સમય મારો સાધજે વ્હાલા


સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા

અંત સમય મારો આવશે
જ્યારે નહિ રહે દેહ નુ ભાન

એવે સમયે મુખે તુલસી દેજો
દેજો યમુના પાન

કંઠ રુંધાશે અને નાડી ઓ તુટશે
તુટશે જીવન દોર
એવે સમય મારા અલબેલાજી
કરજો બંસરી શોર

શ્યામ સુંદર તારી ઝાંખી કરિને
ભક્તો છોડે પ્રાણ

સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા

પાંચ સંકલ્પો

યુવાશક્તિ એ જ રાષ્ટ્રશક્તિ
 
૧૨૫ કરોડની વસ્તી ધરાવતો, દુનિયાના સૌથી વધારે યુવાનો ધરાવતો ભારત
દેશ આજે ઘણી બાબતોમાં લાચાર છે. મજબુત નથી.
કારણ છે દેશની જનતાના વિચારો. 
ખાસ કરીને યુવાનોમાં દેશ માટે, સમાજ માટે કશુક કરી છુટવાની ઇચ્છાશ્ક્તિનો
અભાવ. 
આપણે આપણા પોતાના માટે જીવીએ છીએ,
પરંતુ ક્યારેય આપણા દેશ, સમાજ, જરૂરિયાતમંદ લોકો માટે જીવતા નથી. 
આપણે ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઇન ડે, રોઝ ડે ઉજવીયે છીયે
પરંતુ ક્યારેય પણ ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગષ્ટના કાર્યક્રમો ઉજવતા નથી. 
ભારતનો ચહેરો બદલવો હશે તો
પહેલા આપણે – આપણા વિચારો બદલવા પડશે. 
જીવનમાં નાના સંકલ્પો કરવા પડશે. 
(ઉદા.”પાણીનો બગાડ કરીશ નહી, રાષ્ટ્રની સંપતિને નુક્શાન પહોંચાડીશ નહી”) 
 
એક વ્યક્તિ આવા પાંચ સંકલ્પો બનાવે તથા તેનુ પાલન કરે તો …
૧૦૦ કરોડની વસ્તી દ્વારા ૫૦૦ કરોડ સંકલ્પોથી
આપણે ઘણું બધુ બદલાવી શકીશું. 
બધુ જ શક્ય છે. જરૂર છે માત્ર આપણી ઇચ્છાશક્તિની. 
 
યુવાશક્તિ કોઇપણ રાષ્ટ્રની વિકાસયાત્રાનું જરૂરી પરિબળ હોય છે. 
યુવાનોનો રાષ્ટ્ર માટે કશુંક કરી છુટવાનો અભિગમ સમાજમાં
ઘણાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે.
આપણે દરરોજ જેટલો પ્રયત્ન આપણા ઘરને
વધુ સુંદર, સ્વચ્છ બનાવવા માટે  કરીએ છીએ
તેટલો જ પ્રયત્ન આપણે આપણા રાષ્ટ્ર, સમાજ માટે કરવો જોઇએ. 
આપણો દેશ જ આપણું જન્મ સ્થાન, કર્મસ્થાન છે. 
દેશ માટે આફત સમાન દરેક પરિસ્થિતિને પહોંચી વળવા
આપણે ખભે ખભા મિલાવી ચાલવુ જોઇએ. 
 
આ દેશનાં યુવાનો તેમની મજબુત ઇચ્છાશક્તિ વડે ખભે ખભા મિલાવી દેશના
વિકાસમાં જોડાશે ત્યારે ભારતને વૈશ્વિક મહાસત્તા બનતા કોઇ રોકી શકશે નહિ.

* જાણે અજાણે રાષ્ટ્રની સંપતિને નુક્શાન ન પહોંચાડીએ.

* રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં સાથ ક્યારેય પણ ન આપીએ.

* સમાજનાં દુષણો જેવા કે દારૂ, જુગાર, મહિલાશોષણને પ્રોત્સાહન ન આપીએ.

* કુદરતી સંપતિઓનો વ્યય અટકાવીએ.

* મતદાન અચુક કરીએ. 

*  સમાજમાં જાગરૂક્તા ફેલાય તેવા ઉદાહરણ બેસાડીએ.

      “વંદેમાતરમ”     વિકાસ

[Source : http://www.AmreliOnline.com]

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી


શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
શ્રીનાથજી નુ વદન કમળ જોયુ

કોટિ કલ્પ નુ મેલુ થયુ મન
એક પલક મા ધોયુ
શ્રીનાથજી નુ વદન કમળ જોયુ

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી

મોર મુકુટ શ્રી સુંદીરવર નુ
નીરખી મનડુ મોહ્યુ

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી

શ્રીજી આવો તે રંગ


શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો
બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ
હુ તો વ્રજ મા ગઈ ને મારુ મન મોહ્યું
મારી જાગી પુરબ ની પ્રીત વિઠ્ઠલનાથ
મારે રહેવુ અહિયા ને મેળ તારો થયો
હવે કેમ કરી દાહડા જાય વિઠ્ઠલનાથ
રંગ છાટ્યો તો છાંટી હવે પુરો કરો
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ
તારુ મુખડુ જોઈ ને મારુ મન મોહ્યુ
મારા તુટે છે દિલડા ના તાર વિઠ્ઠલનાથ
દાસ વૈષ્ણવ નો આશરો તમારો
એને સર્વે સમર્પણ કિધા વિઠ્ઠલનાથ

લો સાંભળો એક વાર્તા કરું છું ..

લો સાંભળો એક વાર્તા કરું છું
થોડી સાચી થોડી ખોટી કરું છું

તમને ગમે તે રંગ પુરી લેજો
સફેદ કાગળ પર લીટા કરું છું

આરંભ મારો ને અંત તમારો
મધ્યનો રોમાંસ જાહેર કરું છું

તમારો અભિપ્રાય ગમશે મને
અંતે તો વાત તમારી કરું છું

એક વાર તો મેળે જવું “ઝાઝી”
વાત એ મનમેળની તો કરું છું

શ્રી ચિરાગ ઝા ,યુએસએ

અતિ સુંદર એક વાત !!

માણસના જીવનગાળા દરમ્યાન આવતા વિધ વિધ પ્રંસંગો સાથે ની વાતો

એટલે વાર્તાઓ !!

આવી વાર્તા ઓ મનોરંજનની સાથોસાથ જીવન જીવવાની શિખામણો આપી જાય છે.

‘જીવનનાં પ્રસંગો ઉપરથી કે બનેલા પ્રસંગને કાલ્પનિક રંગોથી રંગી વાર્તા રજુ

કરવામાં આવે છે.’

બાળક થી માંડી ને વડીલો અને યુવાનો નુ મનગમતો શોખ.

આ વાર્તાઓ દ્વારા સમાજનું સતત ઘડતર થતું રહ્યું છે.

બહુ પહેલા ના સમયે ઋષિ-મુનિઓના આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને

વાર્તાઓ કે પ્રેરક પ્રંસંગો કહિ ને જ્ઞાન આપતા.

હવે ટેક્નોલોજી ના અધ્યતન જમાનામા આનુ સ્થાન થોડા અંશે ઇન્ટરનેટે

લીધુ છે !

જેમાથી વાચકો ને ઇ-બુક અને વેબસાઈટ ના માધ્યમ થી મનગમતા

અને જાણીતા લેખકો અને સાહિત્યકારો નુ લેખન સહેલાઈ થી મળી શકે છે.

તો મિત્રો, આપણે પણ આ રસપ્રદ અને સાહસિક વાર્તાઓ ને માણીએ.

વ્યક્તિત્વ વિકાસ

વ્યક્તિત્વ વિકાસ   એટલે સામાન્ય બુદ્ધિનો વિકાસ.

ભગવાને માનવીને બુદ્ધિ આપી છે તેનો વિકાસ કરવો તેના હાથમા છે.

જેવી રિતે શરીરને સ્વસ્થ રાખવા માટે શક્તિમાન કરવા માટે

કસરત અને યોગ્ય વ્યાયામની જરૂર પડે છે,

તે રીતે મગજને તંદુરસ્ત રાખવા, ચપળતા, ખીલવવા માટે

વિચારશક્તિ વધારવા માટે

માનસિક કસરતોની જરૂર પડે છે.

જેટલું મગજને વધારે કસવામાં આવે છે તેટલી તેની શક્તિ વધે છે.

જે માનવીને વ્યાપારના, જીવનના કોયડાઓ ઉકેલવામાં,

તકલીફોમાં માર્ગ કાઢવા માટે મદદરૂપ બને છે.

કલ્પના કરવી પડે તેવું વાંચન કરવાથી પણ મગજને કસરત આપી શકાય છે.

એક વાર્તા વાંચતી વખતે વર્ણન ઉપરથી

માનવીને પાત્રો વિષે, સ્થળ વિષે કલ્પના કરવી પડે છે.

પરિણામે તેનું જેટલું વાંચન વધતું જાય તેટલી કલ્પનાશક્તિ વધતી જાય છે.

આ કલ્પના શક્તિ તેને સર્જનાત્મક વિચારો કરવામાં મદદરૂપ થાય છે.

આ જ વાર્તાને ટી.વી. ઉપર દર્શાવવામાં આવે તો

તેને કલ્પના કરવી પડતી નથી.

પરિણામે ટી.વી. દ્વારા કલ્પનાશક્તિનો વિકાસ ખૂબ ઓછો થાય છે.

કલ્પના શક્તિ વધવાને કારણે માનવી તેનું લખાણ પણ સુધારી શકે છે

અને વાંચનનો અનુભવ તેને લખાણમાં મદદરૂપ થાય છે.

ઉચ્ચ પ્રકારની ડીટેક્ટીવ સ્ટોરી વાંચવાથી

માનવી તેની તર્કશક્તિ વધારી શકે છે.

તર્કશક્તિ વધતા તેની સચોટ રીતે વાત રજૂ કરવાની શક્તિ વધે છે

અને જો તે વકીલાતના વ્યવસાયમાં હોય તો

દલીલો કરવામાં આ તર્કશક્તિ ખૂબ મદદરૂપ થાય છે.

તર્કશક્તિને કારણે તે પોતાની સલામતી વિષે પણ વિચારી શકે છે

અને અમુક તકલીફો આવતા તેનું નિરાકરણ તેના પાસે તૈયાર હોય છે.

હાસ્યરસિક લેખો વાંચવાથી

માનવી પોતાની હાસ્યવૃત્તિને વિકસાવી શક છે.

જાતજાતના બુદ્ધિજનક હાસ્ય પ્રસંગો વાંચવાથી યોગ્ય સમયે

તે હાસ્યરસિક વાતો કરી લોકોને આનંદ આપી શકે છે.

લોકોને હસાવીને આનંદમાં રાખતી વ્યક્તિને લોકો તુર્ત જ સ્વીકારી લે છે

અને આ રીતે તેના મિત્રગણ વધતા તેની આત્મશ્રદ્ધા પણ વધે છે.

વ્યક્તિએ એક જ વસ્તુ ઘ્યાનમાં રાખવી જોઈએ કે

બીજાને મુશ્કેલીમાં મૂકી, બીજાને નીચા પાડી,

બીજાની ખામી અથવા ખોડ ઉપર અથવા બીજાના ધર્મ

અથવા જાતિ ઉપર અને કટાક્ષમય હાસ્ય હોવું ના જોઈએ.

આવા નકારાત્મક હાસ્યથી દુશ્મનો વધે છે.

સમાજના પ્રવાહને લગતા ગંભીર પ્રકારના વાંચનથી

માનવી પોતાની વિચારશક્તિ વધારી શકે છે.

વાંચન બાદ તે લેખની સાર્થકતા અને સચોટતા વિશે વિચારતો થાય તો

તેને વાંચનમાંથી શું ગ્રહણ કરવું અને શું ગ્રહણ ન કરવું

તેની આવડત વિકસાવી શકે છે.

પ્રવાસને લગતા લેખો વાંચી, ટેલિવિઝન ઉપર ડીસ્કવરી,

નેશનલ જીયોગ્રાફી જેવી ચેનલો જોઈને

માનવી પોતાનું જ્ઞાન વધારી શકે છે

અને નજીવા ખર્ચમાં જગતમાં માનસિક રીતે ફરી શકે છે

અને જગતના અનુભવો મેળવી શકે છે.

વિજ્ઞાનને લગતા લેખો વાંચી ટેકનોલોજીનો તે સારી રીતે ઉપયોગ કરી શક છે.

સાધનો ખરીદતી વખતે જો તેની પાસે વૈજ્ઞાનિક સૂઝ હોય,

ટેકનોલોજીની જાણકારી હોય તો પસ્તાવો કરવો ના પડે

તે રીતે ખરીદી કરી શકે છે અને યોગ્ય સાધનો વસાવી શકે છે.

જ્યારે વ્યક્તિ પાસે સચોટ જ્ઞાન અને જાણકારી હોય

ત્યારે તે સેલ્સમેનની વાતોથી ભોળવાઈ જતો નથી

અને સેલ્સમેનને પડકાર આપી શકે છે.

પરિણામે સેલ્સમેન ગ્રાહકને છેતરી શકતો નથી.

છાપા-મેગેઝિનમાં આવતા કોયડાઓનો ઉકેલ શોધવાથી પણ

માનસિક વિકાસ કરી શકાય છે.

સુડુુુકુ, શબ્દ હરિફાઈ દ્વારા પણ મગજને કસરત આપી શકાય છે.

જો માનવી પાસે સગવડ હોય અને તે પ્રવાસ કરી શકતો હોય તો

તેને જુદા જુદા અનુભવો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

તાજમહાલ જ્યારે નજરોનજર જોઈ શકાય

ત્યારે તેની ભવ્યતાનો સચોટ ખ્યાલ આવે છે.

માનવીની અવલોકન શક્તિ વિકસે તો પણ તે ઘણું પ્રાપ્ત કરી શકે છે.

ઘણી શોધો અવલોકનના આધારે થઈ છે.

જેમ્સ વૉટને કીટલીનું ઢાંકણ વરાળથી ઉપર-નીચે થતું જોઈ

સ્ટીમ એન્જિનની શોધ કરી

લુઈ પાશ્ચરે મરઘાના બચ્ચામાં કોલેરાના જંતુ નાશ પામ્યા

તેના અવલોકન દ્વારા કોલેરાની રસી શોધી

માનવી જ્યારે પોતાની અવલોકન શક્તિ અને તર્કશક્તિન ભેગી કરે છે

ત્યારે અનેક ચમત્કારો સર્જી શકે છે

અને માનવ જીવનનો વિકાસ થાય છે.

– રોહિત પટેલ
[Source-Gujarat Samachar,13/07/2011]

એક બગીચો



એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
અંદર બહારના ભેદ ભૂલીને રંગનો ઊછળે પારાવાર

લીલા રંગના ઊડે ફુવારા
ગુલાબની એક આલમ
પાંદડીઓની વચ્ચે કેવાં
પતંગિયાં મુલાયમ
કબીર થઈને કાળ વણે છે રંગરંગના તારેતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

સફેદ રંગ તો મીરાં જેવો
નીલ રંગ તો શ્યામ
સૂરદાસની આંખની પાછળ
રંગનું ગોકુળ ગામ
રંગરંગમાં આંખ જુએ છે હરિવરનો અવતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

—પન્ના નાયક