સફેદ રણ-ખોજ ગુજરાત


આપણુ ગુજરાત જ્યા દરિયો,રણ,પહાડો,હરિયાળી
બધી જ કુદરતી સૌંદર્યતા જોવા મળે છે
અને પ્રત્યેક ગુજરાતી વાકેફ પણ છે
રણ ની સહેલ કરવી એ પણ જીંદગી નો એક લ્હાવો છે
અને એ પણ રણ જો સફેદ હોય
ચાંદની રાત ની આ સફેદ ધરતી
એમ લાગે જાણે ચાંદ જમીન પર આવી ગયો છે
આ અનોખુ રણ છે ધોરડો(કચ્છ)નુ સફેદ રણ .
અહીં મીઠું આપોઆપ બને છે.
તેથી તેને મીઠાનું સરોવર પણ કહેવાય છે.
એક સર્વે અનુસાર
કચ્છ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
ગયા એક જ વર્ષમાં ૩૧૭૭૧ પ્રવાસીઓએ
ભુજ તાલુકાના સફેદ રણ સહિત
વિશ્ચ પ્રસિધ્ધ પર્યટન સ્થળોની મુલાકાત લીધી છે.
તો આજ કુદરત ના અજાયબની એક ઝલક આપણે અહિ નિહાળીએ
અને એ પણ બીગ-બી ના અંદાજ મા !!


[ફોટો-વેબ દુનિયા.સાભાર વેબ દુનિયા નો અને સાથે સાથે ભગવાન ને જેમણે અસીમ કુદરતી સંપદા ભેટ આપી ગુજરાતને]

નવા વર્ષના સુપ્રભાત મિત્રો


નવા વર્ષના સુપ્રભાત મિત્રો,
પુષ્પ સ્વભાવે પ્રસન્નતાનું પ્રતિક છે.
ધરતીમાંથી ઘણું બધું ઊગે છે,
પરંતુ ભગવાનને થયું કે લાવ કવિતા ઉગાડું
અને
એણે પુષ્પનું સર્જન કર્યું.
વિશ્વના અન્ય કોઇ ગ્રહ પર પુષ્પ નથી ઊગતું.
[સંકલિત અંશ:દિવ્યભાસ્કર]

તો મિત્રો,
“પુષ્પ” ની બે મધુર પંકિત ઓ
સાથે દિવસ ની શરુઆત કરિએ


પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઊરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
-સુન્દરમ

સુપ્રભાત

સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે
અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો
-અજ્ઞાત

પ્રાર્થના


વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે
અંતરની છે અરજ અમારી
ધ્યાન ધરીને સુણજો રે

પહેલું વંદન ગણપતિ તમને રિદ્ધિ સિદ્ધિ આપો રે
બીજું વંદન માત સરસ્વતી સત્ય વાણી અમ આપો ને
ત્રીજું વંદન ગુરુજી તમને વિદ્યા માર્ગે વાળો રે
ચોથું વંદન માતપિતાને આશિષ અમને આપો રે
પાંચમું વંદન પરમેશ્વરને સદબુદ્ધિને આપો રે
વિનવે બાળ તમારાં પ્રભુ ચરણમાં રાખો રે

પંખીઓ ઊડવાના કલાસ નથી ભરતાં


મારા વ્હાલા મિત્રો,
નવા વર્ષ ના દિવસો શરુ થઈ ગયા છે
શ્રી મુકેશ જોષી ની એક એવી કવિતા પ્રસ્તુત કરુ છુ
જે ઇશ્ર્વરીય પ્રેરણા નો સાગર છે
આપણ ને ભીંજવીદે છે.પંખીઓ ઊડવાના કલાસ નથી ભરતાં
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,
ખુશબોએ વાયરાનું ટયૂશન કયાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.


ભમરો વિશારદ નથી તોય ગાય
કહે ફૂલોને કાનમાં પતંગિયાં,
બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા.


ઝરણાઓ પૂછીને ભૂસકાં ન મારતાં
કેટલીક મળવાની ખ્યાતિ.
ઝાડવાંઓ યોગાસન શીખ્યાં નથી જ
છતાં ઊભાં અઠંગ એક ચરણે,
કીડી મંકોડાને ચિંતા કયાં હોય છે
કોણ મારી દીકરીને પરણે.


ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી.


પર્વત પણ બી. એ., બી. એડ. નથી તોય
એની વાદળ સુધીની છે પહોંચ,
માણસ શું શીખ્યાં કે માણસાઈ લંગડાતી
મનમાં પહેરી જાણે મોચ.


આપણને નહીં
પણ એ લોકોને જોઈને
ઈશ્વરની છાતી ફુલાતી.

મુકેશ જોષી

નૂતનવર્ષાભિનંદન


‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા’
નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને.
સહુ શાંતિમય જીવન જીવે
એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ

નૂતન વર્ષના આ નવલા પ્રભાતે
ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

નૂતનવર્ષાભિનંદન

દિવાળી મુબારક


આજે મારા દિલમાં દિવાળી
મારે ઘેર પધાર્યા વનમાળી
રંગોળી પુરી છે રૂપાળી
મારે ઘેર પધાર્યા વનમાળી


કંકુ ચોખા લઇને વ્હાલમને વધાવુ
પ્રભુજીના પગલે હું ફુલડાં વેરાવુ
ધન્ય બની આંખલડી મારી
મારે ઘેર પધાર્યા વનમાળી


સેવાની સામગ્રી સજાવી લીધી છે
રસોઇ મારા હાથે બનાવી દીધી છે
હરખે હરખે કીધી તૈયારી
મારે ઘેર પધાર્યા વનમાળી


રોમે રોમે પ્રગટ્યા છે ઝગમગતા દીવા
મારે ઘેર પધાર્યા વનમાળી
આજે મારા દિલમાં દિવાળી
મારે ઘેર પધાર્યા વનમાળી
-મીના બેન ઠક્કરદિવાળીના દિવડા ની જેમ મારા ઝગમગતા મિત્રો,
ફરી ફરી થી તમને દિવાળી મુબારક

શુભ ધનતેરસ


ધનતેરસના પર્વે ધન પૂજન અને ધન્વતરી પૂજન નો મહિમા છે
ધનતેરસના મહાપર્વે લોકો શુભ મુહુર્તે સોના-ચાંદીના દાગીના
અથવા તો લક્ષ્મીજીના સીક્કાની ખરીદી કરે છે.
ઉપરાંત મોટર સાયકલ, કાર, રીક્ષા જેવા વાહનો
અને
ટીવી-ફ્રીઝ સહિતનાં ઈલેકટ્રોનિકસ ઉપકરણોની પણ
ધનતેરસના શુભદિને ખરીદી કરે છે.
વેપારીઓ ધનતેરસનાં શુભદિને
પોતે જેમાં આખું વર્ષ કરેલ વ્યવસાયનો હિસાબ રાખે છે
તે ચોપડાની ખરીદી કરે છે.
આજના આધુનિક જમાનામાં અને કોમ્પ્યુટર યુગમાં પણ
વેપારીઓએ ચોપડા લાવવાનું
અને
તેના પૂજનનું મહત્વને જાળવી રાખ્યું છે.
આ મહાપર્વે બહેનો વહેલા ઉઠી ન્હાઈ ધોઈ
સૌથી પહેલાં ઘરના ઉંબરા ઉપર લક્ષ્મીના પગલા દોરે છે.
કંકુથી દોરવામાં આવતાં લક્ષ્મીજીના પગલા
લક્ષ્મી ઘરમાં પ્રવેશતા હોય તે દીશામાં દોરવામાં આવે છે.
આમ આજના પૂનિત દિવસથી દિવાળીના મંગલકારી પર્વોનો શુભારંભ થાય છે.

આયુર્વેદ શાસ્ત્રના રચયિતા ઋષિ ધનવંતરીની
જન્મ જયંતી નિમિત્તે આ દિવસે હોય છે
આયુર્વેદાચાર્યો ધનવંતરી પૂજન કરતા હોય છે.
આ દિવસે શ્રી સુકતના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે.
[સ્તોત્ર=દિવ્યભાસ્કર]

એક રોચક સફર રિઝોલ્યુસન{ દૃઢ નિશ્ચય} ની


આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતા નુ પર્વ દિવાળી
ની શુભ શરુઆત થઈ ગઈ છે
અને
નવા વર્ષ ના વધામણા કરવા સૌ કોઈ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
દરેક ને શુભ શરુઆત ની મબલખ શુભેચ્છા
આ શરુઆત માટે પ્રત્યેક વ્યક્તિ કઈક અને કઈક યોજના ઓ બનાવે છે
અમુક સંકલ્પ કરે છે
એક સરસ મજાનો વીડિયો શેર કરવા માંગુ છુ
જે સંદેશો આપે છે કે આપણા ઢોલીવુડ ના કલાકારો કેટલા ઉત્સાહી છે
અને
નવા રિઝોલ્યુસન સાથે સજ્જ છે
તો જુઓ દોસ્તો એક રોચક સફર રિઝોલ્યુસન{ દૃઢ નિશ્ચય} ની
અને
આપણે પણ એમા સામેલ થઈ ને થોડા રિઝોલ્યુસન બનાવી
જુસ્સા ની સાથે શરુઆત તો કરિએ….

મિઠાઈ


મારા વ્હાલા મિત્રો
દિવાળી ના પાવન અવસર પર
તમને બધા ને શુભ કામના
અને
મારા તરફ થી દિવાળી ની પરંપરાગત મિઠાઈ


[photo=web world]

શુભ દિવાળી મારા વ્હાલા મિત્રો


એક દિવા થી જેમ
બીજો દિવો પ્રજવલ્લિત થાય છે
તેમ આપણે પણ દરેક ના જીવનને
પ્રજવલ્લિત કરિએ
એ જ પ્રભુ પાસે પ્રાર્થના


દિવાળી ના દિવા જેવુ
આપનુ જીવન પ્રકાશિત રહે

શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો


વેદોમાં તમે સામવેદ છો, આદિત્યોમાં વિષ્ણુ છો
તેજપુંજમાં સૂર્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો


વિદ્યામાં અધ્યાત્મ તમે છો, વક્તાઓમાં વાદ તમે છો
સમુદાયમાં દ્વંદ્વ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો


સર્વના ઉત્પત્તિ કારણ છો ને, મહાકાળ સંહારક છો
ભાવિ સૃષ્ટિના સર્જક છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો


મર્યાદા પુરુષોત્તમ છો ને, પૂર્ણપણે પુરષોત્તમ છો
સર્વ થકી સર્વોત્તમ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો


સર્વ હ્રદયમાં આત્મા છો, વિરાટના ક્ષેત્રાત્મા છો
પરબ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો


જે કાંઈ શોભાવાળું છે, ઐશ્વર્ય ઓજસવાળું છે
પ્રાણ ને બળમાં ન્યારું છે, રૂપ ને તેજ તમારું છે


સૌને મોહિત કરનારું છે, સૌને સુખ દેનારું છે
વૈષ્ણવ જનને પ્યારું છે, શ્રી કૃષ્ણ એ નામ તમારું છે


શ્રી કૃષ્ણઃ શરણં મમ, શ્રી કૃષ્ણઃ શરણં મમ
શ્રી કૃષ્ણઃ શરણં મમ, શ્રી કૃષ્ણઃ શરણં મમ

‘દિલમાં દીવો કરો રે, દીવો કરો’

જય શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજી ના અધ્યાય નં.૧૫ ’

પુરુષોત્તમ યોગ’ મા શ્ર્લોક નં ૧૨ મા કહ્યુ હતુ

” यदादित्य गतं तेजो जगद् भासयतेखिलम्,

यच्चन्द्रमसि यच्चाग्नौ, तत्तेजो विध्धि मामकम् ….”

“सूर्य में रहा हुआ जो तेज संपूर्ण जगत को प्रकाशित करता है

और

जो तेज चन्द्र में और अग्नि में है, उसे तू मेरा ही तेज समझ । “


આમ વિશ્ર્વ મા જે કોઈ પણ તેજ છે તે પરમાત્મા નુ છે !!

પરમાત્મા તેજપુંજ છે.

દીવા નુ તેજ પણ પરમાત્મા ના તેજ નુ પ્રતીક છે.

દીવો પ્રગટાવવાથી જેમ અંધારુ નાશ થાય છે

તેમ જ્ઞાન નો દિવો પ્રગટાવવા પરમાત્મા નુ સ્મરણ જરુરી છે.

એટલે જ કહે છે ‘દિલમાં દીવો કરો રે, દીવો કરો’

માહી

Go Green


1. Recycling:
It is believed that a ton of paper that is recycled
saves 7000 gallons of water, 380 gallons of oil and as much electricity to electrify an average household for 6 months.


One aluminium can recycling
can save electricity needed to run a TV for 6 hours.


Recycling one glass bottle
saves as much electricity as to power a 100-watts bulb for 4 hours,


so calculate the amount of energy one would save
by using an energy saving bulb.


On one hand, the effects of throwing away leads
to wastage of energy and resources,
and
on the other hand, the emission of carbon products
into the atmosphere increases global warming.


E-waste contains MERCURY and other TOXICS


2. Eco Lighting:
String Your House in Compact Fluorescent Light Bulbs .


3. Paper versus Plastic


4. Better yet, walk or ride a bike to your errands
that are two miles or closer.


5.Alternative to Plastic Water Bottles


6.Turn off Lights-when leave the room


7.Donate Clothes/Household Items-recycle AND help someone


8. Always turn off TAPS Completely,
ensuring that they don’t Drip.


A TAP, leaking at a rate of only ONE DROP PER SECOND,
can Waste more than 25 Litres of Water a day –
that’s about 10 000 Litres a year (Environment Canada).


9. And Most importantly Plant a TREE as much as Possible


Let’s GO GREEN, let’s get hand in hand!!


[According to Survey]

સુપ્રભાત

જીવન માં પાછળ જુઓ..અનુભવ મળશે

જીવન માં આગળ જુઓ..આશા મળશે

આજુ બાજુ જુઓ..સત્ય મળશે

પોતાની અંદર જુઓ..

પરમાત્મા અને આત્મવિશ્વાસ મળશે

–અજ્ઞાત

રંગોળી સજાવો ..


રંગોળી અને બરોડા નો જુનો નાતો છે
કીર્તિ મંદીર મા વર્ષો થી યોજાય છે
રંગોળી નો કાર્યક્રમ,
એમાની એક રંગોળી અહી રજુ કરુ છુ


द्वार पर सत्कार का , इजहार रंगोली
उत्सवी माहौल का , अभिसार रंगोली


खुशियाँ हुलास और , हाथो का हुनर हैं
मन का है प्रतिबिम्ब , श्रंगार रंगोली


धरती पे उतारी है , आसमान से रंगत
है आसुरी वृत्ति का , प्रतिकार रंगोली


लड़कियों ने घर की , हिल मिल है सजाई
रौनक है मुस्कान है , मंगल है रंगोली
-विवेक रंजन श्रीवास्तव


[photo:web world]

દિવાળીના દૈવી દિવસના દીવડા !

દિવાળીના દૈવી દિવસના દીવડા !
દેવળે દેવળે દેવતા દેખાય છે તેમ,
પ્રત્યેક ઘરમાં અને ઘરના પ્રાંગણમાં એમનો પ્રકાશ છે.
દિવાળીના દૈવી દિવસના દીવડા !


માનવની મહેલાતો મધુમયી અને પ્રભાભરી છે એ સાચું,
પરંતુ માનવના મનમાં પ્રકાશનાં પાવન કિરણ ક્યાં પડેલા છે ?
એના પ્રાણમાં પ્રજ્ઞાના પરમ પ્રદીપનો પ્રકાશ,
પ્રેમ, પ્રશાંતિનો પુલકિત પ્રકાશ, ક્યાં પથરાયો છે ?
એના અંતરના, અસ્તિત્વના, અણુએ અણુમાં અંધારું છે.
પીડા છે, વેદના છે, વિષાદ છે, ચિંતા છે, અવ્યવસ્થા, અશાંતિ, બેચેની છે.
એનો અંત ના આવે ત્યાં સુધી પ્રકાશ ક્યાંથી પ્રકટે,
પ્રસન્નતા કેવી રીતે આવે, અને એનાં કિરણ પણ આત્માને ક્યાંથી અડકે ?


પ્રાસાદ પર જ નહિ, પ્રત્યેક પ્રાણમાં ને પ્રકૃતિમાં, પૃથ્વી પર,
પ્રકાશને પ્રજ્વલિત કરનાર પ્રદીપ કરી દો,
મને એવો પ્રાણવાન પ્રદીપ કરી દો,
અને એવી રીતે દુનિયાને અને એમાં વસતાં દિલને કાયમની દિવાળી ધરી દો,
હે જ્યોતિર્મય !
જડતા હરીને જગતમાં નવું જીવન ભરી દો !
– શ્રી યોગેશ્વરજી


દીવાળી ની હાર્દિક શુભેચ્છા !!