ગરબા ની રમઝટ-૨

        
                                                                                                             
નવરાત્રી મા ઢોલ ના તાલે
ગરબા રમવાની
કે
સાંભળવા ની સાથે
 લોકો ઝુમી ઉઠે છે
 
હજુ પણ ઢોલ નુ સ્થાન અકબંધ છે
અને
“ઢોલીડા  ઢોલ” ના શબ્દો સાથે તો
કેટાલાય ગરબા જોડાયેલા છે
 
એમાથી એક ગરબો હુ અહિયા રજુ કરુ છુ
 
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
હે હીંચ લેવી છે ને (મારે ગરબે ઘૂમવું છે)…
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે.
 
 
હે તારે કિયા ભાઈનાં ચોગલે હવે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે ચોગલે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે
ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… 
ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…
 
 
હે તારે કિયા ભાઈને દાંડિયે આજે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે દાંડિયે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… 
ઢોલીડા…ઢોલીડા ઢોલ રે…
 
 
રે કિયા ભાઈની ઠેસે હવે હીંચ લેવી છે?
મારા સાહ્યબા તારી ઠેસે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય…  ઢોલીડા…

ગરબો

 

‘ગર્ભદીપ’ શબ્દમાંથી ‘ગરબો’ શબ્દ બન્યો છે.

માટીના કે તાંબા-પિત્તળના કોરેલા-છિદ્રો

પાડેલા ઘડાની અંદર

ગર્ભભાગમાં દીવડો મુકાય તે ‘ગરબો’.

(સૌજન્ય:દિવ્ય ભાસ્કર)

 

આ ” ગરબો”  ની ફરતે ગરબા રમાય છે

અને

માતાજી ની સ્તુતિ થાય છે.

 

ધડાની અંદર જે દિપ પ્રગટાવવામા આવે છે

તે સુચન કરે છે કે

જીવન મા સદ આચરણ  નો પ્રકાશ પ્રગટાવવાથી

જીવન જ્યોર્તિમય બની રહે છે !!

 

ફરિ આપણે  માતાજી નો ગરબો ગાઈ ને ધન્ય થઈ જઈએ :

સોનાનો ગરબો શીરે

 

અંબે મા ચાલો ધીરે ધીરે

 

ચાલો ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
અંબે મા ચાલો ધીરે ધીરે…

 

સખીઓ સંગે કેવા દીસે છે

ફરર ફૂદડી ફીરે અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
અંબે મા ચાલો ધીરે ધીરે….

 

ચૂંદડી ચટકે  મુખડું મલકે

હાર ગળા હેમ હીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે…..

 

ઝાંઝ પખાવત ને વીણા જંતર વાગે

વાગે મંજીરા ધીરે ધીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે… 

 

બોલો અંબે માત કી જય

 

 

ગરબા

 

 કોઈપણ ગુજરાતી ને  પુછો  કે ગરબા એટલે શુ ?

તો દરેક ગુજરાતી એનો જવાબ  આપે છે :

ગરબા એટલે નૃત્ય,સંસ્ક્રુતિ, અને સંગીત નો

સુનેહરો સુમેળ !!

તો બસ થોડી અહિ આવી જ કઈ વાત કરવી છે તમારિ

જોડે મિત્રો જેટલી મને ખબર છે..તમે  પણ ગરબા વિષે

તમારા અભિપ્રાય આપશો એવી મહેચ્છા.

ગરબા જુદા જુદા પ્રકારે રમાય છે

જેમકે

એક તાળી,ત્રણ તાળી, રાસ,હીંચ વગેરે

વડોદરાનુ કહુ તો અહિ દોઠીયુ ખુબ જ પ્રચલિત છે !!

એક્સાથે હજારોની સંખ્યામા ખેલૈયા ને દોઠીયુ રમતા

જોવાની મજા જ કાઇ અનેરી છે.

આ લખતા જ કહેવાનુ મન થાય છે…

હાલો રે હાલો ગરબે રમવા ..

 

 

 

 

 

 

ગુજરાત ના ગરબાની રમઝટ – ૧

 

નવરાત્રી નો પ્રારંભ થઈ ચુક્યો છે

અને

સમગ્ર ગુજરાત ગરબા ના રંગે રંગાઈ રહ્યુ છે.

ગરબામય થઈ ગયુ છે .

અને આ નવ દિવસ સુધી , મારા આવનાર દરેક લેખ મા

પણ એનો રંગ દેખાશે !!

ગુજરાત ના ગરબાની રમઝટ મા  પહેલે ગરબે મા

અંબે ને સાથિયા અને દિવડાથી વધાવી લઈએ :

સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,

આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,

જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

 

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે,

મા ખોળાનો ખુંદનાર દે.

કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે,

મા પ્રિતમજીનો પ્યાર દે.

 

નિર્ધનને ધનધાન્ય આપે, રાખે માડી સૌની લાજ

આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી… જય અંબે…

 

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે,

મારી સાતે પેઢી તરશે.

આદ્યશક્તિ મા પાવાવાળી જનમ જનમની હરશે પીડા

જનમ જનમની હરશે.

 

દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ

આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી… જય અંબે…

જય અંબે…                                                                      

જય અંબે… 

જય અંબે…

નવરાત્રી ની શુભકામના !

નવરાત્રી એટલે મા જગદંબાની આરાધનાનું પર્વ.

નવરાત્રીમાં માતાજીની ઉપાસના ભક્તિ કે ગુણગાન ગાવાથી માતાજીની અસીમ કૃપા આપણા ઉપર થાય છે.

નવરાત્રીના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૃપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે.

તે શક્તિની આરાધનાનું પર્વ છે.

આ નવ દેવીઓ આ મુજબ છે.

શૈલપુત્રી

બ્રહ્મચારિણીઃ

ચંદ્રઘંટાઃ

કુષ્માંડાઃ

સ્કંદમાતાઃ

કાત્યાયનીઃ

કાલરાત્રીઃ

મહાગૌરીઃ

સિદ્ધિદાત્રીઃ

****

બોલો અંબે માત કી જય

દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ ..