મોર્નિંગ બ્રેકફાસ્ટ – મેઇન મીલ ઓફ ઘ ડે

સુપ્રભાત

મોર્નિંગ બ્રેકફાસ્ટ  જે  દિવસ નુ સૌથી અગત્ય નું  મીલ છે .

એટલે જ તો ગુજરાતી મા એક કહેવત છે કે નાસ્તો રાજા જેવો હોવો જોઈએ .

આખા દિવસના મૂડનો આઘાર તમારા બ્રેકફાસ્ટ પર રહેલો છે.

દાડમ, ફણગાવેલા કઠોળ, ટામેટા, કેપ્સીકમ સહિતની વસ્તુઓ નાખીને જો બ્રેકફાસ્ટ તૈયાર કરેલો હોય તોતે કલરફૂલ લાગે છે અને સાથે સાથે હેલ્ઘી પણ હોય છે.

ઉપમા, પૌઆ, ઈડલી, ઢોસા કે દાળના પૂડલા બનાવવાના હોય ત્યારે પણ હાઉસવાઈફ તેમાં વેજિટેબલ્સ પૂરતાં પ્રમાણમાં એડ કરે છે.

જો બ્રેકફાસ્ટ સારી રીતે કરેલો હશે તો દિવસે ભૂખ પણ નહી લાગે.

આપણા આખા દિવસના ભોજનના

એક તૃતીયાંશ ભાગ જેટલો બ્રેકફાસ્ટ લેવો જ જોઈએ.

[Source : http://www.gujaratsamachar.com/20120805/vishesh/gs_plus2.html ]

બીજો એક રિવ્યુ પણ હુ અહિ રજુ કરવા માગુ છુ મિત્રો .

કેટલાંક લોકો નાસ્તો નથી કરતા

પણ સવારે એક ગ્લાસ દૂઘ જરૂર પીતા હોય છે.

કેટલાંક લોકો માત્ર બ્રેડ બટર અને ટોસ્ટ જ લે છે.

પણ આની સાથે સવારના નાસ્તામા એવો ખોરાક લો જેથી તમે હેલ્થી રહો.

સ્મીતા શાહ કહે છે કે, બ્રેકફાસ્ટમાં એવો ખોરાક લેવો જોઇએ કે જેમાં શાકભાજીનો ઉપયોગ થતો હોય.

ઉપમા કે પૌઆ બનાવો તો તેમાં પણ વેજીટેબલ્સનું પ્રમાણ વઘુ રાખો.

કોબી, બટાટા, ટામેટા વગેરેનો ઉપયોગ યોગ્ય રહેશે.

ખાખરા સાથે બાફેલા મગ અથવા તો  ફણગાવીને બનાવેલા કઠોળ .

ત્રણ ચાર જાતના અનાજને મિક્સ કરીને બનાવેલા થેપલા

વગેરે લેવા હિતાવહ છે.

[Source : http://www.gujaratsamachar.com/20120823/vishesh/gs_plus5.html ]

Advertisements