ડેક્કન ઓડીસી ની શાહી સફર

ડેક્કન ઓડીસી ની શાહી સફર

 તમને પેલેસ ઓફ વ્હીલ ની યાદ અપાવી દે તેવી જ છે .

[Photo Courtsey: deccan-odyssey-india.com]

આમ તો મહારાષ્ટ્ર ની સફર કરવા માટે ધણી બધી ટ્રેન મળી જશે

પણ આની વાત જ કાઈ ઓર છે !!

 

આરામ દાયક અને સકુનથી ભરપુર સફર.

મહારાષ્ટ્ર ના જોવાલાયક બધા સ્થળૉ આ કવર કરે છે .દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ થી આ ટ્રેન ઉપડે છે ..તો ત્યાંથી આ ટ્રેન રત્નાગીરી, સિંધુદુર્ગ, ગોવ , બેલગામ, કોલ્હાપુર, પુણે, નાસિક , ઓરંગાબદ, અજંતા-ઇલોરા, અને છેલ્લો મુકામ ફરી પાછી મુંબઈ.

Longe bar,the Indian Maharaja

 

આની સરખામણી સાઉથ આફ્રિકા ની બ્લુ ટ્રેન

અને યુરોપ ની ઓરિઅંટ એક્સપ્રેસ્ સાથે કરવામા આવે છે .

આ ટ્રેન ની ઇન્ટીરિયર, સ્વાદિષ્ટ ભોજન, અને આકર્ષક સાઇટસ 

સફર ને યાદગાર બનાવી દે છે.

૨૧ કોચ વાળી આ ટ્રેન મા ૧૨ યાત્રી કોચ હોય છે.

સાત દિવસ ની મહારાષ્ટ્ર ની આ ટ્રેન નો સફર બુધવારે મુંબઈ થી શરૂ થાય છે .

Advertisements

“સુંદર લેખ”


ઘણીવાર ઈન્ટરનેટ પર કે ઈ-મેઈલ દ્વારા

ખુબ સરસ લેખ મળી આવતાં હોય છે.

 મને મળેલાં આવા જ “સુંદર લેખ” ના સંકલિત અંશો  અહીં મુકી રહી છું..

આશા છે આપને પસંદ પડશે.

મને તો ખુબ જ ગમ્યો આ લેખ. તો પછી ગમતા નો ગુલાલ કેમ ના કરવો !!

પ્રદૂષણ અને વિટામીન – સી …???

વાયુનું પ્રદૂષણ , જે માનવી અથવા તો અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે.આની અસર ખુબ જ વિપરીત થાય છે . આ પ્રદુષણ ને આપણે ન્યુનતમ તો નથી કરી શક્તા પણ એની અસર ને થોડા પ્રમાણ મા  ઓછી જરુર કરી શકાય છે ..

તો આનંદો બ્લોગર મિત્રો … 

ન્યૂયોર્કઃ તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન સીથી ભરપૂર ડાઈટ લેવાથી હવાઈ પ્રદૂષણની નુકસાનકારક અસરને રોકી શકાય છે.

 વિટામીન સી વાયુ પ્રદૂષણની નકારાત્મક અસરનો નોંધપાત્ર રીતે ઘટાડી દે છે. 

સાથે સાથે ક્રોનીક ફેંફસાની બિમારીથી ગ્રસ્ત લોકોમાં હવાઈ પ્રદૂષણની અસરને ઓછી કરે છે.

 વિટામીન સીની હકારાત્મક અથવા તો રક્ષાત્મક અસર જોવા મળે છે. વિટામીન સી જેવા એન્ટી ઓક્સીડન્ટ નુકસાનકારક પરિબળો અને ઘટકોથી શરીરને રક્ષણ આપે છે. સાથે સાથે સેલને પણ નુકસાનથી બચાવે છે.

વધારે માહિતી માટે અહિ ક્લિક કરો..

[Source: http://www.swadeshnewspaper.com/index.php?option=com_content&view ]

ચલો એ તો સાબિત કર્યુ કે વાયુ પ્રદુષણ ની વિપરીત અસર ને કેવી રિતે રોકી શકાય .. વિટામીન સી … હવે આપણે એ જાણીએ કે વિટામીન સી આપણને શેમાથી પ્રચુર માત્રા મા મળી શકે …

– વિટામીન-સી ખાટા ફળ જેવા કે લીંબુ, સંતરા, આમળા, ટામેટા, મોસંબી, લીલા મરચાં વગેરેમાંથી ભરપુર માત્રામાં મળી રહે છે.

એક જાણીતી કહેવત છે ને કે હાથ કંગન કો આરસી ક્યા ? 

Literally means in English Idiom.. ”  Clear as Chalk & Cheese “

Just Follow whatever Research prove… એટલે જ તો હવે આના વિશે હજુ વિગતવાર વાતો કરવા કરતા .. આપણે એને અનુસરીયે તેમા જ શ્રેય છે !!

ઓ પાલનહારે..

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને

જગતના પાલનહાર માનવામાં આવે છે.

સાધારણ નજરથી આ અનોખુ દેવ સ્વરૂપ આશ્ચર્ય પમાડે એવું છે

કે કાળના સકંજામાં હોવા છતાં

દેવતા કોઈ પણ પ્રકારની બેચેની વગર સૂતા છે.

પરંતુ ભગવાનના આ રૂપમાં

માનવ જીવન સાથે જોડાયેલો એક ગર્ભિત સંદેશો છે-

વાસ્તવમાં, જિંદંગીની દરેક ક્ષણ

કર્તવ્ય અને જવાબદારીઓ સાથે જોડાયેલી છે.

તેમાં પારિવારિક,સામાજિક અને આર્થિક જવાબદારીઓ મુખ્ય હોય છે.

પરંતુ આ ફરજો પૂરી કરવાની સાથે

અનેક સમસ્યાઓ,ચિંતાઓ,અને દુઃખની હારમાળા પણ ચાલતી રહે છે,

જે કાળરૂપી નાગની માફક ભય,બેચેની અને ચિંતાઓને જન્મ આપે છે.

જેના લીધે ઘણા એવા સંજોગોમાં માણસ હિંમત હારી જાય છે.

ભગવાન વિષ્ણુનું શાંત સ્વરૂપ પણ એ જ કહે છે

કે એવા ખરાબ સમયમાં

સંયમ,ધીરજની સાથે મજબુત દિલ અને ઠંડો મગજ રાખીને

જીંદગીની તમામ મુશ્કિલો પર કાબૂ મેળવી શકાય છે.

ત્યારે વિપરીત સમય પણ તમારા અનુકૂળ થઈ જાશે.

આવા વ્યકતિ ખરા અર્થમાં પુરૂષાર્થી કહેવાશે.

આ રીતે વિપરીત સંજોગોમાં પણ શાંત,સ્થિર,નિર્ભય અને નિશ્ચિંત

રહેવાથી મન અને મસ્તિષ્કની સાથે આપણા ધર્મનું પાલન થઈ શકે છે .

[Source: http://religion.divyabhaskar.co.in/article/dharm-know-shantakaram-bhuijagashaynam- ]

અધિક માસ

હિન્દુ વર્ષમાં દર ત્રીજા વર્ષે આવતા પુરૂષોત્તમ માસને

અધિક માસ કે મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

જે રીતે નદીઓમાં ગંગા ઉત્તમ છે,

ફૂલોમાં કપાસનું ફૂલ ઉત્તમ છે,

પક્ષીઓમાં ગરુડ ઉત્તમ છે,

તેવી જ રિતે મહિનાઓમાં પુરુષોત્તમ માસ ઉત્તમ છે. 

આ માસ ના અધિષ્ઠા દેવ સ્વયં શ્રી પુરુષોત્તમ છે.

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને

જગતના પાલનહાર માનવામાં આવે છે. 

સપના મોકલજે

 

શુભ રાત્રી

નવલી રાત વિતાવવા સપના મોકલજે,

સપનામાં અવાજ સમા ટહુકા મોકલજે,

જુદા જુદા ચિત્રો દેખાડવા બંધ કરો હવે, 

રાતને એ તો નહોતુ કહ્યુ કેટલા મોકલજે,

કરજો એ મધુર મીલનની વાતો સ્વપ્ને,

ચાંદનીની સાટુ મનમીત ચંદ્રમા મોકલજે,

ઉંઘથી ન જાગી જવાય તે જોજે એ રાત !

પરોઢીયુ ન આવી શકે તે તાળા મોકલજે,

એ સપના પણ ન પડી જાય ઢીલા નીદરે,

તેને પણ રોજની માફક ઉજાગરા મોકલજે .

નીશીત જોશી

ગીતા સાર – અર્જુન સાંભળો રે

બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે

       તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે

આત્મા મરતો નથી અમર છે, એવું સમજે તે જ્ઞાની છે

       તે તો સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

સત્કર્મ ધર્મ કહેવાય, આચરતાં ચિત્ત શુદ્ધિ થાય

       તે તો કર્મ યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

સત્કર્મ સદા આચરીયે ફળ હરિને અર્પણ કરીએ

       તે તો બ્રહ્માર્પણ કહેવાય, અર્જુન સાંભળો રે

પોતે પોતાના ગુરુ બનીએ નારાયણનું ધ્યાન જ ધરીએ

       તે તો સંયમી કહેવાય, અર્જુન સાંભળો રે

વાસુદેવ સર્વ વ્યાપક છે હજારોમાં કોક જાણે છે

       તે તો વિજ્ઞાની કહેવાય, અર્જુન સાંભળો રે

આખા વિશ્વતણો ક્ષણ થાય, મારું ધામ અક્ષય કહેવાય

       અક્ષર ધામ તે કહેવાય, અર્જુન સાંભળો રે

સરજુ પાળુને સહારું માટે ભજન કરો તમે મારું

       તે તો રાજયોગ કહેવાય, અર્જુન સાંભળો રે

હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો

       આ છે વિભૂતીયોગ મારો, અર્જુન સાંભળો રે

અંતરની આખો ખોલો, મને સઘળે હવે તમે જોઈ લો

       તે તો વિશ્વરૂપ કહેવાય, અર્જુન સાંભળો રે

અનન્ય ચિંતન મારું કરશે તે તો મૃત્યુ સાગર તરશે

       એવું ભક્તિયોગ સમજાવે, અર્જુન સાંભળો રે

દેહ પ્રકૃતિને કહેવાય, જીવ મારો અંશ કહેવાય

       ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવાય, અર્જુન સાંભળો રે

જ્યારે ભેદભાવના જાયે, ત્યારે સમાનતા આવે,

       તે તો ત્રિગુણાતિત કહેવાય, અર્જુન સાંભળો રે

જગ વૃક્ષ તણું જે મૂળ છે, જડ ચેતનથી ઉત્તમ છે

       તે તો પુરુષોત્તમ કહેવાય, અર્જુન સાંભળો રે

સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય,

       તે તો દેવાસુર કહેવાય, અર્જુન સાંભળો રે

જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન

       તે તો શ્રદ્ધાત્રય કહેવાય, અર્જુન સાંભળો રે

સઘળા ધર્મો છોડી દોને, તમે મારે શરણે આવો ને

       મુક્ત સંન્યાસી થઈને, અર્જુન સાંભળો રે

ગીતામૃત પાન જે કરશે તેને જીવનમુક્તિ મળશે

       તેનો થાશે જય જયકાર, અર્જુન સાંભળો રે

કવિશ્રી – શ્રી શિવરામ

હમારી શાન ત્રિરંગા.

 સ્વતંત્રા દિવસ ની ઉજવણી આપણે એક આશા અને સકારત્મક્તા સાથે  ઉજવીએ છીએ .

આજ ના દિવસે ત્રિરંગા સિવાય કોઈ આદર્શ થીમ ના હોય શકે !!

Photo: Celebrate the sweetness of freedom this Independence Day by making a delicious dessert with a no calorie sweetener. Which dish are you going to prepare?

By આપણુ ગુજરાત Posted in UnCaterized

સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના ઓ

સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના ઓ

દરેક ભારતીયો ત્રિરંગાના રંગે રંગાઈ ગયા છે !!

તે શહીદો ને સત સત પ્રણામ જેના થકી આપણને આઝાદી મળી.

જય જવાન જય કિશાન

By આપણુ ગુજરાત Posted in UnCaterized

નંદઉત્સવ

જન્માષ્ટમી મા દરેક જન ભકિત રંગ થી રંગાઈ ગયા .

 રંગબેરંગી રોશનીની હારમાળા તથા ફૂલ-તોરાથી સજતા મંદિરો

ઠેર ઠેર કૃષ્ણલીલાનાં દ્રશ્યો

અને નંદધેર આનંદ ભયો જય કનૈયા લાલ કી થી ગુંજી ઊઠતા સમગ્ર વાતાવરણ જાણે એવુ લાગે  બ્રહ્નાનંદ રેલાયો હોય !!

જન્માષ્ટમી પછીના બીજા જ દિવસે આવતા નંદઉત્સવ ની ઉજવણી મા સામેલ થવુ પણ જીવનનો એક અમુલ્ય લ્હાવો છે .

યશોદા અને નંદજીના ઘરે પુત્રજન્મ થતાં આખું ગોકુળ તેમને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યું અને ધામધૂમપૂર્વક નંદોત્સવ ઉજવાયો. 

આજે પણ ભક્તો દ્વારા નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

 

ધન્ય ધન્ય નંદ યશોમતી , ધન્ય ધન્ય શ્રી ગોકુલ ગામ..!!

સાકર-માખણ સાથે ઝભલાં ને ટોપી,

શુકનમાં શ્રીફળ લઈને રે,

હાલો,હાલો ને નંદ ઘેર જઈએ રે….

નંદજી  ને ઘેર આજ આનંદ ભયો રે,

વધામણાં લઇને   જઈએ રે..હાલો.. હાલો…

આસોપાલવના તોરણ બંધાવીએ,

કુમકુમના સાથીયા પુરાવીએ રે..હાલો..હાલો..

લાલાના ભાલમાં તિલક સજાવીએ,

ફૂલડાની માળા પહેરાવીએ  રે..  હાલો..હાલો.

માખણ ને મીશ્રીનો ભોગ ધરાવીએ,

ઝભલા ને ટોપી પહેરાવીએ રે..  હાલો…હાલો.

સોના નુ પારનું ને રેશમ ની દોર છે,

લાલા ને પ્રેમથી ઝુલાવીએ રે. .હાલો…હાલો.

અબીલ ગુલાલની છોળો ઉડાડીએ,

હેતે હાલરડા ગવરાવીએ  રે .. હાલો…હાલો.

કંચન ની થાળી માં કપૂર મુકાવીએ,

લાલાની આરતી ઉતારીએ રે…હાલો…હાલો.

નાચી કુદીને રૂડો ઉત્સવ મનાવીએ,

વૈકુંઠ નુ સુખ ભૂલી જઈએ રે…હાલો…હાલો.

 

જય શ્રી કૃષ્ણ..

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં  રાખો અડખે-પડખે

તમે નીંદમાં કેવા લાગો  જોવા ને જીવ વલખે

રાત પછી તો રાતરાણી થઇ  મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું

આંખ ખોલીને જોશો ત્યારે  અમે જ નજરે પડશું

નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં  ઝળહળભર્યો દમામ….

સુરેશ દલાલ

આયે ક્રિષ્ણ-ક્ન્હાઈ વધાઈ હો વધાઈ

हे आनंद उमंग भयो जय हो नन्द लाल की
नन्द के आनंद भयो जय कनैया लाल की

हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की
नन्द के आनंद भयो जय कन्हैया लाल की

हे आनंद उमंग भयो जय हो नन्द लाल की
गोकुल के आनंद भयो जय कन्हैया लाल की

जय यशोदा लाल की जय हो नन्द लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

जय हो नन्द लाल की जय यशोदा लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

हे कोटि ब्रह्माण्ड के अधिपति लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

हे गौने चराने आये जय हो पशुपाल की
नन्द के आनंद भयो जय कन्हैया लाल की

आनंद से बोलो सब जय हो ब्रज लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

जय हो ब्रज लाल की पावन प्रतिपाल की
हे नन्द के आनंद भयो जय हो नन्द लाल कीजय श्री कृष्ण

 

 

 

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ

જન્માષ્ટમી ની શુભેચ્છાઓ સર્વે ને …

જન્માષ્ટમી હોય અને આ આપણુ પ્રિય ભજન કેમ ભુલાય..!!

કાન્હા નુ આબેહુબ વર્ણન .

નાચતો જાય અને નચાવતો જાય..

લોકો ને પ્રેરણા આપતો જાય..

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ

છોટો સો મેરો મદન ગોપાલ

આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ
બીચમેં મેરો મદન ગોપાલ ………..છોટી છોટી

કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ
શ્યામવરણ મેરો મદન ગોપાલ ……છોટી છોટી

ઘાસ ખાયે ગૈયા દૂધ પીયે ગ્વાલ
માખન ખાયે મેરો મદન ગોપાલ …છોટી છોટી

છોટી છોટી લકુટી છોટે છોટે હાથ
બંસી બજાવે મેરો મદન ગોપાલ…..છોટી છોટી

છોટી છોટી સખીયાઁ મધુબન બાગ
રાસ રચાયે મેરો મદન ગોપાલ ……છોટી છોટી