અણમોલ રત્ન

આપણે જાણીએ છે કે 

દુનિયાનાં સૌથી વધારે કીંમતી રત્નો કયા છે

બહુ જુની પણ વાસ્તવિક ઘટનાં છે,

મહર્ષિ કપિલ રોજ ગંગા નદીમાં નહાવા માટે જતાં હતાં.

જે રસ્તાથી તે જતાં હતાં ત્યાં જ એક વૃદ્ધ મહિલાનું ઘર હતું.

તે વૃદ્ધ મહિલા બ્રાહ્મણી કાં તો રેંટિયો કાંતતી જોવા મળતી

કાં તો ઇશ્વરનાં ધ્યાનમાં ડુબેલી જોવા મળતી.

આ વૃદ્ધ મહિલાને જોઇને કપિલને એક દિવસ તેનાં પર દયા આવી ગઇ.

મહર્ષિ વૃદ્ધા પાસે પહોંચ્યો અને બોલ્યો કે

– બહેન, હું આ આશ્રમનો કુલપતિ છુ.

મારા ઘણાં શિષ્ય રાજા અને તેનાં પરિવારથી છે.

જો તમે હા કહો તો હું રાજાને કહી તમને આર્થિક મદદ કરું.

વિધવાં બ્રાહ્ણણીએ મહર્ષિનો આભાર માન્યો અને બોલ્યાં કે

– દેવ, તમારો આભાર.

પણ તમે મને ઓળખવામાં થાપ ખાધી છે.

હું નાં તો ગરીબ છું નાં તો દરિદ્ર અને નિરાધાર પણ નથી.

મારી પાસે એવાં ૫ અમુલ્ય રત્નો છે

જેનાં બળ પર હું રાજાઓથી પણ વધીને વૈભવ-વિલાસ ભોગવી શકુ છુ.

કપિલ મુનિએ બહુ આશ્ચર્યથી પુછ્યું કે

– બહેન ક્યાં છે આ પાંચ રત્નો,

શું હું પણ તેને જોવાનો લ્હાવો લઇ શકું.

બ્રાહ્મણીએ કપિલ મુનિને બહુ આદર સાથે આસન પર બેસાડ્યા….

આટલી જ વારમાં પાંચ સુંદર,સ્વસ્થ,વિન્રમ છોકરાંઓ ઘરમાં આવ્યાં.

પહેલાં માને પ્રણામ કર્યા

અને

કપિલ મુનિને ઓળખી સાષ્ટાંગ પ્રણામ કર્યાં.

અત્યંત સાધારણ કપડાંમાં પણ તે સદગુણોનાં તેજનાં કારણે

રાજકુમારોથી પણ સુંદર લાગી રહ્યાં હતાં.

મહર્ષિને બ્રાહ્મણીને પ્રણામ કરતાં કહ્યું કે

– તમે સાચું જ કહ્યું હતું કે તમારી પાસે અમુલ્ય રત્નો છે,

જેને ઘરમાં આવાં ગુણવાન સંતાનો

ત્યાં દરિદ્રતા અને નિરાધારતાં કેવી રીતે હોઇ શકે.

જીવનના આ જ સદગુણો સાચા અને અણમોલ રત્નો છે.

જીવન

જીવન એક પડકાર છે ઝીલી લો

જીવન એક કરુણતા છે સ્વીકારી લો

જીવન એક તક છે ઝડપી લો

જીવન એક સંઘર્ષ છે સામનો કરો

જીવન એક મંજિલ છે પ્રાપ્ત કરો

જીવન એક ગમગીની છે જીતી લો

જીવન એક સાહસ છે ઝંપલાવો

જીવન એક જોમ છે અનુભવો

જીવન એક કોયડો છે તેને ઉકેલો

-અજ્ઞાત

સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.

પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.

બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.

તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.


– કૃષ્ણ દવે

દીપજ્યોતિ: પરબ્રહ્મદીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું.
તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે.
તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે.

પગલા પાડો વલ્લ્ભ પ્રભુજીપગલા પાડો વલ્લ્ભ પ્રભુજી
આજ અમારા આંગણ મા
છમછમ કરતા શ્રી ક્રુષ્ણ ગિરધર
આજ અમારા આંગણ મા
ગીતો મા છે અરજી અમારિ
સાદ સાંભળો ક્રિષ્ણ મોરારિ
ધન્ય કરિ દો ક્ષણો અમારિ
આજ તો આવો આંગણ મા
ક્રુપા કરો હે કરુણાકારિ


[Photo:Web World.આભાર]

જીવન સ્વંય ઉર્જા

તમે માની લીધેલા વિચારો દ્વારા તમે ઋણાત્મક પણ બની શકો છો ,

તમે સુંદર વિચારો દ્વારા રચનાત્મક પણ બની શકો છો .

તમે પ્રકાશ દ્વારા અંધકાર પણ દુર કરી શકો છો ,

તમે સ્વયં ઉર્જા દ્વારા શીતળતા દૂર કરી શકો છો .

તેથી હંમેશા સારુ વિચારો ખરાબ આપમેળે દૂર થઇ જશે .

-એલ્બર્ટ હબ્બાર્ડ

શુભ સવાર મિત્રો


જીવન તો એક પ્રવાસ છે ….,
ઓછા સમય માં જીવવાનો પ્રયાસ છે ….,
લેવા જેવી ચીજ હોય તો પ્રેમ ની મીઠાશ છે …..,
અને ……
મૂકવા જેવી ચીજ હોય તો મન ની કડવાશ છે …
–અજ્ઞાત

શુભ દેવ દિવાળી .. ભગવાન શ્રી નરસિંહજી નો વરઘોડો …


આજે દેવ દિવાળી .. ભગવાન શ્રી નરસિંહજી નો વરઘોડો …
વ્હાલા મિત્રો ને દિવ દિવાળી ની વધાઈ ઓ
શુભ દેવ દિવાળી
દેવો ની દિવાળી એટલે ઉત્સાહ અને ઉમંગ ચારે બાજુ હોય જ
વડોદરાનો વરધોડો ભવ્ય હોય છે
બેન્ડ સાથે વરધોડો નીકળે છે
અને ખુબ જ સરસ સ્તુતિ ઓ થી વાતાવરણ ગુંજી ઉઠે છે
અહિ ખાસ વાત એ છે કે
બધા નાના ભુલકા ઓ દેવી દેવતા ઓ નો પહેરવેશ
પહેરી સજ્જ થઈ આવતા હોય છે
અને
ખાસ તો હનુમાન દાદા નો પહેરવેશ
અને આખા શરિર પર સિંદુર લગાવી એક બાળક ને
તૈયાર કરવામા આવે છે
આ ઐતિહાસિક વરધોડો નરસિહ જી ની પોળ થી શરુ થઈ
ને એમ.જી.રોડ,
અને ત્યાથી તુલસી વાડી પહોચશે મોડી રાત્રે
નરસિહજી ભગવાન નુ મંદિર સૈકાઓ જુનુ છે .
અને દર વર્ષે પરંપરાગત રિતે વરધોડો નીકળે છે
આખુ વડોદરા ઉમટી પડે છે
ભક્તો તો જાનૈયા બની ને આશીર્વાદ લેવા
અને દર્શન કરવા માટે ઉત્સાહી જ હોય છે
ધન્ય થઈ ગઈ શ્રી નરસિહજી ભગવાનના દર્શન કરિ ને
ફરી ફરી થી સર્વે ને દિવ દિવાળી ની શુભ કામના ઓ
શ્રીજી નો સાથ કાયમ રહે
અને
એમના જ ચીંધેલા માર્ગે પ્રત્યેક ક્ષણ જીવાય….એ જ પ્રાર્થના….!

તમારો દિવસ આનંદિત રહે મિત્રોસારા માણસની મૈત્રી “ઉત્તમ ગ્રંથ” ની સુંદરતા જેવી છે.

જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ,

તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે.

– કોન્ફ્યુશિયસ

શુભ દિવસ મિત્રો


મિત્રો સફેદ રંગ જેવા હોય છે

સફેદ રંગ ને કોઈ પણ રંગ સાથે મિક્ષ કરવા થી

નવો રંગ બનાવી શકાય છે.

પણ દુનિયા ના બધા રંગ મિક્ષ કરવા થી

સફેદ રંગ બનતો નથી.

ચા ની સાથે શુભ સવાર મિત્રો

એક પંક્તિ પ્રચલીત છે ને કે

પહેલી ધુંટે થાક બધો છુ

અને

બીજી ધુંટે હળવાશ અને હું

તો આવી જ ચા સાથે શુભ સવાર

આનંદની કીકીયારી થી ઘુઘવાતુ ઝરણુ હું


આમજુઓ તો
આનંદની કીકીયારી થી ઘુઘવાતુ ઝરણુ હું
તળાવના પડ્યા પાણી સમ શાંત પણ હું
સૂર્યના પહેલા કીરણ સાથે
નવું જોશ ભરતુ સવાર હું
થાકીને રાત્રીની ચિર શાંતિમા
પોઢવા આતુર સાંજ હું
જીંદગીના હરેક ઉતાર-ચઢાવ સામે
લડનાર વીર હું
પોતાનાજ સ્વજનો સામે
હારી ખુદને ખોઇ બેઠનાર હું
સાચી મિત્રતાની શોધમાં નીકળેલ પ્રવાસી હું
તમારી મિત્રતા પામી
ધન્યતા અનુભવનાર હું
-અજ્ઞાત

તિમિર પથરાય ત્યારે..તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.


મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.


વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.


ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.


ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.


સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરીશરીર પરમાત્મા નું મંદિર છે, તેમાં રહેલો પરમાત્મા છે.
” હું ” શબ્દ શું છે?
” હું ” એ શરીરમાં રહેલો પરમાત્મા છે.
પરમતત્વ માંથી વિકાસ પામેલી જ્યોતિ છે.
કેમ કે મારામાં
એ પરમતત્વ, આનંદ,પ્યાર, અને સુંદરતા સમાયેલી છે.
તેનો વિચાર કરશો તો સમાજ પડશે,
કે શાને માટે તેને અહીં મુકવામાં આવીયો છે.
ઉપરની સુંદરતા એ સુંદર છે.
પરંતુ અંતરની સુંદરતા એ વધારે સુંદર છે.
“નંદીની માં ”

પ્રસન્નતા

જેઓ અંતરાત્માને અનુકુળ કામની જ પસંદગી કરે છે

અને

એમાં પૂરા મનથી જોડાયેલા રહે છે

તેમની સાથે પ્રસન્નતા રહે છે.

દરરોજ કોઈ પણ એક જ્યુસ -તંદુરસ્તી માટે વરદાન સમાન છે


શિયાળો પુરબહાર ખીલવવાની બધા રાહ જોઈ રહ્યા છે(ક્યા ખોવાઈ ગયો છે ?)


અને શિયાળો એટલે શાકભાજી અને ફ્રુટ ની મોસમ.


શિયાળામાં લીલા શાકભાજી અને જ્યુસ પીવાથી આખુ વર્ષ ચૂસ્તી-સ્ફૂર્તિ રહી શકે છે


આપણી “મધર નેચર” શિયાળામાં આપણને તંદુરસ્ત બનાવવા ખુબ જ લાડ લડાવે છે જેથી આપણે આખા વર્ષ દરમિયાન તાજામાજા રહી ને સ્વાસ્થયી રહી ને આપણા કાર્યો કરિ શકીએ..


અહિયા હુ Reliable Source માથી જ્યુસ વિષે થોડુ ઉમેરુ છુ જે આપણને પ્રેરણા પુરી પાડે છે કે ફળો નુ સેવન ખુબ જ ફાયદાકારક છે:


તાજા ફળ અને લીલા શાકભાજીના રસમાં પ્રચુર માત્રામાં વિટામીન,ખનીઝ,એંજાઈમ અને પ્રાકૃતિક શર્કરા હોય છે.


શરીરની ઈમ્યુન સિસ્ટમ પણ સક્રિય બને છે જેના લીધે સ્વસ્થ તેમજ તાકાતવર બનાય છે.


બજારનુ Artificial Juice પીવુ એના કરતા આપણી જ ધરે બનાવેલુ તાજા ફળ અને શાકભાજી ના રસ પીવાનુ વધારે સારુ ગણાય છે


પણ આ બધા ફાયદા સાથે
થોડી તકેદારી પણ રાખવાની જરુર છે:


ફળોના રસને સ્ટીલના વાસણમાં રાખવાથી રસાયણિક પરિવર્તન થતાં હાનિકારક તત્વો ઉત્પન્ન થતાં રસને ઝેરીલું બનાવે છે. તેથી રસ નીકળે કે તરત જ પીવો ફાયદાકારક છે.


જ્યૂસ કાઢતાં પૂર્વે જ્યૂસરને બરાબર સાફ કરવું.


રસ કાઢ્યા બાદ તરત જ જ્યૂસર ધોઇ નાખવું.


ડબા બંધ જ્યૂસનું પ્રચલન પણ છે. જ્યૂસને લાંબો સમય તાજો રાખવા માટે તેમાં પ્રિર્ઝવેટિવ નાખવામાં આવે છે. અને જ્યૂસને ડબામાં પેક કરવાની પ્રક્રિયા દરમિયાન રસમાના પૌષ્ટિક તત્વો નાશ પામે છે.


ફળ તથા શાકમાં ‘કેરોટીન’ તત્વ વિટામિન એ ના રૂપમાં હોય છે. વૈજ્ઞાનિકોના અનુસાર કોઇ પણ ફળ કે શાકનો રસ જો થોડી વાર પડ્યો રહે તો કેરોટીન તત્વ હવાના સંપર્કમાં આવી પોષ્ટિક તત્વ ગુમાવી દે છે.
એવી જ રિતે ગાજરને કાપી થોડી વાર રાખી મૂકો તો તેનામાં રહેલું વિટામિન એ નાશ પામે છે.
અને
સંતરા, લીંબુ, મોસંબી વગેરેને છોલીને અથવા રસ કાઢીને ૨૦-૨૫ મિનિટ સુધી રાખવાથી વિટામીન સી નાશ પામે છે.


એટલે જેમ બને તેમ ફળો નો રસ તૈયાર થાય કે તરત પીવાનો આગ્રહ રાખો જેથી તમે કોઈ પોષક તત્વો ને ગુમાવી ના શકો


જ્યુસ કેવી રિતે પીવો ?


બપોરના ભોજન બાદ ફળ અને શાકનો રસ પીવાનું ફાયદાકારક છે.જ્યૂસ ધીરે ધીરે પીવો જોઇેએ. એનાથી મુખમાંની લાળ ગ્રંથિઓ અધિક સક્રિય થઇને અધિક લાળ બનાવે છે. રસની સાથે અધિક લાળ પેટમાં પહોંચી ફળની શર્કરાને પચાવવામાં મદદ કરે છે. જેથી જ્યૂસ ચલદી પચી જાય છે.


Exception:


કોઇ રોગથી પીડાતી વ્યક્તિએ ફળ-શાકના રસનું સેવન કરતા પહેલાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે. દરદીની આવશ્યકતા જોઇને જ સલાહ આપે તેટલું જ સેવન કરવું.


સવારના નાસ્તો કર્યા વગર ફળ અને શાકનું સેવન ન કરવું. ખાલી પેટ ફળ અને શાકના સેવનથી નુકસાન થાય છે. જ્યૂસની માત્રા મર્યાદિત હોય છે. તેમાં સિંધવ, મરીનો ભૂક્કો અને લીંબુનો રસ ભેળવી પીવાથી અધિક લાભ થાય છે. એક સ્વસ્થ વ્યક્તિને ૨૦૦ ગ્રામ જેટલો રસ પર્યાપ્ત છે.
[SOURCE:Gujarat Samachar]

વાંસલડી ડૉટ કૉમ
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?


ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?


ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.


એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
– કૃષ્ણ દવે


જય શ્રી કૃષ્ણ

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગેમેરુ તો ડગે પણ જેનાં મનડા ડગે નહી રે
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે
વિપત્તિ પડે પણ વણસે નહીં જે રે
સોઈ હરિજનનાં પ્રમાણ રે


ચિત્તની વૃતિ સદાય નિરમળ રાખે રે
કરે નહિ કોઈની આશ રે
દાન દેવે પણ રહે અજાસી
વચનોમા રાખે વિશ્વાસ રે


હરખ ને શોકની જેને આવે નહી હેડકી રે
આઠ પહોર આનંદ રે
નિત્ય રહે એ તો સત્સંગમાં ને
તોડે રે માયા કેરા ફંદ રે


તન મન ધન એ તો પ્રભુને રે અર્પે રે
તે નામ નિજારી નર ને નાર રે
એકાંતે બેસીને અલક ને આરાધે તો
પ્રભુજી પધારે એને દ્વાર રે


સંગત કરો તો તમે એવાની રે કરજો પાનબાઇ,
જે ભજનમાં રહે ભરપુર રે
ગંગા સતી માઈ એમ કરિ બોલિયાં રે
નેણો મા વરસે ઝાઝાં નૂર રે


મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે