ચરણે રાખો શરણે રાખો
હે વલ્લભાધીશ વ્હાલા રે
શ્રીજી બાવાની સન્મુખ રાખો
યમુનાજી ના પ્યારા રે
સ્વરુપ સેવા બતાવી અમને
ચંપા રણ ના વાસી રે
મુખ મા લઈએ નામ શ્રીજીનુ
યમુના પાન કરાવોને
અષ્ટશ્રર જપ પળ પળ જપીએ
લઇ તુલસી ની માળ રે
ચારે ધામ શ્રીજી ચરણ મા
વ્રજવાસ મુજને દેજો રે
ચરણે રાખો શરણે રાખો
હે વલ્લભાધીશ વ્હાલા રે
જય શ્રી કૃષ્ણ
Advertisements