ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસીડ

માનવજાત ખોરાકમાં ત્રણ પ્રકારની ચરબી (ફેટ) લે છે.

જેને ૧. સેચ્યુરેટેડ ૨. અનસેચ્યુરેટેડ, ૩. પોલીઅનસેચ્યુરેટેડ ફેટ કહેવાય.

સારી ચરબી (ગુડફેટ) જે શરીરને મદદ કરે છે તે અનસેચ્યુરેટેડ અને

પોલીઅનસેચ્યુરેટેડ ફેટ કહેવાય કારણ તેમાં કોલેસ્ટ્રોલ નથી.

ખરાબ ચરબી (બેડફેટ) જે શરીરને નુકસાન કરે છે તે સેચ્યુરેટેડ ફેટ કહેવાય

છે.કારણ તેમાં કોલેસ્ટ્રોલ છે.

ઉપર જણાવેલી બધી જ ચરબી શરીરમાં જાય ત્યારે તે ફેટીએસીડમાં બદલાઈ જાય છે.

 શરીરની બધી ક્રિયા સરસ ચાલે માટે શરીરને ૨૦ પ્રકારના ફેટીએસીડ જોઈએ.

તમને થાય કે આ ફેટી એસીડ એટલે શું ?

જે શરીરને ખૂબ મદદ કરે છે અને જે પ્રકારની ચરબી શરીર બનાવી શકતું નથી અને બહારથી લેવી પડે તે ઉપરાંત શરીરને તેના વગર ચાલે નહીં તે ચરબી (ફેટી એસીડ)ને એસેન્સીયલ ફેટી એસીડ કહે છે.

અને આ એસેન્સીયલ ફેટી એસીડ એટલે ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસીડ.

 

ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસીડ શામાંથી મળે ?

ઓમેગા-૩ અળસી, અખરોટ અને સાલમન નામની માછલીમાંથી તેમજ ટુના અને હેલીબટ નામની માછલીના તેલમાંથી મળે. આ ઉપરાંત ઘેરા લીલા રંગની ભાજી (પાલક, તાંદળજો, મેથી, સુવા), મકાઈનું તેલ, સુર્યમુખીના બીનું તેલ અને કપાસીયાના તેલ અને સરસીયામાંથી મળે.

ઓમેગા-૬ ફેટી એસીડ શામાંથી મળે ?

ઓમેગા-૬ ફેટી એસીડ બધા જ પદાર્થોમાંથી મળે છે. ખાસ કરીને પોલી અનસેચ્યુરેટેડ ફેટ (પુફા) જેવા કે મકાઈનું તેલ, કપાસીયાનું તેલ, સોયાબીનનું તેલમાંથી મળે. નટસ એટલે કે અખરોટ, મગફળી, બદામ, સુર્યમુખીના બી, તલ તેમજ કાળી દ્રાક્ષના બી, આગળ જણાવ્યું તે પ્રમાણે જીએલએ ઉપરની બધી વસ્તુઓમાંથી મળે. વ્હીટજર્મ ઓઈલમાંથી પણ ઓમેગા-૬ ફેટી એસીડ મળે.

ફિટનેસ – મુકુંદ મહેતા

[ સ્તોત્ર ઃ ગુજરાત સમાચાર ]

 

Advertisements