આ જગતના ઉત્સવમાં પધારો !

માણસ ધારે તો એની જિંદગીની ક્ષણેક્ષણે ઊજવી શકે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર દુનિયાભરના લોકોને

આમંત્રણ આપતા હોય તેમ કહે છે:

‘આપને સૌને આ જગતના ઉત્સવમાં ભાગ લેવા માટે નિમંત્રણ છે,

આપના જીવનને આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે.’

કવિવર કોઇ ચોક્કસ ઉત્સવની વાત કરતા નથી.

 રવીન્દ્રનાથ ટાગોર જીવનના ઉત્સવની વાત કરે છે

-એક એવો ઉત્સવ જે માણસ ધારે તો એની જિંદગીની ક્ષણેક્ષણે ઊજવી શકે.

એ ક્યા આશીર્વાદ હોય છે,

જે આપણા જીવનની ક્ષણેક્ષણને ઉત્સવમાં ફેરવી શકે છે?

એ કર્યું તત્વ છે, જે માનવજીવનને ઉલ્લાસ અને ઉમંગ બક્ષે છે?

એનો જવાબ બહારથી શોધવાનો છે

કે માણસે પોતાની ભીતરથી જ શોધવાનો હોય છે.

પ્રસન્ન રહેવું બહુ મોટો પડકાર નથી. આનંદ શોધવો બહુ મુશ્કેલ નથી.

તેમ છતાં આપણી આજુબાજુ કેટલાય લોકો વસે છે,

જેમને એક પળ માટે પણ ખુશ રહેતાં આવડતું નથી.

એ લોકો કશા જ કારણ વિના, અત્યંત સહેલાઇથી,

નાખુશ રહેવાનાં કારણો શોધી લે છે.

તેઓ એ કારણો વિશે જરા સરખો પણ વિચાર કરે

તો એમને તેની નિરર્થકતા પળવારમાં સમજાઇ શકે.

બીજી બાજુ એવી વ્યક્તિઓ પણ હોય છે,

જે જીવનની મર્મભેદક વેદનાની ક્ષણોમાં પણ

આનંદની સાચી અનુભૂતિ કરી શકે છે અને અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે.

હસતા-ગાતા રહેવું જ જીવનનો સાચો ઉત્સવ છે.

ઉત્સવ હોય ત્યાં ઉલ્લાસ માણસને ગીત ગાવાની સ્થિતિ સુધી લઇ જાય છે.

ગીત હંમેશાં ચેપી હોય છે.

 એક વ્યક્તિના કંઠેથી છુટેલું ગાન એકલદોકલ વ્યક્તિનું ગાન રહેતું નથી,

એ સમૂહગાન બની જાય છે.

[ Source : http://religion.divyabhaskar.co.in/article/celebrate-festival-by-heart-1515095.html ]

 

Advertisements