શક્તિસંચયની સલોણી મોસમ શિયાળોઅનિયમિત હવામાનને કારણે ઋતુચક્ર બદલાઈ ગયું છે.
આખા વિશ્વમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.
આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓ છે. પણ આજકાલ ક્યારે કઈ મોસમ બદલાય તે કહેવું મુશ્કેલ છે.છતાં કુદરત થોડી પણ આપણા ઉપર મહેરબાન છે. થોડા વાતાવરણની બદલી સાથે પણ થોડી ઘણી ઋતુઓ જળવાઈ રહી છે.
ભારતમાં જ નહીં,ં વિશ્વમાં આમ બની રહ્યું છે.આ માટે અનેક કારણો જવાબદાર છે.
પહેલાંના વખતમાં ગાઢ જંગલો હતાં પણ આજે તો સર્વત્ર જંગલો કપાઈ રહ્યાં છે.
ઉપરાંત અનેક શહેરોમાં સિમેન્ટ ક્રોંક્રીટનાં ગગનચુંબી મકાનો બની રહ્યાં છે. એટલે આખું પર્યાવરણ ખોરવાઈ ગયું છે.આમ છતાં થોડે ઘણે અંશે પણ ઋતુઓ જળવાઈ રહી છે.
એ હિસાબે હાલમાં શિયાળાની મોસમ ચાલે છે
શિયાળો એટલે શક્તિસંચયની મોસમ.એમાં જે કોઈ પાક – વસાણાં, ચાટણ અને અવલેહ ખાઈ તે પચી જાય છે.
આ ઋતુમાં આમળાં પણ બજારમાં મળે છે. આમળાને આમલકી કહે છે. ધાત્રી કહે છે. વયસ્થાપક કહે છે. તે રસાયન છે, વાજીકરણ છે, શક્તિવર્ધક છે. ત્રણેય દોષો વાયુ, પિત્ત, અને કફનું શમન કરે છે. નવાં રસ, લોહી પેદા કરે છે. સપ્તધાતુ પૌષ્ટિક છે. આંખોને બળ આપે છે. આમળાં, ભૃંગરાજ, બ્રાહ્મી તેલ મગજને ઠંડક આપે છે. કેશને કાળા સુંવાળા અને રેશમી રાખે છે. લાંબા બનાવે છે.
આ મોસમમાં બાજરાનો રોટલો અને અડદની દાળ પણ પ્રચલિત છે.કુદરત શક્તિ તો આપણને જન્મથી જ આપે છે.
પણ આપણો ઉછેર, ખાનપાન કૃત્રિમ બન્યા છેમોટાં શહેરોમાં ફૂટપાથિયું ખાણું ખાઈને જીવન ગુજારતા માણસ તો ઔષધ અને વસાણાં માટે સાલમપાક, મેથીપાક, બદામપાક, કૌંચાપાક, અડદિયા વગેરે મીઠાઈઓની દુકાનેથી લાવે. આમાં માવો વધારે હોય, ખાંડ વધારે હોય, ઘી વધારે હોય, ઉપર બદામ, પિસ્તા, ચારોળીના ટુકડા છાંટેલા હોય, નામ પૂરતાં કેસર કે દેશી વસાણાંનું સંયોજન હોય.ચ્યવનપ્રાશ પણ શુગરપ્રાશ બને છે. ઘરે બનાવવામાં ફેર પડે છે.
આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષો સૌ કોઈ કરી શકે તેવા નિર્દોષ અને સરળ પ્રયોગોથી હાનિ થતી નથી.
વિવિધ સંસ્થાઓ જુદા જુદા પ્રકારના ચ્યવનપ્રાશ બનાવે છે.
ત્યારે લેનાર ગ્રાહક મૂંઝવણમાં પડી જાય છે.
આ સેવનના ઘણા લાભ છે.
એનાથી કાંતિ વધે છે.
ઓજ વધે. શકિત, સ્ફૂર્તિ અને ઉત્સાહ આવે.રસાયન ક્રિયાનો અર્થ ઓસડ સેવન જ નથી.
જેમ મોઢેથી ઔષધ લેવાય તેમ શરીરે તેલની માલિશ થાય.
ત્વચા દ્વારા તેલ પિવડાવાય તેલનું માલિશ બહુ ઉત્તમ છે.
આપણે ત્યાં તલનું તેલ, સરસવનું તેલ કોઈ પણ ચાલે.
એની વિધિસરની માલિશ એ રસાયન વિધિ છે.બળની રક્ષા કરો, બળની ઉપાસના કરો.
આવાં સૂત્રો પાયામાંથી આયુર્વેદ શીખવે છે તેનું મહત્ત્વ સમજવા જેવું છે.
-આરોગ્ય વિજ્ઞાન – ડૉ. મલ્લિકા ચં. ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં કન્સલ્ટન્ટ)
[Source=www.bombaysamachar.com,12/05/2011]

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s