‘સેવન કલર અર્થ’

Seven Colors of Earth

‘સેવન કલર અર્થ’

દક્ષિણ મોરિશિયસના એક ‘શામારેલ’ નામના નાનકડા પણ પ્રખ્યાત ગામની મુલાકાતે ,જ્યાં સૂરજના કુમળા તડકાની સાક્ષીએ

એક અદ્ભુત કુદરતી રચનાનું ધીમે ધીમે અનાવરણ થશે.

આ અણમોલ કુદરતી ‘સોગાત’ને ‘સેવન કર્લડ અર્થ

એટલે કે ‘સપ્તરંગી પૃથ્વીનું’ નામ આપેલું છે.

અહીંયાં જમીનનો, ધરતીનો એક નાનોશો વિસ્તાર

સાત રંગોની માટીથી આચ્છાદિત છે!!

આંખોની સામે છે ઊબડખાબડ સપાટી ધરાવતી ધરતી અને દૃશ્યમાન થાય છે… લાલ, કથ્થઈ, આછો જાંબલી એટલે કે ‘વાયોલેટ’, લીલો, ભૂરો, ચમકદાર જાંબલી એટલે કે ‘પર્પલ’ અને પીળો.

આમ સાત પ્રકારના રંગોની છટા ધારણ કરેલી જમીન…

[Source : http://www.bombaysamachar.com/frmStoryShow]

વ્હેલી સવારે સૂરજ ઊગે

વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ. 

જળની લહર લહરમાં કિરણ  સમરસ થઈને ભળે     

 ભીતરની શાંતિ આ જળ પર  જયોત થઈ ઝળહળે

નદી,નાવ ને કાંઠાને તો કયાંક નહીં કોઈ અભાવ

 વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ.

 વૃક્ષ-વૃક્ષની ડાળ ડાળ પર  લ્હેરખી ફૂલ થઈને ઝૂલે

 અંધકાર આંખો મીંચેને  દશ્ય અવનવાં ખૂલે

 પૃથ્વી અને આકાશની વચ્ચે લગની અને લગાવ

 વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ

અજ્ઞાત