પ્લાસ્ટીક બેગો- એક પર્યાવરણાત્મક જોખમ- ૧

અધધ…રોજ 30ટન પ્લાસ્ટીક વેસ્ટ ફેકાય છે.

આ છે આજ ના તાજા સમાચાર ગુજરાત સમાચાર મા.

વડોદરાવાસીઓ રોજ કેટલો પ્લાસ્ટીક વેસ્ટ નાંખતા હશે..

જવાબમાં મળતો આંકડો ચોંકાવી દે તેવો છે.

વડોદરામાં જે પણ કચરો રોજ પેદા થાય છે

તેમાં પ્લાસ્ટીક કચરાનુ પ્રમાણ 25 થી 30 ટન

જેટલુ હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

મોટાભાગ ના લોકો ને આપણે પ્લાસ્ટીક કેરી બેગ લઈ જતા જોતા હોઈએ છે.

સમસ્યા ત્યારે સર્જાય છેજ્યારે પ્લાસ્ટીકની બોટલો,પાઉચ,કોથળીઓ

જેવા પ્લાસ્ટીક કચરામા ફેંકાય છે.

પેપર મા લખ્યુ છે ..પ્લાસ્ટીક કચરાને રીસાયકલ કરીને

તેને ફરી ઉપયોગમાં લેવાય તે જરૃરી છે.

કારણકે પ્લાસ્ટીક બાયોડીગ્રેડેબલ નથી.

બીજી અને મહત્વ ની ગંભીર સમસ્યા ત્યારે સર્જાય ્છે .

જ્યારે આપણે કોઈ ખાધ્ય પદાર્થ તેમા ભરવામા આવે છે.

એક ખુબ જ માહિતીપ્રદ સાઈટ છે આના માટે..

જે આપણને સચેત કરે છે પ્લાસ્ટીક ના ઉપયોગ થી.

http://www.indg.in/rural-energy/environment

આ સાઈટ માથી થોડી ધણી માહીતી હુ મુકુ છુ

જેથી આપણે પણ સચેત થઈ જઈએ.

પ્લાસ્ટીકો સ્વભાવજન્ય ઝેરી કે હાનિકારક નથી.

પણ પ્લાસ્ટીકની વહન કરવા માટેની બેગોને

સેન્દ્રીય અને અસેન્દ્રીય ઉમેરાઓથી જેવા કે

રંગદ્રવ્યો,અને રંગકણો,અભિઘટકો,ઓક્સીકરણો,સ્થિરકો

અને ધાતુઓનો વપરાશ કરીને નિર્માણ કરવામાં આવે છે.

ઝેરી ધાતુઓ જેવી કે કેડીયમ અને સીસાને

જ્યારે પ્લાસ્ટીકની બેગોના નિર્માણ માટે

ઉપયોગ કરવામાં આવે છે

તેઓ ધીમે-ધીમે પસાર થાય અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે.

Advertisements