બીટ

આખું વર્ષ મળતું બીટ અનેક ગુણ ધરાવે છે.

 કેટલાક લોકો બીટનો જયૂસ બનાવીને પીએ છે,

તો કેટલાક તેને સમારીને સલાડમાં ખાય છે.

ઘણા લોકો વળી બીટને બાફીને પણ ખાતાં હોય છે.

જોકે શાકભાજીના જયૂસમાં બીટના જયૂસને શ્રેષ્ઠતમ માનવામાં આવે છે.

 તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન (પ્રમાણસર માત્રામાં) અને ફેટ મળી રહે છે.

બીટમાં કુદરતી ગ્લુકોઝનું ભરપૂર પ્રમાણ રહેલું છે.

માત્ર બીટમાંથી જ આપણને કેલ્શિયમ, આયર્ન, સલ્ફર, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરીન, આયોડિન, વિટામિન બી-૧, બી-૨ અને સી મળી રહે છે.

આમાં કેલરી અત્યંત ઓછી હોય છે.

એનીમિયામાં લાભકારક

બીટ એનીમિયાની સારવારમાં ખૂબ ફાયદાકારક નીવડે છે.

તે શરીરમાં લોહી બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.

આમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોવાને લીધે

તે લાલ રક્તકણોને સક્રિય રાખવાની ક્ષમતાને વધારે છે.

બીટ ખાવાથી કે તેનો જયૂસ પીવાથી

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા

અને ઘા અથવા જખમ રુઝાઇ જવાની ક્ષમતા પણ વધારે છે.

કબજિયાત –

નિયમિત રીતે બીટનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ થતી નથી.

રોજ રાતે સૂતાં પહેલાં એક અથવા અડધો ગ્લાસ બીટનો રસ પીવાથી

કબજિયાતની સમસ્યા સતાવતી નથી.

[ સ્તોત્ર ઃ દિવ્ય ભાસ્કર ]

 

Advertisements