રામ કહે…

Advertisements

ચરણો મા મુજને રાખો રે


ચરણો મા મુજને રાખો રે
ઝંઝાળો થી છોડાવો રે
ઓ શ્રીજીબાવા

દિન દુખી છુ
સ્વામી શરણાગત છુ તારો
નથી સાધન શક્તિ વાળો રે
ઓ શ્રીજીબાવા

જીવનની પથરાળી કાટાળી કેડીમા
તમે પ્રેમ પુષ્પ પથરાવો રે
ઓ શ્રીજીબાવા

વિનવુ છુ
બસ દર્શનની તમ આશ કરુ છુ
મને નિજ ચરણે બોલાવો રે
ઓ શ્રીજીબાવા

કરજોડી ને ભક્તો તમારા કરે વિનંતી
ભવ સાગર પાર ઉતારો રે
ઓ શ્રીજીબાવા


શમણે ઝાંખી પ્રભુ આપજેસૂતા આજ ની રાત નાથ સોપી દેવા તમારા પદે

સોંપુ છુ મન-ઇન્દ્રિયો શરણમા સ્વામી ! શરિરેય આ

કીંધા જાણ-અજાણ કર્મ દિનનાં માફી પ્રભુ આપજે

નિદ્રા મધ્ય ’પુનિત’ નાથ શમણે ઝાંખી પ્રભુ આપજે

શ્રી કૃષ્ણ શરણં મમ:

તારે આંગણિયેતારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી…

માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે –
આવકારો મીઠો…આપજે રે…જી…

કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…,
એને ધીરે ધીરે તું બોલવા દેજે રે –
આવકારો મીઠો…આપજે રે…જી…

વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે –
આવકારો મીઠો…આપજે રે…જી…

‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે –
આવકારો મીઠો…આપજે રે…જી…

-દુલા ભાયા ‘કાગ’

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

ધરતી એ લીલી ચુનર પર,
ધરી લીધાં છે સહેરા…

સૂરજ મનમાં મીઠું મલકે,
ઝૂલે વાયુ પાનની પલકે.

મધુકરના ગુંજારવ સામે,
ખુશ્બુ ભરતી પહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

મંદ પવનનું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું.

ભમરે ધારી શામની મૂરત
ફૂલ બની ગ્યા દહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
-ભાસ્કર ભટ્ટ

રહેજો સદાયે સાથ શ્રીનાથજી


રહેજો સદાયે સાથ શ્રીનાથજી
મુકશો ના સંગાથ

વ્હાલ થકી હુ વરી વલ્લભને
ના તરછોડો હાથ શ્રીનાથજી

સાવલી સુરત મોહની મુરત
મુરલી ધર ગીરિરાજ ધરણ હે
શ્યામ શ્યામ ધનશ્યામ
છે યમુનાજી નો સાથ

મોરપીંછ સોહે મસ્તક પર
ગલે વૈંજંતીમાલ
ને લટકંતી ચાલ
છે મહાપ્રભુજી સાથ

તારો સાથ જો હોય સદાયે
હોય ન ચિંતા કોઈ
તારો હાથ જો હોય આ માથે
દુનિયા રહેશે જોઈ
છે ઠાકુરજી નો સાથ

રહેજો સદાયે સાથ શ્રીનાથજી
મુકશો ના સંગાથ

વ્હાલ થકી હુ વરી વલ્લભને
ના તરછોડો હાથ શ્રીનાથજી


શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો


હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો
શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો

પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો

ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો

ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો

તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
કડે-ધડે તંદુરસ્તી નું ભાંથું બાંધી ગયો શિયાળો


– પ્રવિણ કે.શ્રીમાળી

સાત પગલા જીંદગીના
પગલા _ _ _ _ _ _ _(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે…..

(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.
મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ ન વિચારતા…
બીજા માટે કરી છુટવાની ખુશી છે.
કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

(૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે…
નાડીએ નાડીએ કર્મ તૂટશે..
પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…
ધર્મ-કર્મનો હિસાબ થશે…
સ્વર્ગ-નરકનો માર્ગ થશે….
પોતાનાનો પ્યાર છુટશે………
અને… સાત પગલા પુરા થશે…..માટે..
સાત પગલાની..
પાણી પહેલા પાળ બાંધો….

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.


(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!


(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે…
તે .. પોતે જ… ચાલાક છે…!
પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે
ત્યારે….
માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!


(૪) જો તમને…
પહેરવા કપડા, રહેવા ઘર અને..
બે ટાઇમ અન્ન મળતું હોય તો…
ઉપરવાળાનો આભાર માનજો..
તમારાથી બીજા કેટલા સુખી છે..
તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!


(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..
બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
મુખ્ય વાત તો એ જ છે કે..
તમારી ખોટ કેટલાને પડી?
તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

[સ્તોત્ર=ઇમેલ]

ઇશ્વર…ઓ ઇશ્વર, તારી કેવી કમાલ,દસ પીંછીમાં સમગ્ર સૃષ્ટિની ભાત.

એક પીંછીમાં શીતળતાનો અનુભવ, બીજી પીંછીમાં ગરમીની પહેચાન.

ત્રીજી પીંછીમાં વરસાદની હેલી, ચોથી પીંછીમાં સપ્તરંગી ભાત.

પાંચમી પીંછીમાં હરિયાળીનું સામ્રાજ્ય, છઢ્ઢી પીંછીમાં ફૂલોનો મહેકાટ.

સાતમી પીંછીમાં પક્ષીનો ક્લબલાટ, આઠમી પીંછીમાં નદીઓનો ઘેઘારવ.

નવમી પીંછીમાં ગીરિઓની હાર, દસમી પીંછીમાં સમગ્ર પ્રકૃતિ દ્રશ્ય.

-મેધા સોલંકી

શક્તિસંચયની સલોણી મોસમ શિયાળોઅનિયમિત હવામાનને કારણે ઋતુચક્ર બદલાઈ ગયું છે.
આખા વિશ્વમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.
આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓ છે. પણ આજકાલ ક્યારે કઈ મોસમ બદલાય તે કહેવું મુશ્કેલ છે.છતાં કુદરત થોડી પણ આપણા ઉપર મહેરબાન છે. થોડા વાતાવરણની બદલી સાથે પણ થોડી ઘણી ઋતુઓ જળવાઈ રહી છે.
ભારતમાં જ નહીં,ં વિશ્વમાં આમ બની રહ્યું છે.આ માટે અનેક કારણો જવાબદાર છે.
પહેલાંના વખતમાં ગાઢ જંગલો હતાં પણ આજે તો સર્વત્ર જંગલો કપાઈ રહ્યાં છે.
ઉપરાંત અનેક શહેરોમાં સિમેન્ટ ક્રોંક્રીટનાં ગગનચુંબી મકાનો બની રહ્યાં છે. એટલે આખું પર્યાવરણ ખોરવાઈ ગયું છે.આમ છતાં થોડે ઘણે અંશે પણ ઋતુઓ જળવાઈ રહી છે.
એ હિસાબે હાલમાં શિયાળાની મોસમ ચાલે છે
શિયાળો એટલે શક્તિસંચયની મોસમ.એમાં જે કોઈ પાક – વસાણાં, ચાટણ અને અવલેહ ખાઈ તે પચી જાય છે.
આ ઋતુમાં આમળાં પણ બજારમાં મળે છે. આમળાને આમલકી કહે છે. ધાત્રી કહે છે. વયસ્થાપક કહે છે. તે રસાયન છે, વાજીકરણ છે, શક્તિવર્ધક છે. ત્રણેય દોષો વાયુ, પિત્ત, અને કફનું શમન કરે છે. નવાં રસ, લોહી પેદા કરે છે. સપ્તધાતુ પૌષ્ટિક છે. આંખોને બળ આપે છે. આમળાં, ભૃંગરાજ, બ્રાહ્મી તેલ મગજને ઠંડક આપે છે. કેશને કાળા સુંવાળા અને રેશમી રાખે છે. લાંબા બનાવે છે.
આ મોસમમાં બાજરાનો રોટલો અને અડદની દાળ પણ પ્રચલિત છે.કુદરત શક્તિ તો આપણને જન્મથી જ આપે છે.
પણ આપણો ઉછેર, ખાનપાન કૃત્રિમ બન્યા છેમોટાં શહેરોમાં ફૂટપાથિયું ખાણું ખાઈને જીવન ગુજારતા માણસ તો ઔષધ અને વસાણાં માટે સાલમપાક, મેથીપાક, બદામપાક, કૌંચાપાક, અડદિયા વગેરે મીઠાઈઓની દુકાનેથી લાવે. આમાં માવો વધારે હોય, ખાંડ વધારે હોય, ઘી વધારે હોય, ઉપર બદામ, પિસ્તા, ચારોળીના ટુકડા છાંટેલા હોય, નામ પૂરતાં કેસર કે દેશી વસાણાંનું સંયોજન હોય.ચ્યવનપ્રાશ પણ શુગરપ્રાશ બને છે. ઘરે બનાવવામાં ફેર પડે છે.
આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષો સૌ કોઈ કરી શકે તેવા નિર્દોષ અને સરળ પ્રયોગોથી હાનિ થતી નથી.
વિવિધ સંસ્થાઓ જુદા જુદા પ્રકારના ચ્યવનપ્રાશ બનાવે છે.
ત્યારે લેનાર ગ્રાહક મૂંઝવણમાં પડી જાય છે.
આ સેવનના ઘણા લાભ છે.
એનાથી કાંતિ વધે છે.
ઓજ વધે. શકિત, સ્ફૂર્તિ અને ઉત્સાહ આવે.રસાયન ક્રિયાનો અર્થ ઓસડ સેવન જ નથી.
જેમ મોઢેથી ઔષધ લેવાય તેમ શરીરે તેલની માલિશ થાય.
ત્વચા દ્વારા તેલ પિવડાવાય તેલનું માલિશ બહુ ઉત્તમ છે.
આપણે ત્યાં તલનું તેલ, સરસવનું તેલ કોઈ પણ ચાલે.
એની વિધિસરની માલિશ એ રસાયન વિધિ છે.બળની રક્ષા કરો, બળની ઉપાસના કરો.
આવાં સૂત્રો પાયામાંથી આયુર્વેદ શીખવે છે તેનું મહત્ત્વ સમજવા જેવું છે.
-આરોગ્ય વિજ્ઞાન – ડૉ. મલ્લિકા ચં. ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં કન્સલ્ટન્ટ)
[Source=www.bombaysamachar.com,12/05/2011]

પક્ષીઓ ને પાણી આશીર્વાદ સમાન..

ચબુતરા…….આ શબ્દ તો આપણે દરેકે સાંભળેલો જ હોય અને આપણે ચબુતરા જોયેલા પણ હોય જ.પણ હવે ચબુતરા નામશેષ થઈ ગયા છે.

પહેલા ના જમાના મા દરેક ગલી ઓ કે ફળીયા ઓમા [હવે તો એપાર્ટમેન્ટ અને સોસાયટી થઈ ગઈ છે..] ચબુતરા હતા જે હાલ મા પણ અમુક વિસ્તાર મા આપણે જોઈ શકીએ છે જો નામશેષ ના થયા હોય તો.

આજે Migrate Bird વિષે post કરતા અનાયાસે જ મને વિચાર આવ્યો કે જો દરેક સ્થળે ચબુતરા હોય તો !

અમારી વાત કરુ તો અમે તો ચણ નાખતા હોઈ એ છે .વાડામાં આવેલ વૃક્ષ ઉપર પાણી માટેની વ્યવસ્થા પણ કરી છે.ચણ માટે કોઈ અલાયદી વ્યવસ્થા તો નથી કરિ પણ એક ટેબલ પર ચણ નાખતા હોઇએ છે [હવે એમને ક્યા ખબર છે કે મોધવારી ચાલે છે …]

સાચે ગરમી ના દિવસો મા તો આ ચણ અને ખાસ કરિ ને પાણી તો તેમને આશીર્વાદ સમુ લાગતુ હશે જેમકે તરસ્યા ને કોઈ પાણી પીવડાવે તો તેમને આશીર્વાદ સમુ લાગે.

પણ આ અબોલ પક્ષીઓનુ શુ ?

[photo=web world]

વાહ કુદરત…


સોહેલવા પક્ષી વિહાર પ્રદેશ

ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામા આવેલુ સોહેલવા પક્ષી વિહાર પ્રદેશ.


શિયાળો બેસતાંની સાથે જ હજારો માઈલ નુ અંતર કાપી ને
પક્ષીઓ અહિયા સ્થળાંતર કરે છે


દરેક ને અચરજ પમાડે એવી વાત છે કે વર્ષ ના અમુક નિયત સમયે પક્ષીઓ ચોક્ક્સ સ્થળે અને એક જ પથ પર થી પાર થઈ ને કેવી રિતે આવે છે ??


અને આ પ્રશ્ન ઉદભવે એ સ્વાભાવિક છે!!


એક થિયરી મુજબ….આ પક્ષીઓના શરીરમાં કુદરતી રીતે જ હોકાયંત્ર જેવી રચના કુદરતી રીતે જ બક્ષીસ મળી હોય છે. આ પંખીઓમાં જે વયસ્ક પક્ષી હોય છેતેમના મગજમાં તેમના પ્રવાસ માર્ગનો નકશો કંડારાઈ જાય છે. બાદમાં નાના પંખીઓ વયસ્ક પંખીઓની પાછળ આ લાંબી મુસાફરી ખેડે છે.


આ નિર્દોષ પક્ષીઓના ગુંજનથી વન સૂરિલું બની જાય છે
આ ક્ષેત્રમાં 11 જળાશયમાં જળક્રિડા કરી રહેલાં રંગબેરંગી અને ખૂબસુરત પક્ષીઓ શરદઋતુ બેસતાની સાથે જ અફઘાનિસ્તાન,સાયબેરિયા અને યુરોપીયન દેશો તેમજ એશિયાઈ દેશોમાંથી જમેલા બરફના કારણે આવે છે.


તો આ આકર્ષક વિદેશી મહેમાન પક્ષીઓના ફોટા નિહાળવા નો લ્હાવો લઈ લઈએ …
[photos:web world & source=Sandesh,૧૫/૧૧/૨૦૧૧]

સવાર સવાર મા મોહન ની મુરલી વાગે….


મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા

ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા
ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા
મન-મોહના
ક્રિષ્ણા મુરલીધરા..

મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા

કાન્હા ગોપાલા
કાન્હા ગોપાલા
મન-મોહના……..
ક્રિષ્ણા મુરલીધરા..
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા

ક્રિષ્ણા ગોપાલા
ક્રિષ્ણા ગોપાલા
મન-મોહના……..
ક્રિષ્ણા મુરલીધરા..
મોહના મુરલીધરા મોહના મુરલીધરા
મોહના મુરલીધરા મોહના મુરલીધરા

ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા
ક્રિષ્ણા ગોવિંદ ક્રિષ્ણા

ઠંડીની લહેર


શિયાળાની શીતળતામાં જ,મધુર મહેર મળી જાય
આજ અમારે આંગણે ભઇ,ઠંડીની લહેર આવી જાય


બારણું ખોલતા મહેંક આવે,જાણે પ્રસરી પ્રેમે જાય
બંધ આંખે લહેર લાવે,જે મનમાં શાંન્તિ દે અપાર
ઉજ્વળ જીવન લાગે આજે,જાણે સ્વર્ગ આવ્યું દ્વારે
દીલ જીત્યુછે પરમાત્માએ,નાકોઇથી જગતમાં હારે


શીતળ એવો વાયરો આ,જ્યાં પ્રેમનીપડે છે વર્ષા
હૈયામાંથી હેત વરસે એ, ના રોકી શકે કોઇ ઘરના
આનંદ આનંદ ચારે કોર,ને શીતળતાનો સહવાસ
નાઅપેક્ષા માનવીનીરહે,જ્યાં કુદરતલાવે સમતા


પ્રભુકૃપા ને પ્રેમજગમાં,સાચી માનવતાએ લેવાય
પ્રેમવરસે જ્યાં પરમાત્માનો,ના શબ્દોથી કહેવાય
લાગણીમાં માગણી રહી છે,જે દેહ ને વળગી આજ
લહેર મળતા ઠંડીની આજે,સૌ ભુલી ગયા ગઇ કાલ-પ્રદીપજી બ્રહ્મભટ્ટ

તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશ


તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશ
તુ જો થઇશ સુગંધી ફૂલ તો હું ગુલાબી અમન બનીશ
લઇ જઇશ હાથ ઝાલીને આખી દુનિયાની નજરા સામે
તુ જો થઇશ વરસતી વાદળી તો હું લહેરાતો પવન બનીશ
થઇશ જો તુ સાગરનું મોતી મારે મરજીવો બનવું પડશે<
ધરીશ ક્યારેય જો મૃગલીનુ રૂપ તો હું સુંદરવન બનીશ
બની શકે કે ન પામી શકે કોઇ તાગ તારો
તુ જો થઇશ અણીયાળો સવાલ તો હું જવાબ ગહન બનીશ

-વિશાલ મોણપરા