ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,

 

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,

હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.

 

માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,

ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે.   

 

નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;

પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે 

 

પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;

કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે.

 

દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને,

આત્મરાજ્યસ્થિર કરશે ને, ભક્તોએ ગુણ ગાયા રે.

                                          

           

      માહી ના જય શ્રીક્રુષ્ણ

વ્રજધામ રળિયામણું રે

 

વ્રજધામ રળિયામણું રે,

ત્યાં શ્રી મહાપ્રભુ બિરાજતા રે,

હાલો દશઁન જઇ એ રે,

પુષ્ટિમાગઁ ની ધ્વજા ફરકે રે,

ગોવધઁન નાથ સાક્ષાત બિરાજે રે,

શ્રી દ્રારકેશલાલ આરતી ઉતારે રે,

પ્રભુ શ્રુંગાર થી રુડા શોભતા રે,

વૈષ્ણવ ને મન ભાવતું રે,

વ્રજધામ ઠાકોર જી નું ધામ રે,

પ્રભુ છપ્પનભોગ આરોગતા રે,

અનેરો ‘પાટોત્સવ ‘ ઉજવાતો રે,

‘વ્રજધામ ‘ પુષ્ટિ ‘નું વૈકુંઠ રે,

પુષ્ટિદશઁન ની બંસરી વાગતી રે,

વ્રજધામ માં ગોવધઁન ઉભા રે,
‘બંસી’ ને દશઁન આપતા રે !!

આજે સૌને જય શ્રીક્રુષ્ણ

 

આજે સૌને જય શ્રીક્રુષ્ણ કાલે વહેલા આવજો 

હરિગુણ ગાવા, હરિરસ પીવા , આવે તેને લાવજો

અખંડ પ્રેમતણી જ્યોતિને કાયમ જલતી રાખજો

વહેવારે પૂરા જ રહિ ને પરમારથમા પેસજો

સધળી ફરજો અદા કરિને સત સંગતમાં બેસજો

હરતા ફરતા કામો કરતા હૈયે હરિ ને રાખજો

ભક્તિ કેરાં અમ્રુત પીને બીજાને પીવડાવજો

સૌમાં એકજ પ્રભુ બિરાજે સમજી પ્રીત બાંધજો

કહે પ્રીતમ ભેગા મળીને હરિના ગુણલા ગાવજો

મંગલમય સવાર

જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે;
 પર્વત,મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી.
ત્રણેયની અંદર રહેલી શક્યતાનો  તાગ
આપણે પામી શકિયે તેમ નથી
–એમરસન

બ્રહ્મકમળ

પંકે જાયતિ ઇતિ એટલે કાદવમાં જે જન્મે છે તે !!

બ્રહ્મકમળ બહુ જ પ્રાચીન સમયથી
હિમાલયની પર્વતીય ઘાટીમાં ગંગોત્રી-યમનોત્રી
અને
બદરીકેદારનાથના રસ્તે આવેલી

‘વેલી ઑફ ફલાવર’માં જ થાય છે.

સફેદ રંગ પણ આટલો સુંદર દેખાઈ શકે છે !

બ્રહ્મકમળનાં પુષ્પો

શિવજી અને માતાજીને ચઢાવવામાં આવે છે.

પુરાણોમાં એવું લખાયેલું છે કે

૧૦૦ સુવણર્કમળ ચઢાવવાથી

જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય

એક બ્રહ્મકમળ ચઢાવવાથી મળે છે.

બ્રહ્માજીની નાભિમાંથી ઉત્પન્ના થયેલું હોય

એવી માન્યતા છે.

બ્રહ્મકમળના દર્શન કરવા એ શિવજીના દર્શન કર્યા બરાબર છે.

મંગલ કામના સહ….

જયશ્રી કૃષ્ણ………

The “Do’s” And “Don’ts” Of Pure Cooking !!

A Significant Part of Our Lifestyle
is to consider the Quality of Our Thoughts
required while Making Food.

Living in a Family may make it more difficult
to have that quiet and ordered state of Mind while Cooking.

You can properly Concentrate on giving PURE VIBRATIONS to the Food.

This is possible  if You play some Gentle, Soothing Music
which reminds You of the Supreme Soul or God .

Physical Cleanliness before Cooking is Important.

Walking off the Market or Crowded Roads, into the kitchen
and
Cooking can affect the Vibrations of the Food.

Washing, Changing and Meditating
is a Good Start for Preparation of “SATWIC” Food.
while You are Cooking.

[Source:Brahma Kumari]

શ્રીનાથજી

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે.

એવું માનવામાં આવે છે કે

ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે.

કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો.

તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે.

તેમણે ગળામાં ધારણ કરેલી વૈજયંતી માળા યોગમાયાનું સ્વરૂપ છે જે ભક્તનો ભગવાન સાથે સંબંધ કરાવે છે.

તેમનો જૂડો દર્શાવે છે કે તેઓ ભક્તોની ચિંતાને પોતાના મસ્તિષ્ક પર રાખે છે, એટલે કે ભક્તવત્સલ શ્રીનાથજી પોતાના ભક્તોને સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે હંમેશાં સક્રિય રહે છે.

વાસ્તવમાં શ્રીનાથજી શ્રીકૃષ્ણનું જ સાક્ષાત સ્વરૂપ છે.

તેમના આશ્રય કે શરણમાં આવનાર ભક્ત ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે.


 

(પ્રભુભક્તિ – સુખદેવ આચાર્ય)

 

જીંદગી ના રંગ


અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

સોનેરી સવાર

જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ:

‘અશક્યતા અને કંટાળો’

– જીવન જીવતાં આવડે  તો કશું “અશક્ય “નથી,

અને

–કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય “કંટાળો” નથી.