Sprouted Roti-અંકુરિત રોટ્લી

રોટલી એ ગુજરાત ના મુખ્ય ભોજન મા એક

મુખ્ય વાનગી છે.

જે શાક કે દાળ સાથે ખવાય છે.

રોટલી નો  લોટ બાંધતી વખતે બે ચમચી દૂધ,

ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ

પાતળી  બને છે

Making Chapatis - Step 4

 લોટ બંધાઈ ગયા પછી

જો તેમા થોડુ તેલ ઉપર નાખી ને ફરી

ગુંદ્દવામા આવે તો ફુલ્કા રોટી ની લિજ્જ્ત

બદલાઈ જાય છે.

ગૃહિણી રોટલી તો દરરોજે બનાવતી હોય

છે.જે સ્વસ્થ્ય માટે પણ

લાભદાયક છે કારણકે રોટ્લી એટલે

કાર્બોહાઈડ્રેટ નો ભંડાર..અહિયા આપણે જરા

જુદી રોટલી ની વાનગી જોઈએ જે નાસ્તા મા

પણ ખાઈ શકિએ છે…સાથે સાથે પોષ્ટિક પણ

એટલીજ !

સામગ્રી -

ઘઉંનો લોટ 300 ગ્રામ,

ડુંગળી 100ગ્રામ,

અંકિરીત મગ 250 ગ્રામ,

લાલ મરચાનો પાવડર બે ચમચી,

મીઠુ સ્વાદ મુજબ.

લીલા મરચાં, લીલા ધાણા 50 ગ્રામ,

ગરમ મસાલાનો પાવડર 1 ચમચી,

આમચૂર પાવડર દોઢ ચમચી.

વિધિ :

ઘઉંના લોટમાં મીઠુ ભેળવીને પાણી વડે ગૂંથો

અને થોડો સમય માટે રાખી મૂકો.

અંકુરિત મગને થોડી વરાળમાં બાફીને મસળી

લો અને તેમાં ઉપરોક્ત બધા મસાલા

ભેળવીને પૂરણ તૈયાર કરો.

લોટની નાની-નાની લોઈ બનાવી લો. હવે

એક લોઈ લઈને તેમાં મિશ્રણ ભરીને તેનો પેંડો

બનાવી લો અને તેની રોટલી વણી લો. તવો

ગરમ કરી તવા પર રોટલી સેકો. એક તરફ

સેકાય જાય કે તેલ લગાવીને બીજી તરફ પણ

સેકો. આ રીતે બધી રોટલીઓ તૈયાર કરો.

હવે આ ગરમા ગરમ રોટલીને દહીં કે ચટણી

સાથે પરોસો.

[Source:http://gujarati.webdunia.com/miscellaneous/recipe/veg/0810/13/1081013024_1.htm]

Cooking Tips

Almonds: To remove the skin of

almonds easily,

soak them in hot water

for 15-20 minutes.

Chili Powder: 

Keeping a small piece of hing

(asafoetida) in the same container

will store chili powder

for long time.

Chopping Board Cut-n-WashChopping Board with Knife

  • Chopping:

    Use a wooden board to chop.

    It will not blunt the knife.

    Don’t use a plastic board,

    small plastic pieces may go with

    the vegetables.

    Coconut: 

    Immerse coconut in water for 

    1/2 an hour to remove its hust.

    [Source=http://www.fatfreekitchen.com/tips.html]

માગું હું તે આપ, પ્રભુજી

માગું હું તે આપ, પ્રભુજી !માગું હું તે આપ.

ના માંગુ ધન વૈભવ જે મન દેખી મલકાય,

ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય 

એવું હૈયાનું બળ આપ,  પ્રભુજી ! … માગું

ઉંચા નીચા ભેદ ન જાણું , સૌને ચાહું સમાન

સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન

એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું

કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય

કાયા થાકે મન નવ  થાકે જીવતર ઉજળું થાય

એવું મનનું બળ તું આપ, પ્રભુજી ! … માગું

- ભરત સુચક

તમારો દિવસ મંગલમય રહે..

“દરેક દુખ કઈક શીખવી જાય છે.
દરેક પરિસ્થિતિ કઈક જણાવી જાય છે.
એક પ્રેમ જ છે કે તે શીખ્યા વિનાઆવડી જાય છે.
બાકી તો દુનિયા માં સમય બધું શીખવી જાય છે!”
-અજ્ઞાત

સતત એક તારું સ્મરણ આપજે.

ભલે તું મને ફક્ત રણ આપજે,

હું ચાલી શકું એ ચરણ આપજે.

ભલે હરઘડી મુંઝવણ આપજે,

મને કાળજું પણ કઠણ આપજે.

હું બોલું પછી હોઠ ખોલું પછી,

પ્રથમ તું મને આચરણ આપજે.

પરમ્ તત્વને હુંય પામી શકું,

મને એવી એકા’દ ક્ષણ આપજે.

કદાચિત્ ભૂલી જાઉં ખુદને હું ‘હમદમ’,

સતત એક તારું સ્મરણ આપજે.

-તુરાબ “હમદમ”

જય શ્રી કૃષ્ણ

કોણ કહે છે, પ્રભુના દરબારમાં અંધેર છે,

હસતા ચેહરા જુઓ ઘેર-ઘેર છે.

સુખ દુઃખ તો છે ઇશ્વરની પ્રસાદી,

બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે.

-અજ્ઞાત

દીપજ્યોતિ:

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:

દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું. 

તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે. 

તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો

નાશ થાય છે.

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ

કેવી પવિત્રતા આપી…

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ

ણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી……

- રાજીવ ગોહિલ

પ્રાર્થના

 सर्वे भवन्तु सुखिनः

 सर्वे संति निरामयाः

सर्वे भद्राणी पश्यन्तु 

मा कश्चिददुःखमाप्नुयात 

અર્થાત…

આ વિશ્વમાં સર્વે પ્રાણીઓ સુખી થાઓ.

સર્વે પ્રાણીઓ રોગ રહિત થાઓ.

સર્વે કલ્યાણ અનુભવો.

કોઈ કદાપિ દુઃખ ન પામો.

જય શ્રી કૃષ્ણ

વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં

બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં

સદા જીતું છું એવું કઈ નથી, હારું છું પણ બહુધા

નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

-અજ્ઞાત

સુપ્રભાત

રંગની પીંછી વગર તસ્વીર બનાવી દીધી,

દિલમાં ઉતારી જિગરમાં વસાવી લીધી,

તમને પૂછવાનો સમય પણ ના રહ્યો અને

તમારી દોસ્તીમાં અમે દુનિયા વસાવી લીધી...

-અજ્ઞાત

ધ ગ્રેટ બ્લ્યુ હોલ

દુનિયા ની એક ઓર અજાયબી …
ધ ગ્રેટ બ્લ્યુ હોલ
The Great Blue Hole
જે Belize City થી ૬૦ માઇલ ના અંતરે છે.
જે ૧૨૫ મીટર ઊંડો છે અને આશરે ૩૦૦ મીટર પહોળો છે
Geometry Discussion ને બાજુ પર મુકી ને
દુનિયા ના અફલાતુન અજાયબી ને જોયા જ કરિએ.

સૌ મિત્રોને રંગોત્સવની શુભકામનાઓ…

holi-images


આજે ધુળેટી ની ધુમ જામશે.
કોઈ લાવશે ગુલાલ,કોઈ લાવશે પિચકારી થી ભરેલા ભીના રંગ, તો કોઇ લગાવશે કેમિકલ યુક્ત રંગ ..એટલે જ તો આ તહેવાર ને “રંગો નો તહેવાર” કહેવાય છે.


જૂના જમાનામાં લોકો હળદર, ચંદન, ગુલાબ વગેરેથી હોળી રમતા હતા અથવા તો કેસુડા ફૂલના રંગીન પાણીથી હોળી રમતા.


પણ આજની સમસ્યા ને ધ્યાન રાખી ને તિલક હોળી રમી ને તહેવાર ઉજવવો જોઈએ.


દિવ્યભાસ્કર ના એક સર્વે અનુસાર ધૂળેટીના દિવસે સૂકા રંગનો ઉપયોગ થાય તો વ્યક્તિ દીઠ સરેરાશ ૧૮૦થી ૨૭૦ લિટર પાણીનો વ્યય અટકે.


આજ છાપા મા એક પાણીદાર સ્લોગન આપી ને જાહેર જનતા ને તિલક તેમજ અબીલ ગુલાલ અને સૂકા રંગો સાથે હોળી રમવા સુચન કર્યુ છે.


આવો રમીએ સૂકી હોળી, કહેવાય સૂકી હોળી પણ છે લાગણીના રંગોથી ભરપૂર
કેમિકલ કે પાકા રંગોને ભૂલી, આવો રમીએ અબીલ ગુલાલની સૂકી હોળી

holi-images

જરા હટકે… બિકાનેરની ‘ડોલચી હોળી’



રાજસ્થાનના બિકાનેરમાં હોળી મનાવાનો અંદાજ કંઈક અલગ જ પ્રકારનો છે.

બિકાનેરમાં ફાગણ માસની આઠમથી લઈને હોલિકા દહન સુધી મધુર ગીતો (રાજસ્થાની લોકો હોળી પર વગાડવામાં આવતો મોટો ઢોલ ) ની સાથે નીકળી પડે છે

બિકાનેરની ‘ડોલચી હોળી’ અને રમતો હોળાષ્ટકમાં અહીં આવનાર દેશી-વિદેશી લોકોને પોતાના રંગમાં રંગાઈ જવાની ખાસીયત હોય છે
[Source-http://www.sandesh.com/article.aspx?newsid=41161]

આ વાચતા જ આપણે પણ આ રંગો મા રંગાઈ ગયા..

અને એની જોડે જો હરે ક્રિષ્ણા ની ધુન સાંભળીએ તો આપણી આસપાસ નો માહોલ પણ બિકાનેર ની ’ડોલચિ હોળી’ મા રંગાઈ જાય.