જિંદગી,હું તૂટી જવા માટે સર્જાયો નથી

Colorful Girl

જિંદગી કરવટ બદલતી રહે છે.

એકધારું કંઈ પણ જિંદગીને મંજૂર નથી હોતું.

જિંદગીને ઓલવેઝ ચેન્જ જોઈએ છે.

તમે જિંદગીના આ સતત બદલાતા મિજાજ સાથે મનમેળ કરવા તૈયાર છો?

 રંગ બદલવા એ જિંદગીની ફિતરત છે.

જિંદગી રંગ બદલે ત્યારે આપણે પીંછી અને કેનવાસ બદલીને

નવા ચિત્રની શરૂઆત કરવાની હોય છે.

એક માણસ સંત પાસે ગયો.

તેણે કહ્યું કે હું માંડ માંડ એક સરખું કરું ત્યાં બીજું તૂટી જાય છે.

એક મુસીબત પૂરી ન થઈ હોય ત્યાં બીજી શરૂ થાય છે.

હું થાકી ગયો છું આ બધી જંજાળથી.

સંત કંઈ જ ન બોલ્યા.

બાજુના ખૂણામાં એક કરોળિયો જાળું બનાવતો હતો.

સંતે એક સળી લીધી અને કરોળિયાનું જાળું વીંખી નાંખ્યું.

કરોળિયો દૂર સરકી ગયો.

થોડી વાર પછી આવીને પાછો જાળું બનાવવા લાગ્યો.

થોડી વાર પછી પાછું સંતે જાળું વીંખી નાખ્યું.

સંતે કહ્યુ કે હું એનાં જાળાં વિખેરીને થાકી જાઉં છું

પણ એ નવું જાળું બનાવવાથી થાકતો નથી.

કેવું છેને, કરોળિયો નથી થાકતો પણ માણસ થાકી જાય છે.

પેલો માણસ સંતને વંદન કરીને ચાલ્યો ગયો.

જતી વખતે એટલું જ બોલ્યો કે હું નહીં થાકું.

માણસ પોતે મક્કમ હોય ત્યાં સુધી કોઈ તાકાત તેને નબળી પાડી શકતી નથી.

જિંદગીને પડકાર કરો કે તું તારે સવાલો કરતી રહે…

હું જવાબ આપવા તૈયાર જ છું, કારણ કે હું તૂટવા માટે સર્જાયો નથી.

– ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

Advertisements