સખે, ગીત ગાવા દે મને તારા પ્રેમનું,

Geet Gava de

સખે, ગીત ગાવા દે મને તારા પ્રેમનું,
સૌરભ પ્રસરાવવા દે મને તારી પ્રિતનું.

બુલબુલ બની વિહરવા દે, ઉધ્ધાત તુજ ઉપવનનું.
ઘંટારવ બની ગુંજી ઉઠું, નિશદિન તુજ મંદિરનું.

નથી શબ્દજાળ કે અલંકાર, મીઠાશ શેની ભરું?
ફક્ત ભાવનાનો ભર્યો કુંજો, છલકાઇ જાય ઓ ભેરું.

પંખી બની, ઊંચે ઊડી, કુંજે કુંજે ગાયા કરું,
ગમે તુજ પ્રિત કેરા ગાનમાં, મસ્ત બની રાચવું.

આ ગીત અંજલિ રૂપે તર્પણ કરી, મુજ સખાને અર્પણ કરું,
ગીત ગાવા દે, સખે, ગીત ગાવા દે.

કવિ : શ્રી જે. કે. પટૅલ 

[આ સુંદર ગીત સાંભળવા અહી ક્લિક કરો ]
Advertisements