ટેક્નોલૉજી

ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ એ હવે ખૂબ જાણીતી વૈશ્વિક સમસ્યા

બનતી જાય છે.

વાતાવરણમાં અને હવામાનમાં જોવા મળતા અને અનુભવાતા ફેરફારો આની

સાક્ષી પૂરતા જાય છે.

‘ગોબર ગેસ’ એટલે નિશ્ચિત સમય મર્યાદામાં છાણને અનએરોબીક’ (ઢાંકેલી)

સ્થિતિમાં કોહડાવવાની પ્રક્રિયા.

આ દરમ્યાન મિથેન ગેસ ઉત્પન્ન થાય છે જેને સળગાવતા ‘ગરમી’ ઉત્પન્ન થાય

છે.

ગોબરગેસની ટેક્નોલૉજીનો સ્વીકાર એ માત્ર ગેસ ઉત્પાદન કે બહુગુણી ખાતર

મળે તેટલાં પૂરતું નહીં પણ વૈશ્વિક સમસ્યાનાં પડકારને પહોંચી વળવાનાં એક

હથિયાર તરીકે ગણાવું જોઈએ.

બાયોગેસ ઃ

છાણમાંથી જ ગેસ બને છે એવું નથી પણ જૈવિક કચરો જે આપણે મોટા ભાગે

બાળી નાખીએ છીએ અને હવામાં અંગારવાયુ ઉમેરીએ છીએ તે કરતાં જો

આવા કચરાનો પણ પદ્ધતિસર ઉપયોગ કરવામાં આવે તો ખાતર ઉપરાંત ગેસ

પણ મળી શકે છે.જેને આપણે બાયોગેસ તરીકે ઓળખીએ છે.

દેશના વિવિધ ભાગોમાં આ માટે નમૂનારૂપ પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા

છે અને તેને પણ ઠીકઠીક સફળતા મળી છે.

નાનાં-નાનાં નગરોમાં ખૂબ મોટા પ્રમાણમાં સડી શકે તેવો કચરો પેદા થતો રહે

છે.

ફ્રૂટ અને શાકભાજી માર્કેટનો વેસ્ટેજ, હૉટલનો વેસ્ટ તથા એંઠવાડ તેમ જ લીલો

કચરો પણ આ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

આમ,આ ટેક્નોલૉજી એ સફાઈ ઉપરાંત પર્યાવરણ સંતુલનમાં ઉપયોગી થઈ

શકે તેમ છે.

[સ્તોત્ર ઃ ચરખાગુજરાત ઓર્ગ..પુરુ વાંચવા અહિ ક્લિક કરો ]

Advertisements