હોળીની રંગબેરંગી શુભકામનાઓ

હોળી નજીકમાં છે ત્યારે હોળી સાથે જોડાયેલી તમામ વાતો આપણને ગમે છે ..  પણ પર્યાવરણ ને ધ્યાન મા રાખીને આજકાલ મોટાભાગે લોકો ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવે છે ..

અને આપણને જાણીને રોમાંચ થશે કે આવી સાદી રિતે પણ હોળી ને કોઈપણ કેમિકલ યુક્ત કલર વિના ઉજવી શકાય જે કલર આપણને આપણા રસોડા માથી જ મળી રહેશે.

જેમકે પીળૉ કલર.. હળદર ને બેસન સાથે મિક્સ કરી લો 

લીલો કલર.. આપણ ને પાલક ની ભાજી ને પલાડી ને કે

તેના સુકા પાદંડા માથી મળી રહે છે 

પીંક કલર.. બીટ રુટ માંથી

તો અમુક લોકો  હોળી – ધુળેટીમાં સંકલ્પ લે છે  તિલક હોળી રમવાનો . આ જનજાગૃતિ સાચે જ વધાવવા યોગ્ય છે..

આ ઉપરાંત અબીલ, ગુલાલ વગેરે એવા રંગો છે જેનાથી કોઈ નુકશાન પણ નથી થતુ અને જેને કોરો લગાડીને પણ ધૂળેટી રમી શકાય છે.

હોળીના દિવસે જરૂરી નથી કે આપણે લાકડા જ બાળવા જોઈએ, તે દિવસે  જૂનુ ફર્નિચર, કાગળો વગેરે જેવી વસ્તુઓ પણ ભેગી કરીને બાળી શકો છો, પણ હોળી આવતા જ લોકો ગમે તે રીતે જોયા વગર ઘણીવાર લીલા ઝાડ પણ કાપી નાખે છે.

ખરી રિતે તો હોળીની ઉજવણી ઇશ્ર્વરીય તત્વો નો વિજય

અને અનેક્તા મા એક્તા નુ પ્રતીક છે …!!

Ranberangi Shubhkamna

Advertisements