વહેલા વહેલા આવી જાજો , શ્રી ગોવર્ધન નાથજી.

નંદ્લાલ ને વધાવવા માટે ના બસ થોડા જ કલાકો બાકી રહ્યા છે ..!!

આપણે જનમાષ્ટમી ની કથા અને લીલા જાણીએ છે છતા તેને રટવા નો લ્હાવો લઇએ છે.

જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે.

એક જન્માષ્ટમીનો દિવસ અને બીજો દિવસ પારણાં  તરીકે ઉજવાય છે.

યશોદા અને નંદજીના ઘરે પુત્રજન્મ થતાં આખું ગોકુળ તેમને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યું અને ધામધૂમપૂર્વક નંદોત્સવ ઉજવાયો.

આજે પણ ભક્તો દ્વારા નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠે છે. 

હ્રદય કમળ  માં આવી બિરાજો , શ્રી ગોવર્ધન નાથજી ,

ખુલ્લો મન મંદિર  દરવાજો  , શ્રી ગોવર્ધન નાથજી .

સેવા અર્પું મોઘાં મુલ ની , લેજો સ્વીકારી વ્હાલથી ,

મન મૂકી ને કરશું વાતો , શ્રી ગોવર્ધન નાથજી .

બ્રહમ સંબંધી  થઇ ને  પ્રભુજી , પૂર્ણ લીધી શરણાગતિ ,

નાથ બની નિભાવો નાતો , શ્રી ગોવર્ધન નાથજી .

વૈષ્ણવ ના અંતર ની અરજી , સુણજો શ્રીજી ધ્યાન થી ,

વહેલા  વહેલા  આવી  જાજો , શ્રી ગોવર્ધન નાથજી.

Advertisements