ચિંતનની પળે

Butterflies in Field

આપણા સંબંધો આપણા વ્યક્તિત્વના ઘડતરમાં

ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આપણી ઉઠક-બેઠક કોની સાથે છે તે ખુબ મહત્વનુ હોય છે .

દરેક વ્યક્તિની એક ફિતરત હોય છે, દરેક માણસની એક પ્રકૃતિ હોય છે.

દરેક માણસમાં અમુક ‘બેઝિક’ હોય છે

જે ક્યારેય બદલાતું જ નથી, પછી એ સારું હોય કે ખરાબ.

આપણી જિંદગીમાં અનેક લોકો આવે છે અને જાય છે.

 સંબંધોની બાબતમાં એક સારી વાત એ છે કે

લોહીના સંબંધોને બાદ કરતાં

તમને બીજા સંબંધો પસંદ કરવાની ચોઈસ મળે છે.

 કેટલાંક એવા લોકોને મળીએ પછી આપણને એવું થાય છે કે ના યાર, આની સાથે દોસ્તી ન હોય. દિલ આપણને રેડ સિગ્નલ બતાવતું જ હોય છે. જો તમે એ સિગ્નલને ધ્યાનમાં ન લો તો એક્સિડન્ટ થવાનું પૂરું જોખમ રહે છે.

સવાલ એ થાય કે કેવા લોકોથી દૂર રહેવું જોઈએ?

સૌથી પહેલા તો એવી વ્યક્તિથી દૂર રહો જે તમારા સપનાં, તમારી ઇચ્છા,તમારા ધ્યેય અને તમારા વિકાસમાં આડે આવતાં હોય!

બીજા એવા લોકોથી દૂર રહો

જે તમારા સંસ્કાર અને સમજણને બગાડવાનો પ્રયત્ન કરતાં હોય.

બધા જ લોકો ખરાબ હોય છે એવું નથી

પણ સાચી વાત એ પણ છે કે બધા જ લોકો સારા પણ નથી હોતા.

તમારો સમય બગાડે અને તમારી શક્તિને નબળી પાડે એવા લોકોથી દૂર રહો.

જેમનામાંથી  નવી દિશા મળે, થોડીક હિંમત મળે અને અઢળક પ્રેરણા મળે

એવા લોકો જ આપણા માર્ગમાં પ્રકાશ રેલાવતાં હોય છે.

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

[Source : http://www.sandesh.com/article.aspx?newsid=93636]

Advertisements