જીવનનું લક્ષ્ય

શરદની શીતળ સવારે એ મહાપુરુષની મુલાકાત થઈ ગઈ.

તેમના નાના શા આશ્રમની ફૂલવાડીમાં ફરતાં ફરતાં મેં તેમને પ્રશ્ન કર્યો:

‘તમારા જીવનનું લક્ષ્ય શું છે?’

પાસેના ફૂલને બતાવીને તેમણે કહ્યું: ‘

કેવું ખીલી ઊઠ્યું છે આ ફૂલ! કેવી છે તેની શોભા! ને કેવી સુમધુર છે તેની

સુવાસ!

જીવનને એવું જ સુમધુર ને સુવાસિત બનાવવાની મારી મહેચ્છા છે.

કહો કે કદીયે ના કરમાતા ફૂલ થવાની મારી અભિલાષા છે.

તે માટે આ ફૂલ જેમ ડાળી પર બેઠું છે, તેમ માની મંગલમય ગોદમાં બેસવું

જોઈશે, ને તેનાં પવિત્ર કિરણોથી પુલકિત થવું પડશે.

આ જ છે મારા જીવનનું લક્ષ્ય: ફૂલ થવું.

એની સિદ્ધિ થતાં બીજાને આપોઆપ સુવાસ મળી રહેશે.’

મને એ મહાપુરુષની ફિલસૂફી ગમી ગઈ.

– શ્રી યોગેશ્વરજી

આ જ મહેચ્છા સાથે શુભ રવિવાર મિત્રો.

તમારી દરેક મહેચ્છાઓ પુર્ણ થાય..

Advertisements