વ્હેલી સવારે સૂરજ ઊગે

વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ. 

જળની લહર લહરમાં કિરણ  સમરસ થઈને ભળે     

 ભીતરની શાંતિ આ જળ પર  જયોત થઈ ઝળહળે

નદી,નાવ ને કાંઠાને તો કયાંક નહીં કોઈ અભાવ

 વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ.

 વૃક્ષ-વૃક્ષની ડાળ ડાળ પર  લ્હેરખી ફૂલ થઈને ઝૂલે

 અંધકાર આંખો મીંચેને  દશ્ય અવનવાં ખૂલે

 પૃથ્વી અને આકાશની વચ્ચે લગની અને લગાવ

 વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ

અજ્ઞાત

Advertisements