– તુરાબ ‘ હમદમ ‘

મોતીઓની મારે મન કિંમત નથી ,

ફૂલ પર ઝાકળ હશે તો ચાલશે .

– તુરાબ ‘ હમદમ ‘ –

Advertisements

શાહજહાંનો મહેલ

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે ,
મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે .

– શેખાદમ આબુવાલા –

સુપ્રભાતમ


કદી ચિંતા કરી લઉં છું,કદી ચિંતન કરી લઉં છું,

જીવનમાં એમ જ જીવનનું હું સંશોધન કરી લઉં છું,

મથ્યો છું હું મથીને બસ હ્ર્દયમાં કથંન કરી લઉં છું,

વિસર્જન થાય જ્યાં પ્રેમનું ત્યાંફરી સર્જન કરી લઉં છું.

-અજ્ઞાતश्रीकृष्ण गोविन्द हरे मुरारे

श्रीकृष्ण गोविन्द हरे मुरारे

हे नाथ नारायण वासुदेवाय

अर्थात

हे आकर्षक तत्व मेरे प्रभो,

इन्द्रियों को वशीभूत करो,

दुःखों का हरण करो,

समस्त बुराईयों का बध करो,

मैं सेवक हूँ आप स्वामी,

मैं जीव हूं आप ब्रह्म, प्रभो !

मेरे प्राणों के आप रक्षक हैं ।

Sprout- અંકુરિત મગ

આપણે આગળ જોયુ કે અંકુરિત રોટલી કેવી રિતે બનાવાય છે.

આ પોસ્ટ મા Sprouted Reciepe-અંકુરિત મગ  જોઈશુ જેને સુપર ફુડ પણ કહે છે .

જે  ઓક્સિજન રિચ ફુડ છે  ન્યુટ્રિશન ડાયટ પણ કહેવાય છે.

તેમા ભરપુર પ્રમાણ મા ફાઇબર હોય છે.

 ડાઇજેસ્ટીવ સિસ્ટમ માટે ખુબ જ અસરકારક હોય છે અને તેમા મબલખ પ્રોટીન સ્તોત્ર પણ

રહેલો છે.

રિત:

૨ કપ અંકુરિત મગ

૧ સમારેલ ટામેટુ

૧ કપ સમારેલ કાકડી

૧ સ્લાઈસ ઓરેન્જ

૧ ટેબલસ્પુન સમારેલા ધાણા

હવે સલાડ ના ડ્રેશીંગ માટે જોઈ લઈએ..

૧ ટેસ્પુન લેમન જ્યુસ

૧ ટેસ્પુન ઓઇલ

૧/૨ ટીસ્પુન બ્લેક પેપર

૧ ટેસ્પુન યોગર્ટ

૧ ટીસ્પુન સુગર

૧ ટીસ્પુન સોલ્ટ

૧ ટેસ્પુન જીંજર જ્યુસ

સલાડ ના ડ્રેશીંગ ને મિક્સ કરી એમા તૈયાર થયેલ [બોઇલ કરેલ] Sprout ભેળવી દો .

આને આપણે લાઈટ લન્ચ મા પણ સર્વ કરિ શકાય છે.


By આપણુ ગુજરાત Posted in રસોઈ

રોટલી

રોટલી એ ગુજરાત ના મુખ્ય ભોજન મા એક મુખ્ય વાનગી છે.

જે શાક કે દાળ સાથે ખવાય છે.

રોટલી નો  લોટ બાંધતી વખતે બે ચમચી દૂધ,ઘી કે મલાઈ મેળવી દેવાથી

રોટલી એકદમ પાતળી  બને છે.

Making Chapatis - Step 4

 લોટ બંધાઈ ગયા પછી જો તેમા થોડુ તેલ ઉપર નાખી ને ફરી ગુંદ્દવામા આવે

તો ફુલ્કા રોટી ની લિજ્જ્ત બદલાઈ જાય છે.

ગૃહિણી રોટલી તો દરરોજે બનાવતી હોય છે.જે સ્વસ્થ્ય માટે પણ લાભદાયક

છે કારણકે  રોટ્લી એટલે કાર્બોહાઈડ્રેટ નો ભંડાર..

Kitchen Tips

Almonds: 

To remove the skin of almonds easily,

soak them in hot water

for 15-20 minutes.

Chili Powder: 

Keeping a small piece of hing

(asafoetida) in the same container

will store chili powder

for long time.

Chopping Board Cut-n-WashChopping Board with Knife

 • Chopping:

  Use a wooden board to chop.

  It will not blunt the knife.

  Don’t use a plastic board,

  small plastic pieces may go with

  the vegetables.

  Coconut: 

  Immerse coconut in water for 

  1/2 an hour to remove its hust.

  [Source=http://www.fatfreekitchen.com/tips.html]

માગું હું તે આપ, પ્રભુજી

માગું હું તે આપ, પ્રભુજી !માગું હું તે આપ.

ના માંગુ ધન વૈભવ જે મન દેખી મલકાય,

ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય 

એવું હૈયાનું બળ આપ,  પ્રભુજી ! … માગું

ઉંચા નીચા ભેદ ન જાણું , સૌને ચાહું સમાન

સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન

એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું

કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય

કાયા થાકે મન નવ  થાકે જીવતર ઉજળું થાય

એવું મનનું બળ તું આપ, પ્રભુજી ! … માગું

– ભરત સુચક

તમારો દિવસ મંગલમય રહે..

“દરેક દુખ કઈક શીખવી જાય છે.

દરેક પરિસ્થિતિ કઈક જણાવી જાય છે.

એક પ્રેમ જ છે કે તે શીખ્યા વિનાઆવડી જાય છે.

બાકી તો દુનિયા માં સમય બધું શીખવી જાય છે!”

-અજ્ઞાત

સતત એક તારું સ્મરણ આપજે.

ભલે તું મને ફક્ત રણ આપજે,

હું ચાલી શકું એ ચરણ આપજે.

ભલે હરઘડી મુંઝવણ આપજે,

મને કાળજું પણ કઠણ આપજે.

હું બોલું પછી હોઠ ખોલું પછી,

પ્રથમ તું મને આચરણ આપજે.

પરમ્ તત્વને હુંય પામી શકું,

મને એવી એકા’દ ક્ષણ આપજે.

કદાચિત્ ભૂલી જાઉં ખુદને હું ‘હમદમ’,

સતત એક તારું સ્મરણ આપજે.

-તુરાબ “હમદમ”

દીપજ્યોતિ:

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:

દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું. 

તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે. 

તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો

નાશ થાય છે.

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ

કેવી પવિત્રતા આપી…

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ

ણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી……

– રાજીવ ગોહિલ

પ્રાર્થના

 सर्वे भवन्तु सुखिनः

 सर्वे संति निरामयाः

सर्वे भद्राणी पश्यन्तु 

मा कश्चिददुःखमाप्नुयात 

અર્થાત…

આ વિશ્વમાં સર્વે પ્રાણીઓ સુખી થાઓ.

સર્વે પ્રાણીઓ રોગ રહિત થાઓ.

સર્વે કલ્યાણ અનુભવો.

કોઈ કદાપિ દુઃખ ન પામો.

જય શ્રી કૃષ્ણ

વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં

બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં

સદા જીતું છું એવું કઈ નથી, હારું છું પણ બહુધા

નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

-અજ્ઞાત

સુપ્રભાત

રંગની પીંછી વગર તસ્વીર બનાવી દીધી,

દિલમાં ઉતારી જિગરમાં વસાવી લીધી,

તમને પૂછવાનો સમય પણ ના રહ્યો અને

તમારી દોસ્તીમાં અમે દુનિયા વસાવી લીધી...

-અજ્ઞાત