મંજીલ

પરીન્દો કો મંજિલ મિલેગી યકીનન

યે ફૈલે હુએ ઉનકે પર બોલતે હૈ

વો લોગ રહેતે હૈ ખામોશ અકસર

જમાને મે જિનકે હુનર બોલતે હૈ.


શિયાળામા રાબ-ધ બેસ્ટ !!

‘રાબ’ એક લિક્વીડ વસાણું છે.
રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે
તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.
શરીરમાં ગરમાવો પણ મળે છે
ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડી મા બનાવીએ
રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે:
રાબ બનાવવાની રિત:

1 ટી સ્પૂન સૂઠ
1 ટી સ્પૂન ગંઠોડા
50 ગ્રામ ગોળ
1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
1 ટેબલ સ્પૂન સ્પૂન ઘી
1 ગ્લાસ પાણી
સુકા ટોપરાનું છીણ
રીત
-લોટને ઘીમાં ધીમી આંચે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો
-એક તપેલીમાં પાણીની અંદર ગોળ મિક્સ કરી ઉકાળી લો
-લોટ શેકાઈ ગયા બાદ તેમાં સૂઠ અને ગંઠોડા ઉમેરો
-તેને વ્યવસ્થિત મિક્સ કરો બાદમાં તેમાં ગોળનું પાણી ઉમેરો
-આપ ઈચ્છો તો તેમાં ટોપરાનું છીણ કે ખસખસ પણ ઉમેરી શકો છો
[રિત-દિવ્ય ભાસ્કર,15/12/2011]

કિચન ટિપ્સ નં ૨


કોઇપણ ખોરાક ખાઓ પણ જેમાં મીઠું થોડું પણ ઓછું હોય કે થોડું પણ વધારે હોય
તો તે ખોરાક ના ગમે
અને
આ જ મીઠું કોઈપણ ખોરાકમાં પ્રમાણસર હોય ત્યારે જ ગમે
જો મીઠું ઓછુ પડ્યુ તો એનો ઇલાજ થઈ શકે પણ વધારે પડ્યુ તો ?!!

તો ચલો કોઇકવાર વધારે પડી ગયેલ મીઠાની વાત કરીએ…
-શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો માખણ કે દેશી ઘી મેળવી દો.
[સ્તોત્ર-દિવ્ય ભાસ્કર 19/08/2011]
-ગ્રેવીવાળા શાકમાં મીઠું વધારે પડી જાય તો બાફેલું બટાકું છૂંદી ભેળવી દો.
[સ્તોત્ર-ગુજરાત સમાચાર, 14 જુલાઇ 2010]

કિચન ટિપ્સ ન.૧

-લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા
લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો.

________

ગોળને જૂના માટલામાં ભરીને ઉપર
કપડું બાંધી રાખવાથી આખું વર્ષ ગોળ સારો રહે છે.

સ્તોત્ર-દિવ્ય ભાસ્કર, 12/01/2012

પંખી જેવી પાંખ મને જો નાની મળી જાયપંખી જેવી પાંખ મને જો નાની મળી જાય;
આનંદ કહો કેવો તો તો મારે હૈયે થાય ? … પંખી જેવી પાંખ.

અચરજ લાગે માનવ સૌને, મારે ઉત્સવ થાય,
મજા ઊડવાની ખૂબ પડે, ઊડું ઉર જ્યાં ચ્હાય….પંખી જેવી પાંખ.

નવા નવા દેશો દેખું, જ્યાં નવા વાયરા વાય;
જીવન આખું સેવામાં ને વહી સ્નેહમાં જાય. …પંખી જેવી પાંખ

તારા સાથે વાત કરું, ને ગગને રાખું પાય;
દૂર જઈને જોઉં કેવી દુનિયા આ દેખાય ? … પંખી જેવી પાંખ

ગીત સુણાવું સૌને મારાં, પ્રેમ બધે ફેલાય,
શાંતિતણી છોળો ઊડે, ને રંગ બધે રેલાય. … પંખી જેવી પાંખ

માનવના સૌ કલેશ શમાવું, ઠારૂં સૌની લ્હાય;
ભ્રાતૃભાવના સંદેશ દઉં, ટાળું ભેદ બધાય. …પંખી જેવી પાંખ


– શ્રી યોગેશ્વરજી

વસંત પંચમી


વસંત પચમી ના બસ થોડા જ દિવસો બાકી છે.

વસંતના આગમનની સાથે જ પ્રકૃતિમાં જાણે કે નવો પ્રાણ ફુંકાય છે.

દરેકના જીવનમાં દુખના નાના મોટા પ્રસંગો વણમાગ્યા આવે જ છે.

પાનખરને દુર કરતા વસંતોત્સવની ઉજવણી આપણને એજ સમજાવે છે !!

હિતેન આનંદ્પરા ની સુંદર રચના પ્રસ્તુત છે.

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

-હિતેન આનંદપરા

હેપી કિચન

કિચન એ દરેક સ્ત્રી માટે ખુબ જ મહત્વ ની જગ્યા છે,
તે સ્ત્રી પછી વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઈફ.

અહિયા હુ કિચન ટિપ્સ રજુ કરુ છુ.

જે વાંચીને અને તેનો ઉપયોગ કરિને કિચન ના

નાના મુંજવાતા પ્રશ્નોનો પલભર મા હલ મળી જાય.

તો જોઈએ કિચન ટિપ્સ જે આપણા કિચન ને હેપી કિચન બનાવી દે છે !!

[નોધ : કિચન ટિપ્સ તેના સ્તોત્ર સાથે ]

શ્રીનાથજી નવરત્ન સ્તોત્ર


Chinta kapi na karya, niveditamabhihi kadapiti Bhagavanapi pushtistho, na karishyati loukikincha gatim ||1||
ચિન્તા કાપિ ન કાર્યા,નિવેદીતામ્બભી: કદાપિતી ભગવાનપી પોષ્ટિસ્થો નકરિશ્યતિ લોકિકિન્ચ ગતીમ !! ૧ !!

One who has dedicated One’s self to God should not have any Anxiety about Anything at Anytime.
God, the Embodiment of Pushti (grace), will not condemn One to this-Worldly Existence.

Nivadana tu smartayam, sarvatha tadrashairganaihi Sarveswarashcha sarvatama, nijachataha karishyati ||2||
નિવેદના તુ સ્મર્તયમ, સર્વથા તાદ્રશેર્જનેહી સર્વેસ્વરસ્ચા સર્વાત્મા, નિજેછાત: કરિશ્યતિ !! ૨ !!

One should recall in All Ways the Dedication in the Company of Enlightened Men. God is Everyone’s Iswar as well as Everyone’s soul.
He will therefore do Everything according to His Own Wish.

Sarvesham prabhusambandho, na pratyakamiti sthitihi Atonya viniyogapi, chinta ka svasya sopichet ||3||
સર્વેશામ પ્રભુસમ્બન્ધો, ન પ્રત્યેકમીતી સ્થિતી: અતોન્ય વિનિયોગેપી, ચિન્તા કા સ્વસ્ય સોપિચેત !! ૩ !!

The Situation may be such that Every one (in the family) has established a Relationship not with God but Somewhere Else.
Even then, Why Worry?
Even if Your Own Relationship is established Elsewhere, Why Worry?

Agyanaathava gyanaate, krutematema nivedanam Yaihi Krshnasatkrutpranai, stesham ka paridevana ||4||
અગ્યાનથવા ગ્યાનાત, ક્રુતમાત્મ નિવેદનમ યૈહિ ક્રિષ્ણસાતક્રુતપ્રાનૈ, સ્તેસામ કા પરિવેદના
!! ૪ !!

Those who have merged their Souls into Krishna,
whether they have performed the act of self-dedication to God consciously or unconsciously, Why should they Worry?

Tatha nivedana chinta, tyaagya shripurushottamaa Viniyogapi sa tyagya, samartho hi harihi svataha ||5||
તથા નિવેદને ચિન્તા, ત્યાજ્યા શ્રીપુરુષોત્તમે વિનિયોતેપી સા ત્યાજ્યા
સમર્થો હી હરિ: સ્વથ !! ૫ !!

In the Same way, do no Worry about whether Purushottam himself appropriates what We dedicate to Him.
Because, He is by Himself Quite Capable.

Loke svasthayam tatha vede, haristu na karishyati Pushtimargasthito yasmate, sakshinao bhavatakhilaha ||6||
લોકે સ્વાથ્યમ તથા વેદે, હરિસ્તુ ના કરિશ્યતિ પુષ્ટિમાર્ગસ્થિતો યસ્મત,
શાક્સિનો ભવતાખિલા: !! ૬ !!

God does not allow Ease to be being involved in Worldly and Vedic actions. Because, God is set on the Page of Grace. Be You all Witnesses.

Sevakrutirgururagnya, badhanam va harichhaya Attaha seva param chittam, vidhaya sthiyatam sukham ||7||
સેવાકૃતિરગુરુર્ગન્યા, બાધનામ વા હરિછ્યા અત: સેવા પરમ ચિત્તમ,
વિધાયા સ્થિયતામ સુખમ !! ૭ !!

The Guru’s Directive should prevail in performing Seva.
However, if Some Obstacle arises because of God’s Wish, then You should remain Happy by concentrating Your Mind in Seva.

Chittodvagam vidhayapi, hariryadhyat karishyati Tathaiva tasya lileti, matva chintam dhrutam tyajete ||8||
ચિત્તોધ્યેગમ વિધાયાપી, હરિરયધ્યત કરિશ્યતિ તથૈવ તસ્ય લિલેતી, મત્વા ચિન્તામ ધ્રુતમ ત્યજેત !! ૮ !!

Whatever God does even while creating Trepidation in Your Mind, is also His Lila (play) only.
So thinking, You should expel Anxieties with Utmost Swiftness.

Tasmaate sarvatemana nityam, Shri Krshnaha Sharanam maamaa Vadaadbhirevam satatam, sthayamityava mae matihi ||9||
તસ્માત સર્વાત્મના નિત્યમ, શ્રી કૃષ્ણ: શરણમ મમ:
વદદભીરેવમ સતતમ, સ્થેયમિત્યેવ મૈ મતિ: !! ૯ !!

So One should always go on Chanting loudly the Mantra “Shri Krishna Sharnam Mama” with the Bhav (attitude) of Sarvaatma.

આનંદો !! ગુજરાત સૂર્યઉર્જાની વૈશ્વિક રાજધાની .

અદાણી ગ્રૂપે દેશનો સૌથી મોટો ૪૦ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ
ગુજરાતના કચ્છ જિલ્લામાં કાયૉિન્વત કર્યો છે.
અદાણી આ પ્લાન્ટની ક્ષમતા વધારીને ૧૦૦ મેગાવોટ કરવા માગે છે.
આ પ્લાન્ટ દેશ નો જ નહિ પણ એશિયા નો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ છે.

હવે ગુજરાત સૂર્યઉર્જાની વૈશ્વિક રાજધાની બનવાનું છે.
વીજળીમાં વારંવાર િટ્રપિંગના બનાવોથી લોકોને તેમજ ખેડૂતોને
હાલાકી ભોગવવી પડે છે
તો પરિવાર સહિત ખેડુતો ને પણ સુર્ય ઉર્જાનો લાભ મળશે

બસ અહિથી જ સોલાર એનર્જી નો ઉપયોગ નથી રોકાતો
સુર્ય ઉર્જા નો ઉપયોગ એટલે અશ્મીજ્ન્ય બળતણ નો બચાવ
અને
બળતણ નો બચાવ એટલે પર્યાવરણ નો બચાવ
સૌર-ઉ૪જાનો ઉપયોગ કરવાથી,
વાતાવરણમાં અન્ય બળતણ વાપરવાથી જે પ્રદુષણ થતું હોય છે
તેનો પણ અટકાવ થાય છે.
૧૯૯૦ મા સોલાર એનર્જી વડે અમેરિકા મા એક વિમાને ૪૦૬૦ કિંમી નુ અંતર કાપ્યુ હતુ
અને
૨૦૧૦માં સૌર ઉર્જાનો ઉપયોગ કરી, સોલાર ઇમ્પલ્સ નામનાં વિમાને ૨૪ કલાક કરતાં વધારે સમય ઉડ્ડયન કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.
પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું સોલાર ઇમ્પલ્સનું ટાર્ગેટ ૨૦૧૩ છે.
પરંતુ… બધુ જ રાબેતા મુજબ અને સમુસુતરું પાર ઉતરશે તો,
સૌર ઉર્જા સંચાલિત વિશ્વની સૌથી વિશાળ બોટ ‘ટુરાનોર પ્લાનેટ સોલાર’
પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ સૌર-વાહન તરીકે ઇતિહાસમાં નામ નોંધાવશે.
‘ટુરાનોર’ ખરા અર્થમાં તેનું નામ સાર્થક કરશે

ઉર્જાનું અક્ષયપાત્ર એટલે કે સૂર્ય
તેનાં પ્રકાશ વડે આપણને એટલી ઉર્જા પુરી પાડે છે કે
જે ક્યારેય ખતમ થાય તેમ નથી.
ઉર્જાનાં સ્વચ્છ સ્રોત તરીકે સૌર ઉર્જા પ્રથમ સ્થાને આવે છે.