ડબલ ડેકર એસી ટ્રેન

Advertisements

રોજબરોજના વપરાશ માટે કયો લોટ સારો ?

રોજબરોજના વપરાશમાં જુદા જુદા લોટની રોટલી શરીર માટે ફાયદાકારક ગણાય છે. દરેક લોટમાં તેનાં પોષકતત્ત્વો જુદાં જુદાં હોય છે, પરંતુ કેલરી લગભગ દરેક અનાજની સરખી હોય છે. તો આજે આપણે લોટના ઉપયોગ વિશે થોડું જાણીએ..

ઘઉં

રોજબરોજના ખાવામાં ઘઉંનો લોટ વધુ વાપરવાનો આપણે ત્યાં રિવાજ છે. ઘઉં સહેલાઈથી મળતાં હોય છે અને તેની રોટલી પણ સ્વાદિષ્ટ બને છે. આપણે ત્યાં હવે બ્રેડ, પાઉં, પીઝાની બ્રેડ વગેરે ઘઉંના લોટના મળવા લાગ્યા છે. બને ત્યાં સુધી પીઝા, પાસ્તા, બ્રેડ વગેરે મેંદાના લોટને બદલે ઘઉંના લોટમાંથી બનેલા વાપરવા જોઈએ. ખાસ કરીને હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ઝીણા દળેલા લોટથી દૂર રહેવું જોઇએ.

બાજરી

બીજાં લોટ કરતાં બાજરીના લોટમાં ફાઇબર્સ ઘણાં ઓછા હોય છે. આપણે ત્યાં શિયાળામાં બાજરીનો લોટ ખાવાનો રિવાજ છે. બાજરીમાં ફાઇબર્સ ન હોવાના કારણે તેનાથી કબજિયાત થાય છે, ત્યારે બાજરી સાથે ભાજીનું શાક લેવાથી કબજિયાત ઓછી થાય છે અને એટલે આપણે ત્યાં લગભગ બાજરીના રોટલા સાથે ભાજીનું શાક ખાવાનો રિવાજ છે. વધુ પડતી બાજરી ખાવાથી મસાના દર્દીઓને તકલીફ થઈ શકે છે.

રાગી

રાગીનો લોટ સગર્ભા સ્ત્રીઓ, નાનાં બાળકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે તેમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. રાગીનો લોટ સાંધાના દુખાવાના દર્દીઓ માટે સારો છે, તેમાંથી ખીચું, રોટલી વગેરે બનાવી શકાય છે.

મકાઈ

તાજી મકાઈમાં આવતાં પોષકતત્ત્વો મકાઈના લોટમાં ઓછાં થઈ જાય છે. ખાસ તો તેમાંથી મોઇશ્ચર (પાણીનું પ્રમાણ) ઓછું થઈ જાય છે. મકાઈમાં કાર્બોહાઇડ્રેટસ વધુ અને ફાઇબર્સ ઓછા હોય છે એટલે કાયમ માટે મકાઈનો લોટ ખાવાથી વજન વધી શકે છે. મકાઈથી એનર્જી સારી મળે છે માટે આખો દિવસ મજૂરીનું કામ કરતાં લોકો માટે મકાઈનો લોટ સારો છે.

જુવાર

જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.

બેસન

બેસનમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ બન્ને વધુ હોય છે એટલે તેનો વપરાશ વધુ પડતો કરવો હિતાવહ નથી. ગુજરાતી વાનગીઓમાં બેસન વધુ વપરાય છે તેની બનાવટમાં તેલનો ઉપયોગ પણ વધુ હોય છે. જેમ કે, બેસનનું શાક, ગટ્ટાનું શાક વગેરે. તેમાં રેગ્યુલર શાકભાજી કરતાં વધુ કેલરી હોવાથી તેનો વધુ પડતો ઉપયોગ યોગ્ય નથી.

[ Source : http://www.sandesh.com/article.aspx?newsid=115333 ]

प्रेम

 

गुण न हो तो रूप व्यर्थ है।

भूख न हो तो भोजन व्यर्थ है।

होश न हो तो जोश व्यर्थ है।

सदुपयोग न हो तो धन व्यर्थ है।

विनम्रता न हो तो विद्या व्यर्थ है।

साहस न हो तो तलवार व्यर्थ है।

परोपकार न हो तो इन्सान व्यर्थ है।

अर्थ न हो तो शब्द व्यर्थ है।

श्रद्धा न हो तो पूजा व्यर्थ है।

प्रेम न हो तो जीवन व्यर्थ है।

-અજ્ઞાત

અમે ગુર્જર

અનુભવથી કહું છું કે બધી ભાષા પરાઈ છે,
અમે ગુર્જર, અમારી ગુર્જરી ભાષા સવાઈ છે.

હૃદયનો રંગ છે એમાં, અને છે લોહીનો પણ લય,
કરો એનું જ ગૌરવ તો, ભલા એમાં ભલાઈ છે.

ઘણી વેળા ખરી પડતાં પરાયાં જોઈને પીંછાં,
ખરું જોતાં અભિવ્યક્તિની ક્યાં એમાં સચ્ચાઈ છે ?

પરાઈ કોઈ ભાષાના, વરખ ખોટા લગાવો ના,
મધુરી માતૃભાષા બસ, અમારે મન મીઠાઈ છે.

થતી એની ઉપેક્ષામાં, વતનનો દ્રોહ સમજું છું
કરી ગૌરવ યશોગાથા, કવનમાં તો ગવાઈ છે.

– ડૉ. વિરંચિ ત્રિવેદી

સમર વેરમાં ખાદી

ખાદી રાષ્ટ્રીય ગૌરવ છે.

આજે ખાદીમાં ન્યુ ડિઝાઇન અને વેરાયટી ડેવલોપ કરવામાં આવે છે.

ઉનાળા માટે ખાદી ફ્રેન્ડલી મટિરિયલ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોટનની સાથે સાથે

રાહત આપતું મટીરિયલ જો કોઈ હોય તો તે ખાદી છે.

ત્વચાને રાહત આપવાની સાથે સાથે

ખાદી સરળતાથી પરસેવો શોષવાનું કામ કરે છે.

[Photo : Web world ]

By આપણુ ગુજરાત Posted in ફેશન

એવરગ્રીન ઓસડ તરીકે છાસ

 આયુર્વેદ કહે છે કે છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે.

એ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી દે છે.

કોઈ પણ ઋતુમાં છાસ ઉપયોગી સાબીત થાય છે ..

જેમ કે ઉનાળામાં તો તે અમૃત છે .

 શિયાળામાં કફને તોડવામાં મદદ કરે છે

તથા ચોમાસામાં વાયુ પ્રકોપ વધારે થતો હોય છે,

ત્યારે તે વાયુને દૂર કરવામાં મદદ રૂપ થાય છે

ખાટી છાસ પીવી જોઈએ નહીં કારણ કે તે શારીરમાં ખટાશ ફેલાવે છે અને તેમાં રહેલ માખણના તત્વો ગળામાં નુક્શાન અને કફ વધારે છે.

તેમાં સારા બેક્ટેરિયા પણ હોય છે, જે શરીર માટે લાભદાયક થાય છે.

છાસ ખાવા સાથે લેવાથી કે પછી પીવાથી સારું રહે છે.

પહેલા લેવાથી પાચક જ્યૂસ તરીકે કામ કરે છે.

ભોજનની સાથે તેને પીવાથી ખાવાનું પાચન પણ સારી રીતે થાય છે

અને

શરીરને પોષણ પણ વધારે મળે છે.

છાસ પોતે પણ સરળતાથી પચી જાય છે.

તેમાં જો એક ચપટી મરી, જીરું અને સીંધાલું મીઠું

મેળવવાથી વધારે અસર કરે છે.

ગાયના દૂધથી બનેલી છાસ સૌથી વધારે સારી માનવામાં આવે છે.

છાસનું સેવન કરવાથી રોગ જે નાશ થાય છે,

તે જીવનમાં ફરી ક્યારેય થતા નથી.

છાસ ખાટી ન હોવી જોઈએ.

[ Source : http://religion.divyabhaskar.co.in/article/why-bytermilk-is-evergreen-medicine-of-ayurvedic-3450393.html?seq=6 ]

વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

 વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી.

વસંતપંચમી થી વસંતઋતુ નો આરંભ થાય છે .

 આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી.

વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા.શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે

આ વર્ષે પંચમી તિથી 14 ફેબ્રુઆરીની સવારે 10.20 વાગ્યેથી 15 ફેબ્રુઆરી એ 10.35 વાગ્યા સુધી રેહશે. એટ્લે બંને દિવસે વસંત પંચમીની ઉજવણી થશે.

સહુ મિત્રો આપણે પણ  માઁ શારદા ની વંદનામા જોડાઇ જઈએ.

 ‘શારદા સારદાભૌમ્વદનામ્બુજે, સર્વદા સર્વદાસ્માકમં સન્નિધિમે ક્રિયા તૂ.’

શરદકાળમાં ઉત્તપન્ન કમળના સમાન મુખવાળી અને તમામ મનોરથો પૂર્ણ કરનારી મા શારદા સમસ્ત સમૃદ્ધિઓની સાથે મારા મુખમાં સદા નિવાસ કરો.

Maa-Saraswati2

સુંદરતાની અભિવ્યક્તિ

દરેક સ્ત્રી સુંદર હોય છે .દરેક સ્ત્રી ને સુંદર થવુ ગમે છે .

પરંતુ સ્ત્રી ની ખરી સુંદરતા તેના દેખાવ થી નહી

પરન્તુ બીજી ધણી બાબતો પર નિર્ભર છે .

જેમકે સારી વર્તણૂંક, એટીકવેટ, સ્મિત, રમુજ વ્રુતિ, સામાજીક અને કોંટુબિક મુલ્યો …

સ્ત્રીની સુંદરતા એ હાથથી બનાવેલ પેરેસિયન કાર્પેટ જેવી છે ..

જેમ કાર્પેટ ના દરેક સિલ્કી અને કલરફુલ ધાગા તેને એક નવો લુક આપે છે,

તેવી જ રિતે તેની આ બધી ખાસિયતો  ખુબ જ સુંદર રિતે તેનુ એક અલગ

વ્યક્તિત્વ રજુ કરે છે .જે તેની સનાતન સુંદરતા છે .

શારિરીક સુંદરતા ની દેખરેખ જોડે દરેક સ્ત્રી આંતરિક સુંદરતાની પણ દેખરેખ

રાખે તે જ સાચી સુંદરતાની અભિવ્યક્તિ છે .

ધ ગ્રેટ બ્લ્યુ હોલ

દુનિયા ની એક ઓર અજાયબી …

ધ ગ્રેટ બ્લ્યુ હોલ

The Great Blue Hole

જે Belize City થી ૬૦માઇલ ના અંતરે છે…

જે ૧૨૫ મીટર ઊંડો છે અને આશરે ૩૦૦ મીટર પહોળો છે.

Geometry  Informationને બાજુ પર મુકીને

દુનિયા ના અફલાતુન અજાયબી ને જોયા જ કરિએ.

જિંદગીના રંગ

અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે,

હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;

અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,

તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

– બેફામ સાહેબની એક રચના