હોળી આવી રે

વગડે મહોર્યા કેસુડા ના રંગ કે હોળી આવી રે

છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે

આવી વસંતની વણઝાર ઉછળે રંગોના ઉપહાર

આજ આવી કા’નાની યાદ આવો હેતે રમીએ રાસ કે હોળી આવી રે

ટહુકે કોયલ આંબા ડાળ વૃક્ષો ઝૂમે મંજરી સાથ

પુષ્પોએ ધરિયા રુપ રંગ નવોઢાના ઉરે છલકે ઉમંગ કે હોળી આવી રે

ખેતરે મલકે મોંઘા મોલ ફાગણે વાગે ફાગિયા ઢોલ

મનમાં ઝૂમે ખુશીનાં ગીત આજે ઝૂમે મનના મીત કે હોળી આવી રે

 

-શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

Advertisements