પ્રોટીન શેક એટલે શું?

પ્રોટીન એ શરીરના મસલ્સમાં બ્લોકસ બનાવવા ઉપરાંત ટિશ્યુ, હાડકાં અને ત્વચા માટે જરૂરી છે.

પ્રોટીન શેક એ લગભગ તો વધુ કસરત કરતાં લોકો અથવા તો એથલેટ્સ માટે જરૂરી છે. કસરત કર્યા પછી ઘણી વખત વ્યક્તિ ખાઈ શકતી નથી. આવા સમયે પ્રોટીન શેક ઈન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે. પ્રોટીન શેક શરીરને જોઈતું પ્રોટીન પુરું પાડવાનું કામ કરે છે પરંતુ વધુ પડતાં પ્રોટીન શેક કિડની અને હાડકાંને નુકસાન કરી શકે છે.

પ્રોટીન કેટલું જરૂરી ?

કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિને તેના વજનના દરેક કિલોગ્રામ દીઠ ૦.૭૫ ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે એટલે કે લગભગ સરેરાશ વજન ધરાવતી વ્યક્તિ માટે ૪૫થી ૬૫ ગ્રામ પ્રોટીન પૂરું થઇ રહે છે.

જે વ્યક્તિઓ દરરોજ કસરત કરે છે તેમને વધુ એનર્જીની જરૂર હોય છે. ઉપરાંત, તેમને પ્રોટીનની પણ વધુ જરૂર પડે છે.

જુદા જુદા પ્રકારનાં પ્રોટીન શેક
પ્રોટીન શેક દૂધમાંથી, વ્હેમાંથી, એસીનમાંથી અને સોયાબીનમાંસી બનાવવામાં આવે છે. પ્રોટીન શેકમાંથી મળતું પ્રોટીન એ શેમાંથી બનેલું છે અને તમારું શરીર ક્યા પ્રોટીનને સારી રીતે પચાવી શકે છે તેની ઉપર આધારિત છે.

http://www.divyabhaskar.co.in/article/MAG-fitness-liza-shah-what-is-a-protein-shek-2889017.html

Advertisements