम् ….”
“सूर्य में रहा हुआ जो तेज संपूर्ण जगत को प्रकाशित करता है
और
जो तेज चन्द्र में और अग्नि में है, उसे तू मेरा ही तेज समझ । “
આમ વિશ્ર્વ મા જે કોઈ પણ તેજ છે તે પરમાત્મા નુ છે !!
પરમાત્મા તેજપુંજ છે.
દીવા નુ તેજ પણ પરમાત્મા ના તેજ નુ પ્રતીક છે
દીવો પ્રગટાવવાથી જેમ અંધારુ નાશ થાય છે
તેમ જ્ઞાન નો દિવો પ્રગટાવવા પરમાત્મા નુ સ્મરણ જરુરી છે
એટલે જ કહે છે ‘દિલમાં દીવો કરો રે, દીવો કરો’

માહી

Go Green


1. Recycling:
It is believed that a ton of paper that is recycled
saves 7000 gallons of water, 380 gallons of oil and as much electricity to electrify an average household for 6 months.


One aluminium can recycling
can save electricity needed to run a TV for 6 hours.


Recycling one glass bottle
saves as much electricity as to power a 100-watts bulb for 4 hours,


so calculate the amount of energy one would save
by using an energy saving bulb.


On one hand, the effects of throwing away leads
to wastage of energy and resources,
and
on the other hand, the emission of carbon products
into the atmosphere increases global warming.


E-waste contains MERCURY and other TOXICS


2. Eco Lighting:
String Your House in Compact Fluorescent Light Bulbs .


3. Paper versus Plastic


4. Better yet, walk or ride a bike to your errands
that are two miles or closer.


5.Alternative to Plastic Water Bottles


6.Turn off Lights-when leave the room


7.Donate Clothes/Household Items-recycle AND help someone


8. Always turn off TAPS Completely,
ensuring that they don’t Drip.


A TAP, leaking at a rate of only ONE DROP PER SECOND,
can Waste more than 25 Litres of Water a day –
that’s about 10 000 Litres a year (Environment Canada).


9. And Most importantly Plant a TREE as much as Possible


Let’s GO GREEN, let’s get hand in hand!!


[According to Survey]

રંગ-બે-રંગી


રંગો ની દુનિયા પણ નીરાળી હોય છે
રંગબેરંગી ફુલો,ઝાડ,પાંદળા,સોનેરી સુર્ય,સફેદ ચમકતો ચાંદ, ચમકતા તારલા,
જ્યા પણ નજર ફેરવો ત્યા રંગો નુ સામ્રાજ્ય !
રંગો અને મન સાથે નો નાતો ખુબ જ ઊંડો છે
રંગો મનને શાંતિ,જોશ, અને ઉંમગ આપે છે.
રંગો ને આપને ત્રણ ભાગ મા વહેચીએ છે:
૧)વોર્મ કલર્સ:જે ધણા ચટક હોય છે.જેવા કે લાલ,નીલો,બ્રાઉન વગેરે.મોટાભાગે રેસ્ટોરન્ટ,હોટલ,વગેરે જગ્યાએ જોવા મળે છે.
૨)કુલ કલર્સ:જેમકે પીળો,ગુલાબી,કે સફેદ.ખાસ કરિને હોસ્પિટલો,ક્લિનીક,શાળા,અને ઓફિસો મા આવા રંગો હોય છે .અને ધરો ની અંદર બહાર પણ આ જ રંગો જોવા મળે છે.
૩)ન્યુટલ કલર્સ:જેના નામો અંગ્રેજી હોય છે
અને આ રંગો આપણ ને પ્રકૃતિ માથી મળી રહે છે
જેમ કે પીચ,લેમનગ્રીન,સી બ્લ્યુ, અક્વા,ગ્રે, બ્રાઉન વગેરે વગેરે.
રંગો આપણા જીવન નુ અવિભાજ્ય અંગ બની ગયુ છે
તેના વિના જીવન નીરસ લાગે
રંગ વિનાના દુનિયા ની કલ્પના જ અશક્ય
પણ મને અત્યારે મુકેશ નુ ગાયન યાદ આવે છે
હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન,
કે જિસ પે બાદલોં કી પાલકી ઊડા રહા પવન,
દિશાયેં દેખો રંગભરી, ચમક રહી ઉમંગ ભરી,
યે કિસને ફૂલ પે કિયા શીંગાર હૈ,
યે કૌન ચિત્રકાર હૈ.યે કૌન ચિત્રકાર હૈ……..
પ્રકૃતિના સુંદર રંગો આંખને આનંદ આપે છે.
કોઈ ને લાલ રંગ પ્રિય હોય છે
તો કોઈ ને ભુરો રંગ ગમતો હોય છે
લીલો રંગ જોઈને ઠંડક નો અનુભવ થાય છે
ગુલાબી રંગ જોઈને કોઈ ખીલી ઉઠે છે
ચાલો મિત્રો તો રંગો ની દુનિયા મા જઈએ




मातृदेवो भवः पितदेवो भवः !!


તમારા માબાપના ચહેરા પર
સ્મિત ફરકવું જોઈએ
અને
તેનું એક કારણ
તમે હોવા જોઈએ.
જીવન મા વણી લેવા જેવી વાત!
બીજી એક ઉક્તિ પણ આપણે વારંવાર સાંભળીએ છે
સંત શ્રી પુનીત ની..
ભુલો ભલે બીજુ બધુ મા-બાપ ને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એમના.
મા-બાપ જે પોતાના બાળકો ના સુખ-ચેન માટે કેટલાય કષ્ટ સહન કરે છે
છોકરાં-છોકરી ઓને ભણતર, ગણતર ને ઘડતર માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે
જીવનના ઉત્તાર્ધ મા માતાપિતા માત્ર ને માત્ર હુંફ અને પ્રેમ ની ઝંખના કરતા હોય છે
આ સમયે જરુર છે માત્ર તેમની જરુરિયાતો ને સંતોષવાની અને તેમને પ્રેમ આપવાની
તેમને સમય આપવાની.તેમની પાસે બેસી ને વ્હાલ લેવાની અને વ્હાલ ના બે વેણ કહેવાની
मातृदेवो भवः पितदेवो भवः

શરદ પૂનમ ની શીતળ શુભેચ્છા ઓ ..વ્હાલા મિત્રો


 

શરદ પૂનમ ની શીતળ શુભેચ્છા ઓ ..વ્હાલા મિત્રો

શરદ પૂનમ ના ચાંદ નુ નઝરાણૂ પણ કઈક અલગ જ  છે.

જાણે ચંદ્ર ના કિરણો સવિશેષ અમ્રુતમયી .

 ચંદ્ર એક્દમ પુર્ણ

આજે ચંદ્ર ને જોઈને આ શ્ર્લોક તો જરુર યાદ આવી જાય

પુર્ણમદઃ પુર્ણમિદં
પુર્ણાત પુર્ણમુદચ્યતે
પુર્ણસ્ય પુર્ણમાદાય
પુર્ણમેવાવશિષ્યતે

ચંદ્ર નુ અનુપમ સૌંદર્ય તો માત્ર અને માત્ર કવિઓ  જ આલેખી શકે

મારા અતિ પ્રિય કવિઓની  શરદ પુનમ ની રચના માણવા માટે બીજી કઈ ધડી રળીયામણી..

આમ તો મારા મનગમતા કવિ ઓ નુ લીસ્ટ બહુ મોટુ છે

પણ અત્યારે મને મારા પ્રિય કવિ  શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) ની  શરદ પુનમ ની કવિતા ની બે પંક્તિ ઓ યાદ આવે છે …

ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત

ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ

કહેવાય છે કે આજે આપના વ્હાલા શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમવા જો આવે છે !!

શરદ પુનમ ની રઢીયાળી રાત ને વધાવી દઈએ રાસ ના રમઝટ સાથે

શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય

માહી ની શુભેચ્છાઓ

વ્હાલા મિત્રો,
દિવસની શરુઆત
કદંબ ની છાયા સમી થાય
તો  એનાથી બીજુ રુડુ શુ હોઈ શકે
આપણે હંમેશા સૌ પ્રથમ તો પ્રભુ ને વંદન કરિએ છે
અને  શ્રદ્ધા ના ફુલો અર્પણ કરિએ છે.
અને જરા મરક મરક હસતા
-
દિવસ ની શરુઆત કરિએ છે!!
કહેવાય છે કે
-The Way spend Your Morning can add a Certain Flavor to the Rest of the Day!!
તો આ સુપ્રભાત ના વિભાગ મા
હુ  ટુંકા પણ રોચક  વિધાનો  રજુ કરિશ
જે આપણી ધરોહર છે
એટલે કે જે કોઈ મહાન વિચારક કે સમાજ સેવી વ્યક્તિઓ એ દુનિયા સમક્શ રજુ કર્યા છે
 
આપણો સહુ નો દિવસ મંગલમય જાય 
એવી મંગલ કામના સહ
મારી  શુભેચ્છા ઓ  

નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી !

નવરાત્રી મા ગરબે ધુમવાની મઝા અનેરી છે
અને 
જોડે જોડે ગરબે ધુમતા જોવાની !!
ખેલૈયા ઓ  તો જાણે થાકતા જ નથી !
આજે અમે મંદિર ના પ્રાંગણ મા ગરબા રમાય છે 
ત્યા ગરબા રમવા ગયા દર વખત ની જેમ જ !
નાના ભુલકા થી માંડી ને વડીલ  ..
દરેક ગરવી ગુજરાતી ઓ 
માતાજી ના ભક્તિ ને સંગે 
અને પ્રીત ના રંગે ગરબે ધુમતા હોય 
ત્યારે એમની સ્પીરીટ જોવા જેવી
 એમનો ઉત્સાહ ગજબનો હોય છે
અને નાના ભુલકા ઓની તો વાત જ ના પુછો
એમને મન તો એટલો ઉત્સાહ હોય છે 
કે આપણે એમને ગરબા રમતા જોઈ ને મંત્રમુગ્ધ થઈ જઈએ છે
એમને નવ રાત્રી દરમ્યાન ગરબા રમતા જોઈ ને 
નવરાત્રી ના ઉત્સવ મા ચાર ચાંદ લાગી જાય 
અને
ગાયક વૃંદોને અને આયોજકો ને પણ અભિનંદન આપવા પડે 
જેનાથી નવરાત્રી નો રંગ જામે છે
આપણી સંસ્ક્રુતિ અને આપણી ધરોહર !