નંદઉત્સવ

જન્માષ્ટમી મા દરેક જન ભકિત રંગ થી રંગાઈ ગયા .

 રંગબેરંગી રોશનીની હારમાળા તથા ફૂલ-તોરાથી સજતા મંદિરો

ઠેર ઠેર કૃષ્ણલીલાનાં દ્રશ્યો

અને નંદધેર આનંદ ભયો જય કનૈયા લાલ કી થી ગુંજી ઊઠતા સમગ્ર વાતાવરણ જાણે એવુ લાગે  બ્રહ્નાનંદ રેલાયો હોય !!

જન્માષ્ટમી પછીના બીજા જ દિવસે આવતા નંદઉત્સવ ની ઉજવણી મા સામેલ થવુ પણ જીવનનો એક અમુલ્ય લ્હાવો છે .

યશોદા અને નંદજીના ઘરે પુત્રજન્મ થતાં આખું ગોકુળ તેમને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યું અને ધામધૂમપૂર્વક નંદોત્સવ ઉજવાયો. 

આજે પણ ભક્તો દ્વારા નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

 

ધન્ય ધન્ય નંદ યશોમતી , ધન્ય ધન્ય શ્રી ગોકુલ ગામ..!!

સાકર-માખણ સાથે ઝભલાં ને ટોપી,

શુકનમાં શ્રીફળ લઈને રે,

હાલો,હાલો ને નંદ ઘેર જઈએ રે….

નંદજી  ને ઘેર આજ આનંદ ભયો રે,

વધામણાં લઇને   જઈએ રે..હાલો.. હાલો…

આસોપાલવના તોરણ બંધાવીએ,

કુમકુમના સાથીયા પુરાવીએ રે..હાલો..હાલો..

લાલાના ભાલમાં તિલક સજાવીએ,

ફૂલડાની માળા પહેરાવીએ  રે..  હાલો..હાલો.

માખણ ને મીશ્રીનો ભોગ ધરાવીએ,

ઝભલા ને ટોપી પહેરાવીએ રે..  હાલો…હાલો.

સોના નુ પારનું ને રેશમ ની દોર છે,

લાલા ને પ્રેમથી ઝુલાવીએ રે. .હાલો…હાલો.

અબીલ ગુલાલની છોળો ઉડાડીએ,

હેતે હાલરડા ગવરાવીએ  રે .. હાલો…હાલો.

કંચન ની થાળી માં કપૂર મુકાવીએ,

લાલાની આરતી ઉતારીએ રે…હાલો…હાલો.

નાચી કુદીને રૂડો ઉત્સવ મનાવીએ,

વૈકુંઠ નુ સુખ ભૂલી જઈએ રે…હાલો…હાલો.

 

Advertisements