નારી

કરતી ગૃહ સજાવટ, પ્રેમભાવથી નારી,

કરતી સંતાનોતણું પોષણ, પ્રેમભાવથી નારી,

કરતી ગૃહકાર્યો,  પ્રેમભાવથી નારી, 

કરતી કુળધર્મ સેવા,  પ્રેમભાવથી નારી. 

દેવજી ચૂડાસમા, રાજકોટ

માતા-પિતાની છત્રછાયામાં

હયાત માતા-પિતાની છત્રછાયામાં,

વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી,

ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આિશવૉદ આપનારને,

સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, 

છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે,

પ્રેમાળ હાથ  પછી તમારા પર કદી નહી ફરે

લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે,

પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…

માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,

અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…

સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,

પછી કીનારે છીપલા વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો,

પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…

પંચ ભૂતમાં ભળી ગયા પછી ,

આ દેહનાં અસ્થિને પધરાવીને શુ કરશો…

સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો,

હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…

માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે,

પછી સમનામ સત્ છે બોલીને શું કરશો…

પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્,

ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…

પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે,

પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…

 દિલિપ્ કુમાર શાહ

જીવનનું લક્ષ્ય

શરદની શીતળ સવારે એ મહાપુરુષની મુલાકાત થઈ ગઈ.

તેમના નાના શા આશ્રમની ફૂલવાડીમાં ફરતાં ફરતાં મેં તેમને પ્રશ્ન કર્યો:

‘તમારા જીવનનું લક્ષ્ય શું છે?’

પાસેના ફૂલને બતાવીને તેમણે કહ્યું: ‘

કેવું ખીલી ઊઠ્યું છે આ ફૂલ! કેવી છે તેની શોભા! ને કેવી સુમધુર છે તેની

સુવાસ!

જીવનને એવું જ સુમધુર ને સુવાસિત બનાવવાની મારી મહેચ્છા છે.

કહો કે કદીયે ના કરમાતા ફૂલ થવાની મારી અભિલાષા છે.

તે માટે આ ફૂલ જેમ ડાળી પર બેઠું છે, તેમ માની મંગલમય ગોદમાં બેસવું

જોઈશે, ને તેનાં પવિત્ર કિરણોથી પુલકિત થવું પડશે.

આ જ છે મારા જીવનનું લક્ષ્ય: ફૂલ થવું.

એની સિદ્ધિ થતાં બીજાને આપોઆપ સુવાસ મળી રહેશે.’

મને એ મહાપુરુષની ફિલસૂફી ગમી ગઈ.

– શ્રી યોગેશ્વરજી

આ જ મહેચ્છા સાથે શુભ રવિવાર મિત્રો.

તમારી દરેક મહેચ્છાઓ પુર્ણ થાય..

આપણું કર્તવ્ય

આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું.

જો આપણે પ્રસન્ન રહીશું તો

અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું.

–સ્ટિવેન્સન

મોદક/લાડુ

ચાલો મિત્રો, સહુ મળીને મોદકપ્રિય ભગવાન ગણેશદાદા ને

મોદક પ્રસાદ સ્વરુપે ધરાવી દઈએ..

આમ તો ભગવાન ભાવના ભુખ્યા હોય છે ..

પણ ગણેશચતુર્થી હોય અને મોદક/લાડુ ના હોય એવુ તો બને જ નહી !!

[photo :web world]

 ગણપતિ બાપ્પા મોરિયા

ગણેશ ચતુર્થી

 શિવ અને પાર્વતીના પુત્ર તથા દરેક શુભકામમાં

જેમનું પ્રથમ સ્થાન છે તેવા વિધ્નહર્તા,

દેવોના પ્રિય, વરદાન આપનારા, રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ .

આરતી

જય ગણેશ જય ગણેશ, જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા ||

લડુઅન કા ભોગ લગે, સંત કરેં સેવા |
જય ગણેશ જય ગણેશ, જય ગણેશ દેવા ||

એકદન્ત દયાવન્ત, ચાર ભુજાધારી |
મસ્તક સિન્દૂર સોહે, મૂસે કી સવારી ||

અંધન કો આંખ દેત, કોઢિયન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા ||

હાર ચઢ઼ૈ પુષ્પ ચઢ઼ૈ, ઔર ચઢ઼ૈ મેવા |
‘સૂરદાસ’ શરણ આયો, સુફલ કિજૈ સેવા ||

જય ગણેશ જય ગણેશ, જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા ||

મોરિયા રે બાપા મોરિયા રે…

 

ગણેશ ચતુર્થી એ દુંદાળા દેવ ગણપતિનો જન્મદિવસ છે.

તેમના જન્મ વિશે ઘણી કથાઓ પ્રચલિત છે.

ગણેશજી આપણાં આગણે પધાર્યા છે.

આ અવસરે ગણેશજીને ઊંડાણથી ઓળખીએ.

 ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત પહેલાં

ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે,

તેથી કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ

તેને  શ્રી ગણેશ કર્યા  એમ કહેવામાં આવે છે.

દરેક શુભ કાર્ય કે અનુષ્ઠાન કરતા પહેલાં

 ‘શ્રી ગણેશાય નમઃ’  મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે.

 દયા તથા કૃપાના મહાસાગર છે, તેથી તેઓ વિનાયક છે.

 ગણેશજી વિદ્યા-બુદ્ધિના અથાહ સાગર તથા વિધાતા છે.

ગણેશજી અને મહાભારત :

મહાભારત નામનું મહાકાવ્ય લખવાનો સમય આવ્યો

ત્યારે સવાલ એ ઊભો થયો કે

આટલી મહાન રચનાને કોણ લખી શકશે?

કારણ કે ભગવાન વેદવ્યાસની ગતિ બહુ ઝડપી હતી.

તેમને માત્ર ગણેશજી પર જ ભરોસો હતો,

પરંતુ ભગવાન ગણેશ પણ એક શરતે લખવા માટે રાજી થયા કે

તમારે બોલતાં-બોલતાં વચ્ચે અટકવાનું નહીં.

જો વચ્ચે ક્યાંય પણ રોકાયા તો આ મહાકાવ્ય ક્યારેય પૂરું થઈ શકશે નહીં.

ત્યારબાદ વેદવ્યાસજીએ પણ ચતુરાઈથી ગણેશજીને આગ્રહ કર્યો કે

તેઓ કંઈ પણ સમજ્યા વગર લખશે નહીં.

ગણેશજી લહિયા બન્યા અને વેદવ્યાસ બોલે તેમ

મહાભારતનું કાવ્ય લખવાનું શરૂ થયું.

વ્યાસજીને કોઈ મુશ્કેલી થાય ત્યારે તેઓ કોઈ ને કોઈ શ્લોક એવો બોલે કે

તેને સમજવામાં ગણેશજીને સમય લાગે

અને આ રીતે મહાભારતનું મહાકાવ્ય લખવાનું પૂર્ણ થયું.

ગણપતિ બાપા મોરિયા… મોરિયા રે બાપા મોરિયા રે…

કવર સ્ટોરી – પ્રશાંત પટેલ

[Source:http://www.sandesh.com/article.aspx?newsid=89445 ]

ભીગ લે બુંદો મે ..

સંગીત અને કુદરતનો સીઘો નાતો રહેલો છે.

વરસતા વરસાદ વચ્ચે રેઇન સોન્ગ્સ ની મજા જ કઈ ઓર છે .

ખુબ જ સુંદર ગીત જે કહે છે ભીગ લે બુંદો મે ..

 અહીયા વરસાદ વરસી રહ્યો છે 

તો આ ગીતમા ભીંજાઇ જઈએ  ….

 

વિઘ્નહર્તા ગણનાથ ગણેશ

માત પાર્વતી પિતા મહેશ  વિઘ્નહર્તા ગણનાથ ગણેશ

શુભ સુમંગલ સ્મરણ મીઠા  રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા

સૂરજ દેવ સમ તેજ પ્રભા   આનંદ હિતકારી દેવ સદા

નત મસ્તકે જોડી હાથ    પ્રથમ વંદીએ દેજો સાથ

સર્વ લોકે સર્વ કાળે   ફરકતી યશ ધ્વજા સદા તમારી

યુગો યુગોથી સંસાર સઘળો   ગાયે ગાથા તવ પ્રભાવી

દેજો શક્તિ એવી અમને   ઝીલવા સંસ્કાર આ કલમથી

સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા   સીંચવા ઉજ્જવળ ભાવી

રમેશ પટેલ(આકાશદીપ)

[http://nabhakashdeep.wordpress.com]

॥ श्री गणेशाय धीमहि ॥

ગણનાયકાય ગણદૈવતાય ગણાધ્યક્ષાય ધીમહિ
ગુણશરીરાય ગુણમન્દિતાય ગુણેશાનાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ
એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

ગાનચતુરાય ગાનપ્રાણાય ગાનાન્તરાત્મને
ગાનોત્સુખાય ગાનમત્તાય ગાનોત્સુખમનસે

ગુરુપુજીતાય ગુરુદૈવતાય ગુરુકુલસ્થાયીને
ગુરુવિક્રમાય ગુહ્યપ્રવરાય ગુરવે ગુણગુરવે

ગુરુદૈત્ય કલક્ષેત્રે ગુરુધર્મ સદારાખ્યાય
ગુરુપુત્ર પરીત્રાત્રે ગુરુ પાખંડ ખંડકાય

ગીતસારાય ગીતતત્વાય ગીતગોત્રાય ધીમહિ
ગુઢગુલ્ફાય ગંધમત્તાય ગોજયપ્રદાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ
{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

ગર્વરાજાય ગંધાય ગર્વગાન શ્રવણ પ્રણયીમે
ગાઢાનુરાગાય ગ્રંથાય ગીતાય ગ્રંથાર્થ તત્પરીમે

ગુણયે… ગુણવતે…ગણપતયે..

ગ્રંથ ગીતાય ગ્રંથગેયાય ગ્રંથાન્તરાત્મને
ગીતલીનાય ગીતાશ્રયાય ગીતવાદ્ય પટવે

તેજ ચરિતાય ગાય ગવરાય ગંધર્વપ્રીક્રુપે
ગાયકાધીન વીઘ્રહાય ગંગાજલ પ્રણયવતે

ગૌરી સ્તનમ ધનાય ગૌરી હ્રુદય નંદનાય
ગૌરભાનુ સુતાય ગૌરી ગણેશ્વરાય

ગૌરી પ્રણયાય ગૌરી પ્રવણાય ગૌર ભાવાય ધીમહિ
ગો સહસ્ત્રાય ગોવર્ધનાય ગોપ ગોપાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

ઇકો ફ્રેન્ડલી બાપા

 પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓમાં અનેક પ્રકારના

આમ્લ રસાયણો હોય છે.

POP માં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશ્યમ હોય છે.

જેને કારણે તે પાણીમાં અદ્રાવ્ય બને છે.

આવી લાખો મૂર્તિઓને પાણીમાં પધરાવવાથી જબરદસ્ત

પ્રદૂષણ ફેલાય છે.

ગણપતિને હજારોની સંખ્યામાં ચઢાવવામાં આવતા

પ્લાસ્ટિકના હાર પણ જૈવિક વિઘટન પામી શકતા નથી.

વળી થર્મોકોલના ડેકોરેશન એક પ્રકારનો સૂકો કચરો જ છે જે

દરિયામાં ઓગળતા નથી.

વધારામાં જે સિન્થેટિક વસ્ત્રો હોય છે તે પણ વિઘટન પામતા

નથી .

ગણપતિજીને રંગવા માટે જે રસાયણો વપરાય છે તેમાં

સીસું, પારો અને કેડિયમ હોય છે.

ગણપતિને પાણીમાં વહાવ્યા પછી આ રસાયણોનું એક ઝેરી

સ્તર પાણીની સપાટી પર આવી જાય છે.

આના લીધે પાણીમાં સૂર્યપ્રકાશ પ્રવેશી શકતો નથી અને

પાણીમાં ઓગળેલા પ્રાણવાયુની માત્રા ઘટે છે.

પ્રાણવાયુની માત્રા ઘટવાથી પાણીમાંના જીવોને તેની સીધી

અસર થાય છે.

મોટા પ્રમાણમાં માછલીઓનું મૃત્યુ થાય છે

આ બધું જોવા માટે બીજા દિવસે ત્યાં કોઈ હોતું નથી પરંતુ

મિડિઆ આ બાબતની રજૂઆત કરી પ્રજાને ચેતવે છે.

વિસર્જન દરમિયાન તાપી નદીમાં ૫૦,૦૦૦ ટન ઝેરી

તત્ત્વો ઠાલવનારા સૂરતીઓ તેમાંના એક છે.

મુંબઈમાં આ વર્ષે સોપારીને ગણપતિ તરીકે પૂજવામાં આવે

છે.

૫-૧૦ દિવસ પછી પાણીમાં ડૂબાડી કાઢી લેવામાં આવ્યા

આવતા વર્ષે ફરી એ જ શ્રદ્ધાથી એની પૂજા કરવામાં આવશે.

પર્યાવરણ પ્રત્યેની આ રીત ખરેખર હૃદયસ્પર્શી બની ગઈ

છે.

ઘણી વ્યક્તિઓએ એમ વિચાર્યું છે કે, POP ના ગણપતિને

૧૦ દિવસ પછી ડૂબાડી દેવાને બદલે તેના પર પાણીનો

છંટકાવ કરવો અને મૂર્તિને ‘રિસાઇકલ’ કરવા આપી દેવી.

આનંદની વાત એ છે કે ઘણા મોટા પ્રમાણમાં લોકોએ

પરંપરાને બાજુએ મૂકી પ્રાયોરીટીને સ્થાન આપ્યું છે.

ગણપતિ બાપા આ વર્ષે પર્યાવરણ પ્રેમીઓને આશીર્વાદ

આપી જાય અને

પર્યાવરણની ઉપેક્ષા આપણે ખૂબ કરી હજી પણ પાણીનું

‘રિસરક્યુલેશન’ આપણે કરતા નથી.

આવતી પેઢીને આપણે પાણી નહિ આપી શકીએ તો હાસ્ય તો

ક્યાંથી આપી શકવાના ?

ચાલો, આશા રાખીએ કે ઇકો ફ્રેન્ડલી બાપા નદીઓને

ધસમસતી કરી આપણને નવજીવન આપશે….!

[SOURCE : http://www.gujaratsamachar.com/beta/content/view/44279/ ]