હસ્તકલા મેળો

ગુજરાત એટલે રંગોનું રાજ્ય.

અને કચ્છને  કલા ની નગરી કહેવાય છે .

જોકે બરોડાને પણ કલાનગરી કહેવાય છે .

આ જ કલા નગરી મા કેટલાય હસ્તકલા ના મેળાઓ યોજાય છે .

 આ મેળામા ગુજરાતના દરેક પ્રાંત ના બનેલા કલાનો વારસો જોવા મળ્યો .

કોઇપણ જોઇને વાહ પોકારી જાય .

તો આમાની કેટલીક હસ્તકલાના ફોટા શેર કરુ છુ

જે મેળાના નથી પણ વેબ વલ્ડ પરથી લીધેલા છે …

પણ એવા જ જે મેળામા હતા …

લધુચિત્ર :

લધુચિત્ર જેને મીનીએચર પેઇન્ટિંગ પણ કહેવાય છે….જે સિલ્ક અથવા પેપર પર ઇન્ક કે ડાઇથી કરવામા આવે છે … જેની કૃતિઓ મહાભારત, રામાયણ, કે પછી મુગલ સામ્રાજ્ય નુ તાદશ વર્ણન કરે છે ..

[Photo : Web World ]

રોગન કલા :

રંગોની ઘાર વડે સર્જાતું ચિત્ર એટલે રોગન આર્ટ .

એક પ્રકારનું ચિત્રકામ જ છે.રોગન આર્ટમાં વપરાતા કલર દીવેલ માંથી બનાવવામાં આવે છે. એમાં પથ્થરના પ્રાકૃતિક રંગો મિક્સ કરવામાં આવે છે. આમ રોગન આર્ટ માટેના રંગો તૈયાર થાય છે.વોલ પીસ ઉપરાંત સાડી, બેગ, ફાઇલ ફોલ્ડર તથા તમામ ટ્રેડિશનલ વસ્તુઓમાં રોગન આર્ટ કરી શકાય છે.

 

પરંપરાગત વસ્ત્રો :

હસ્તકળાનો મેળો હોય અને પરંપરાગત વસ્ત્રો ના જોવા મળે એવુ બને જ નહી.  આ હસ્તકલાની બજારમાં પોતાની આગવી ઓળખ  છે અને નવરાત્રીમાં આની માંગ મોખરે હોય છે જે આપણે જાણીએ જ છે .આવા વર્કને કોડી,આભલા, ફુમતા,મોતી, ટિક્કી, સતારા થી સજાવવામા આવે છે. નવરાત્રીમા આ વર્કના ડ્રેસ એકસ્ટ્રાઓર્ડિનરી લાગે છે.

 

કલમકારી :

જેનુ નામ જ સુચવે છે .. કલમ એટલે કે પેન અને કારી એટલે કે કલા…જેનુ મુળ  કચ્છ અને આધ્રપ્રદેશ છે.જે આપણે કુશન કવર પર, હેન્ડબેગ કે પોશાક પર પણ જોઈ શકિએ છે .

emry

-Bags-Rope International-2

કલમકારી જોડે પેચવર્ક ખુબ જ સુંદર લુક આપે છે ..

new collection for kalamkari patch work saree, chiffon, silk, cotton - India

 મિત્રો, આ હતી મેળાની એક ઝલક …

આ ઝલક ને જોઇને બીજી વખત પણ મેળાની મુલાકાતે

જવાનુ મન થાય… બીજી પોસ્ટ મા બાકીનુ …

[વેબ વલ્ડ]

Advertisements