એવરગ્રીન ઓસડ તરીકે છાસ

 આયુર્વેદ કહે છે કે છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે.

એ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી દે છે.

કોઈ પણ ઋતુમાં છાસ ઉપયોગી સાબીત થાય છે ..

જેમ કે ઉનાળામાં તો તે અમૃત છે .

 શિયાળામાં કફને તોડવામાં મદદ કરે છે

તથા ચોમાસામાં વાયુ પ્રકોપ વધારે થતો હોય છે,

ત્યારે તે વાયુને દૂર કરવામાં મદદ રૂપ થાય છે

ખાટી છાસ પીવી જોઈએ નહીં કારણ કે તે શારીરમાં ખટાશ ફેલાવે છે અને તેમાં રહેલ માખણના તત્વો ગળામાં નુક્શાન અને કફ વધારે છે.

તેમાં સારા બેક્ટેરિયા પણ હોય છે, જે શરીર માટે લાભદાયક થાય છે.

છાસ ખાવા સાથે લેવાથી કે પછી પીવાથી સારું રહે છે.

પહેલા લેવાથી પાચક જ્યૂસ તરીકે કામ કરે છે.

ભોજનની સાથે તેને પીવાથી ખાવાનું પાચન પણ સારી રીતે થાય છે

અને

શરીરને પોષણ પણ વધારે મળે છે.

છાસ પોતે પણ સરળતાથી પચી જાય છે.

તેમાં જો એક ચપટી મરી, જીરું અને સીંધાલું મીઠું

મેળવવાથી વધારે અસર કરે છે.

ગાયના દૂધથી બનેલી છાસ સૌથી વધારે સારી માનવામાં આવે છે.

છાસનું સેવન કરવાથી રોગ જે નાશ થાય છે,

તે જીવનમાં ફરી ક્યારેય થતા નથી.

છાસ ખાટી ન હોવી જોઈએ.

[ Source : http://religion.divyabhaskar.co.in/article/why-bytermilk-is-evergreen-medicine-of-ayurvedic-3450393.html?seq=6 ]

Advertisements