નીટેડ ફુટવેર

નીટેડ ફુટવેર ઠંડીમા કોઇપણ ફુટવેર કરતા વધારે ગરમાવો આપે છે.

ઠંડીમા પગના તળીયા ને ગરમ રાખવા જરુરી છે જેથી શરીરમાં ગરમી જળવાઈ રહે.

ડોક્ટર્સ પણ પગ મા મોજા પહેરી રાખવાની સલાહ આપે છે.

વીન્ટર સીઝન ધણા બધા ઓપશન્સ લાવે છે

જેમા ટીપીકલ ઉનના મોજા સિવાય નીટેડ ફુટવેર પણ તમે પહેરી શકો છો

જે સ્વાસ્થય સાથે સ્ટાઇલીશ લુક પણ આપે છે.

knitted-footwear- (27)

Ruggedly Warm Loafers

Click Here if You cant see Images

By આપણુ ગુજરાત Posted in ફેશન

ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસીડ

માનવજાત ખોરાકમાં ત્રણ પ્રકારની ચરબી (ફેટ) લે છે.

જેને ૧. સેચ્યુરેટેડ ૨. અનસેચ્યુરેટેડ, ૩. પોલીઅનસેચ્યુરેટેડ ફેટ કહેવાય.

સારી ચરબી (ગુડફેટ) જે શરીરને મદદ કરે છે તે અનસેચ્યુરેટેડ અને

પોલીઅનસેચ્યુરેટેડ ફેટ કહેવાય કારણ તેમાં કોલેસ્ટ્રોલ નથી.

ખરાબ ચરબી (બેડફેટ) જે શરીરને નુકસાન કરે છે તે સેચ્યુરેટેડ ફેટ કહેવાય

છે.કારણ તેમાં કોલેસ્ટ્રોલ છે.

ઉપર જણાવેલી બધી જ ચરબી શરીરમાં જાય ત્યારે તે ફેટીએસીડમાં બદલાઈ જાય છે.

 શરીરની બધી ક્રિયા સરસ ચાલે માટે શરીરને ૨૦ પ્રકારના ફેટીએસીડ જોઈએ.

તમને થાય કે આ ફેટી એસીડ એટલે શું ?

જે શરીરને ખૂબ મદદ કરે છે અને જે પ્રકારની ચરબી શરીર બનાવી શકતું નથી અને બહારથી લેવી પડે તે ઉપરાંત શરીરને તેના વગર ચાલે નહીં તે ચરબી (ફેટી એસીડ)ને એસેન્સીયલ ફેટી એસીડ કહે છે.

અને આ એસેન્સીયલ ફેટી એસીડ એટલે ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસીડ.

 

ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસીડ શામાંથી મળે ?

ઓમેગા-૩ અળસી, અખરોટ અને સાલમન નામની માછલીમાંથી તેમજ ટુના અને હેલીબટ નામની માછલીના તેલમાંથી મળે. આ ઉપરાંત ઘેરા લીલા રંગની ભાજી (પાલક, તાંદળજો, મેથી, સુવા), મકાઈનું તેલ, સુર્યમુખીના બીનું તેલ અને કપાસીયાના તેલ અને સરસીયામાંથી મળે.

ઓમેગા-૬ ફેટી એસીડ શામાંથી મળે ?

ઓમેગા-૬ ફેટી એસીડ બધા જ પદાર્થોમાંથી મળે છે. ખાસ કરીને પોલી અનસેચ્યુરેટેડ ફેટ (પુફા) જેવા કે મકાઈનું તેલ, કપાસીયાનું તેલ, સોયાબીનનું તેલમાંથી મળે. નટસ એટલે કે અખરોટ, મગફળી, બદામ, સુર્યમુખીના બી, તલ તેમજ કાળી દ્રાક્ષના બી, આગળ જણાવ્યું તે પ્રમાણે જીએલએ ઉપરની બધી વસ્તુઓમાંથી મળે. વ્હીટજર્મ ઓઈલમાંથી પણ ઓમેગા-૬ ફેટી એસીડ મળે.

ફિટનેસ – મુકુંદ મહેતા

[ સ્તોત્ર ઃ ગુજરાત સમાચાર ]

 

હેલ્થ ઇસ વેલ્થ

સ્વાસ્થ્ય આપણી સૌથી મોટી પુંજી છે,

પરંતુ સારા હેલ્થ માટે નિયમિત રીતે કસરત કે ચાલવુ  પણ જરૂરી છે.

દરેક વ્યક્તિ એદરરોજે ૩૦ થી ૪૦ મિનિટ વોક/ જોગ/ સ્વીમ કરવુ જોઇએ.

જે તમારી કેલરી ને બર્ન કરવામા અને મેટાબોલીક રેટ ને ઉંચુ લાવવામા મદદ કરે છે .

જોડે જોડે  ભોજન સંતુલિત સ્વાસ્થ્યવર્ધક હોવુ જોઇએ .

❤ ══════ ❤ ══════ ❤ ══════ ❤ ══════ ❤ ═════ ❤

My Personal Goals are to be Happy, Healthy

and to be surrounded by Loved Ones.
Kiana Tom

❤ ══════ ❤ ══════ ❤ ══════ ❤══════ ❤═════ ❤

 

હા હા..મે ક્રેઝી હું….

જાહેરખબર…આજ ના દુનિયા ની અવનવી એક અલગ દુનિયા..

મારી મનગમતી જાહેરખબર તો બહુ બધી છે

પણ હમણાની નવી જાહેરખબર જે કોકાકોલા ની છે તે મને બહુ પસંદ છે .

તમે પણ જોઇ જ હશે.. જોઈ લો ફરી એની ઝલક ! It gives Me the Power to do something different.It says if being Kind to Stranger is Crazy , then call Me Crazy..

કોઈવાર આવી જાહેરાતો આપણને વિચારતા કરી મુકે છે..Lovely Concept !

પરંપરાગત તાપણા

વહેલી સવારે અને સમી સાંજે ઠંડી હોય છે..

તો એ વખતે તાપણા પણ નઝરે પડે છે ..!!

 

મોનાલિસા લખલાણીની જી એ લખેલ એક કાવ્ય ની પંકિત કઈક એવી છે કે 

ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી

તાંપણાઓ ની તો ગોષ્ઠિ જ જામતી…

આ તાપણા બેઠકમાં અલક-મલકની વાતો પણ થતી હોય

અને અને અવનવા મુદ્દા ચર્ચા પણ રંગ લાવતી હોય છે.

 આ તસવીર મા સવારમાં લોકો તાપણું કરતા હાથને શેકે છે.

 
 
 
 

 

શુભ સંધ્યા

“જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે,

પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે.

અને એ રસ્તો એને જ મળતો હોય છે,

કે જેનો ચહેરો સદાય હસતો હોય છે.” 


-અજ્ઞાત

એમ અમસ્તુ ગમવું છે !

**********

સૌના મનમાં રમવું છે, એમ અમસ્તુ ગમવું છે !

દરિયો થૈ ના અટકું ક્યાંય ઝરણાં જેવું ભમવું છે !

સૂર્ય ભલે ચમકે દિવસે, અંધારે ટમટમવું છે !

વૃક્ષ સમું લ્હેરાઈને, વાતાયનને ખમવું છે !

રાખી મન પ્હાડ સમું દૃઢ, તૃણ સરીખું નમવું છે !

થાય ગઝલ પણ આફરીન, એમ શબ્દમાં શમવું છે.

ઊગી જઉં દિલમાં ‘સુધીર’, એ રીતે આથમવું છે !

-સુધીર પટેલ

આ જગતના ઉત્સવમાં પધારો !

માણસ ધારે તો એની જિંદગીની ક્ષણેક્ષણે ઊજવી શકે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર દુનિયાભરના લોકોને

આમંત્રણ આપતા હોય તેમ કહે છે:

‘આપને સૌને આ જગતના ઉત્સવમાં ભાગ લેવા માટે નિમંત્રણ છે,

આપના જીવનને આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે.’

કવિવર કોઇ ચોક્કસ ઉત્સવની વાત કરતા નથી.

 રવીન્દ્રનાથ ટાગોર જીવનના ઉત્સવની વાત કરે છે

-એક એવો ઉત્સવ જે માણસ ધારે તો એની જિંદગીની ક્ષણેક્ષણે ઊજવી શકે.

એ ક્યા આશીર્વાદ હોય છે,

જે આપણા જીવનની ક્ષણેક્ષણને ઉત્સવમાં ફેરવી શકે છે?

એ કર્યું તત્વ છે, જે માનવજીવનને ઉલ્લાસ અને ઉમંગ બક્ષે છે?

એનો જવાબ બહારથી શોધવાનો છે

કે માણસે પોતાની ભીતરથી જ શોધવાનો હોય છે.

પ્રસન્ન રહેવું બહુ મોટો પડકાર નથી. આનંદ શોધવો બહુ મુશ્કેલ નથી.

તેમ છતાં આપણી આજુબાજુ કેટલાય લોકો વસે છે,

જેમને એક પળ માટે પણ ખુશ રહેતાં આવડતું નથી.

એ લોકો કશા જ કારણ વિના, અત્યંત સહેલાઇથી,

નાખુશ રહેવાનાં કારણો શોધી લે છે.

તેઓ એ કારણો વિશે જરા સરખો પણ વિચાર કરે

તો એમને તેની નિરર્થકતા પળવારમાં સમજાઇ શકે.

બીજી બાજુ એવી વ્યક્તિઓ પણ હોય છે,

જે જીવનની મર્મભેદક વેદનાની ક્ષણોમાં પણ

આનંદની સાચી અનુભૂતિ કરી શકે છે અને અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે.

હસતા-ગાતા રહેવું જ જીવનનો સાચો ઉત્સવ છે.

ઉત્સવ હોય ત્યાં ઉલ્લાસ માણસને ગીત ગાવાની સ્થિતિ સુધી લઇ જાય છે.

ગીત હંમેશાં ચેપી હોય છે.

 એક વ્યક્તિના કંઠેથી છુટેલું ગાન એકલદોકલ વ્યક્તિનું ગાન રહેતું નથી,

એ સમૂહગાન બની જાય છે.

[ Source : http://religion.divyabhaskar.co.in/article/celebrate-festival-by-heart-1515095.html ]

 

ઉત્તરાયણની શુભેચ્છાઓ

 આ સમયે સૂર્ય પોતાની પૃથ્‍વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્‍સવને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

અને આજ દિવસે પતંગ શોખીનો ગગનવિહાર મા પોતાની પતંગો ચગાવી ને આનંદ માણે છે અને મજા કરે છે . પણ આજ પતંગની મજા અન્ય માટે સજા ન બને તે  માટૅ પર્યાવરણ પ્રેમીઓએ હિમાયત કરે  છે અને વિનંતી કરવામાં આવે છે કે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬ પતંગ ન ઉડાડવા કેમ કે આ સમય દરમિયાન પક્ષીઓ વધુ સંખ્યામાં પોતાના માળો છોડી સવારે ખોરાકની શોધમાં અને સાંજે માળામાં પરત આવતા હોય છે.

 ટૂ વ્હીલરવાળા રાહદારીઓએ કમસે કમ ઉતરાયણ સુધી હેલ્મેટ પહેરવો તેમજ ગળા ફરતે મફલર બાંધવું હીતાવહ છે .

મારા માટે ઉતરાયણ એટલે ઉમંગ .. પતંગ ને ચગાવવનો નહી … પણ જ્યા પણ જાઓ પ્રેમ અને સ્નેહ ને વહેચવાનો..

એક સરસ ગીત રજુ કરુ છુ એ.આર.રહેમાન નુ…જીયા સે જીયા..

મંગલ-મૂરતિ મારુતિ-નંદન

Hanuman2283

મંગલ-મૂરતિ મારુતિ-નંદન

સકલ આમાંગલ મલ-નિકંદન. – ૧ મંગલ.

પવંતનય સંત હીતકારી

હૃદય બિરાજત અવધ-વિહારી. – ૨ મંગલ.

માતુ -પિતા ગુરુ ગણપતિ સારદ

શિવા સમેત શંભુ સુક – નારદ -૩ મંગલ.

ચરણ ક્મલ બંદઉ સબ કાહુ

દેહુ રામપદ – નેહુ નીબાહૂ – ૪ મંગલ.

વંદો રામ – લખન – વૈદેહી

યે તુલસી ક પરમ સ્નેહી – ૫ મંગલ.

જય જય હનુમાન ગોસઈ

કૃપા કારહુ ગુરૂદેવ કી નાઈ – ૬ મંગલ.

જીંદગી

શ્રી કૃષ્ણઃ શરણં મમ

https://i2.wp.com/lh5.ggpht.com/_qqK4N3-53H0/SWsFtRsw2jI/AAAAAAAAACQ/GhXZmyQ8Hpo/s800/3.jpg

જીંદગી એક અનોખો કીસ્સો છે.

સુખ ને દુઃખ એનો જ એક હીસ્સો છે.

ભલે લાગે ખરબચડો એ સીક્કો આ બાજુ એ,

પણ તે બીજી બાજુ એકદમ લીસ્સો  છે.

-અજ્ઞાત