વિઘ્નહર્તા ગણનાથ ગણેશ

માત પાર્વતી પિતા મહેશ  વિઘ્નહર્તા ગણનાથ ગણેશ

શુભ સુમંગલ સ્મરણ મીઠા  રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા

સૂરજ દેવ સમ તેજ પ્રભા   આનંદ હિતકારી દેવ સદા

નત મસ્તકે જોડી હાથ    પ્રથમ વંદીએ દેજો સાથ

સર્વ લોકે સર્વ કાળે   ફરકતી યશ ધ્વજા સદા તમારી

યુગો યુગોથી સંસાર સઘળો   ગાયે ગાથા તવ પ્રભાવી

દેજો શક્તિ એવી અમને   ઝીલવા સંસ્કાર આ કલમથી

સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા   સીંચવા ઉજ્જવળ ભાવી

રમેશ પટેલ(આકાશદીપ)

[http://nabhakashdeep.wordpress.com]
Advertisements