ૐ ભૂર્ભુવ:સ્વ

ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો

દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્

ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક પ્રકાશપુંજ પ્રકટ થાય છે.

ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોમાં ૨૪ શક્તિ રહેલી છે.

શરીરનાં ૨૪ ચેતાતંત્ર પર આ અક્ષરોનો પ્રભાવ પડતાં આ શબ્દના

ઉચ્ચારણથી મનુષ્યને દિવ્ય અનુભૂતિનાં દર્શન થાય છે.

આધ્ય શંકરાચાર્યે તેમના ગ્રંથમાં મા ગાયત્રીને ૪૦ શક્તિનાં સિદ્ધિદાયીની

ગણાવ્યાં છે.

મા ગાયત્રીનું ધ્યાન ધરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. સ્મરણશક્તિ વધે છે.

ગાયત્રી મંત્ર એક વૈદિક મંત્ર છે, જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ

ચારેય વેદોમાં છે.

આ મંત્ર સિવાય બીજો એકેય મંત્ર ચારેય વેદોમાં આવતો નથી.

આ મંત્ર ઋગ્વેદના ત્રીજા મંડળના ૧૨મા સુકતનો ૧૦મો મંત્ર છે.

સામવેદમાં ૧૪૬૨મો મંત્ર છે. યજુર્વેદમાં તો આ મંત્ર ચાર વખત આવે છે અને

અથર્વવેદમાં ગાયત્રીનો મહાન મહિમા ૧૬મા સુકતમાં ૭૧મા મંત્રમાં ગાયો છે.

આ ઉપરાંત અનેક ધર્મગ્રંથો તથા ઉપનિષદોમાં આ મંત્રનો ઉલ્લેખ ઘણીવાર

આવે છે.

વિશ્વામિત્ર ઋષિ ગાયત્રી મંત્રના ર્દષ્ટા છે.

અગ્નિ આચાર્ય છે, બ્રહ્ન મસ્તક છે, વિષ્ણુ હૃદય છે. રુદ્ર શિખા છે, પૃથ્વી યોનિ છે.

હરિ ગાયત્રીના પ્રાણ છે, શ્વેત વર્ણ છે અને સાંખ્યાયન ગૌત્ર છે.

પ્રકૃતિનાં ચોવીસ તત્વોનાં બંધનમાંથી મુક્ત કરવાનું સામથ્ર્ય ગાયત્રી મંત્રમાં છે.

[ સ્તોત્ર ઃ દિવ્ય ભાસ્કર ]

Advertisements