કહેજે રે સૌ ને જય શ્રી કૃષ્ણ કહેજે

કહેજે રે સૌ ને જય શ્રી કૃષ્ણ કહેજે
લેજે રે લહાવો ભક્તિ કેરો લેજે
જય શ્રી કૃષ્ણ કહેજે મુખે હરિ નામ લેજે

દેહ માનવ નો ફરી નહિ મળશે
ભાથું ભક્તિ નું ક્યારે તું ભરશે

ગુણલાં ગોવિંદ ના ગાજે ગવડાવ જે
શ્રી કૃષ્ણ શરણ મમ બોલજે બોલવજે
વહાલીડા નું નામ પ્રેમે ઝીલજે ઝીલાવજે

જોજે તારું જીવતર વહી જાય ના સંભાળજે
જય શ્રી કૃષ્ણ ઝીલ્યાં જેણે અંતર ના ભાવથી
હાંકે જીવન રથ શામળિયો સારથી <
ભક્ત તારે કહેવું હોઈ તે સઘળું એને કહેજે

-અજ્ઞાત

Advertisements