સંતુલિત ભોજન

દિવસભરની ભાગદોડ બાદ અમારા શરીરની એનર્જી ખતમ થઈ જાય છે.

વારંવાર એવી ફરિયાદ કરીએ છીએ કે નવા કામને કરવાની હવે હિમંત રહી નથી.

 આ વાસ્તવિક્તા છે કે આપણે સામાન્ય રીતે ઘણી લાપરવાહી રાખીએ છીએ. જમવા પર ધ્યાન કેન્દ્રીત કરીને આપણે ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ.

આરોગ્ય નિષ્ણાંતોનું કહેવુ છે એ સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે.

આના કારણે રોગપ્રતિરોધક શક્તિમાં પણ વધારો થાય છે.

બિન જરૂરી ડાયેટિંગ કરવાથી નુકશાન થાય છે.આનાથી આપણા શરીરમાં એ ચીજવસ્તુઓથી મળનાર પોષક તત્વોની કમી થઈ જાય છે.

 જરૂર કરતા વધુ પ્રમાન માં ખાવાથી શરીરને નુકશાન થાય છે. વધુ પ્રમાનમાં ભોજન કરવાથી બચી ગયેલી ચીજવસ્તુ શરીરમાં ફેટના રૂપમાં જમા થાય છે.

વધુ પ્રમાણમાં કાર્બો હાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ ખાવાની સ્થિતિ પણ યોગ્ય નથી.

ભોજનમાં જુદા જુદા રંગના ફળ અને શાકભાજીને આવરી લેવામાં આવે તેવી સલાહ આપવામાં આવી છે.આમા પોષક તત્વોનું પ્રમાણ ખૂબ વધારે રહે છે.આમા ફાઈબરની સાથે સાથે મિનરલ અને વિટામીન પણ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે.

ફાઈબર ખૂબ જ મહત્વપૂર્ણ છે જે હાર્ટ એટેક સાથે સંબંધિત અન્ય બીમારીઓથી બચાવે છે. ફાઈબર પાચનતંત્રની સ્થિતિને પણ સુધારવામાં ભૂમિકા ભજવે છે.

 પ્રોટીન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.એક યુવા વ્યક્તિને એક કિલો વજન પર 0.8 થી 1 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. ખેલાડીઓન વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે.

[સ્તોત્ર ઃ વેબ દુનિયા]

શુભ રાત્રી

વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં

બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં

સદા જીતું છું એવું કઈ નથી, હારું છું પણ બહુધા

નથી હું હારને પલટાવવા દેતો  હતાશામાં.

-અજ્ઞાત

મેટાબોલીઝમ

‘મેટાબોલીઝમ’ એટલે શું ? એની અગત્યતા શું છે ?

‘મટાબોલીઝમ’ એટલે ચયપયાચયની ક્રિયા.

મેટાબોલીઝમનો આધાર શાની ઉપર છે?

૧. તમારા શરીરનું બંધારણ

૨. તમારી જાતી (તમે પુરૂષ છો કે સ્ત્રિ)
સામાન્ય રીતે પુરૂષોમાં સ્ત્રિઓની સરખામણીમાં સ્નાયુ વધારે હોય છે. ચરબીનું પ્રમાણ પુરૂષોમાં ૧૬ ટકાથી વધારે ના હોવું જોઈએ. જ્યારે સ્ત્રિઓમાં ૨૦ ટકાથી વધારે ના હોવું જોઈએ.

3. તમારા ખોરાકની પાચન ક્રિયા (ચયાપચયની ક્રિયા)
શરીરમાં ખોરાક લીધા પછી તેની પાચન ક્રિયા,શરીરના આંતરડા મારફત તેને શોષવાની (એલસોલ) ક્રિયા અને વધારાની શક્તિને સંગ્રહ (સ્ટોર) કરવાની ક્રિયામાં પણ કેલરીનું દહન થાય એટલે કે તમારા ખોરાકની પાચન ક્રિયા ઉપર પણ તમારા મેટાબોલીઝમનો આધાર રહેલો છે. એ પણ યાદ રાખશો.

4. તમારી શારીરિક પ્રવૃત્તિ
તમે શારીરિક રીતે કેટલા પ્રવૃત્તિશીલ છો તેની ઉપર પણ તમારા મેટાબોલીઝમનો આધાર છે. દા.ત. તમે તમારી દિનચર્યા ઉપરાંત કોઈ શારીરિક પ્રવૃત્તિ કરતા હો તો તમારો મેટાબોલીઝમનો આંક ઉંચો ગણાય પણ જો કોઈપણ શારીરિક પ્રવૃત્તિ એટલે કે કસરત ના કરતા હો તો મેટાબોલીઝમનો આંક નીચે ગણાય.

મેટાબોલીઝમનું માપ કેવી રીતે નીકળે:
પ્રયોગશાળામાં ખાસ સાધન વડે તમારા શરીરના મેટાબોલીઝમનું માપ કાઢી શકાય.

આ માપને તમારા શરીરનો ‘બેઝલ મેટાબોલીક રેટ’ (બી.એમ.આર) કહેવાય.

‘‘મેટાબોલીઝમ રેટ જાણવાની’’ અગત્યતા શું

૧. તમારી તંદુરસ્તીનો આધાર તમારૂં મેટાબોલીઝમ એટલે કે મેટાબોલીઝમ રેટ (બી.એમ.આર) છે.
૨. સ્વાભાવિક છે કે જો તમે આરામપ્રિય હશો તો તમારો બી.એમ.આર. ઓછો હશે અને શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હશે. તમે જાણો છો તે પ્રમાણે ‘વધારે વજન એ રોગને આમંત્રણ’ એ નિયમ પ્રમાણે અનેક રોગો થશે.
૩. તમારો બી.એમ.આર જાણતા હો તો તમારે રોજ કેટલી કેલરી વાળો ખોરાક લેવો જેથી તંદુરસ્તી જળવાઈ રહે તેની ખબર પડે.

‘તમારો બેઝલ મેટાબોલીક રેટ’’ વધારવા શું કરશો
૧. સવારના નાસ્તો ભુલ્યા વગર કરો
નાસ્તો નહીં કરો તો બી.એમ.આર. ઓછો થઈ જશે. નાસ્તામાં ખાસ કરીને કોમ્પ્લેક્ષ કાર્બહાઈડ્રેટ મળે તેવો ખોરાક એટલે કે અનાજ કઠોળ દૂધ વગેરે લેશો.
૨. આખા દિવસના ખોરાકની કેલરી પુરૂષોમાં ૨૦૦૦ અને સ્ત્રિઓમાં ૧૮૦૦ જેટલી મળે એનું ખાસ ઘ્યાન રાખશો. ૧૨૦૦ અથવા ૧૨૦૦થી ઓછી કેલરી લેશો તો બી.એમ.આર. ઓછો થઈ જશે.
૩. ખોરાકમાં કુલ કેલરીની જરૂરતના ૧૦ ટકા ચરબી ૨૦ ટકા પ્રોટીન અને ૭૦ ટકા જેટલા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ રાખશો.
૪. જમતાં પહેલાં કે જમ્યા પછી અર્ધો કલાક પછી થોડું ચાલો. (૧૫ થી ૨૦ મીનીટ) તો બી.એમ.આર. જળવાઈ રહેશે.
૫. ઘરમાં કે હેલ્થકલબમાં થોડી સ્નાયુની કસરત એટલે કે ‘મસલ પાવર’ અને ‘મસલ એન્ડયોટન્સ’ની કસરત કરશો.
૬. લીફટના વિકલ્પે દાદરનો ઉપયોગ કરો. અર્ધા કે એક કિલો મી. અંતરે જવા ચાલીને જાઓ. વાહનનો ઉપયોગ ના કરશો.
૭. દવાઓનો ઉપયોગ ઓછો કરશો.
૮. દારૂ-તમાકુથી દૂર રહેશો.
૯. ખાંડ-ગોળ ઘી-તેલ વગેરે પદાર્થોનો ઉપયોગ ઓછો કરશો.
૧૦. એરોબીક કસરત જેવી કે ચાલવું-દોડવું-જોગીંગ-તરવું. દાદર ચઢવો ઉતરવો ફૂટબોલ-વોલીબોલ- ટેનીસ વગેરે રમતો બી.એમ.આર. વધારવામાં ખૂબ મદદ કરશે.

ડો.મુકુન્દ મહેતા

[સ્તોત્ર : ગુજરાત સમાચાર ]

તુલીપ ગાર્ડન

Keukenhof નું તુલીપ ગાર્ડન દુનિયાનું સૌથી મોટું ફ્લાવર-ગાર્ડન છે.

૭૦ એકરમાં પથરાયેલા આ ગાર્ડનમાં રંગબેરંગી તુલીપ ફૂલોનો નજારો ખુબ જ આકર્ષક

લાગે છે ..

આજે મોલ અને મલ્ટીપ્લેક્સનો જ જેવી રિતે વિસ્તાર થઈ રહ્યો છે ..  ત્યાં આવા

દુર્લભ ગાર્ડનમાં જવુ એક પ્રિય સ્થળ બની રહે છે !!

The Keukenhof Gardens

શુભ સંધ્યા

તમે તમારા કાર્યો માટે જવાબદારી સ્વીકારવા માટે જેટલા તૈયાર રહેશો

એટલા વધારે તમે ભરોસાપાત્ર બનશો.

– બ્રાયન કોસ્લોવ

મને બહુ ગમે!!!!!

ઝાંકળો ની  બૂંદો થી ભીંજતુ  ઍ પર્ણ ,

સૂરજ  ની પેહલી કિરણ થી રચાતુ મેઘધનુષ સુવર્ણ,મને બહુ ગમે!!!!

 

સોનેરી ફૂલો ની સેજ ને પાનખર થી સજાતો પથ  મારો,

હાલૂ તો થાય મને મહારાજ તણો ભાવ મારો,મનેબહુ ગમે!!!!!   

 

પર્વત પરથી ખળખળ વેહતાં ઝરણાં નો સાદ,

પનિહારી ઑ ની ઝાંઝાર નો રમણીય નાદ, મને બહુ ગમે!!!!!   

 

મેઘરાજા ની સવારી માં મિત્રો સાથેની ધીંગામસ્તી,

હાલકડોલક  જાતી  કાગળ ની ઍ મારી કસ્તી,  મને બહુ ગમે!!!!!   

 

ફૂલો ની ફરતે ભમરાઓ નું મધુર ગીતગુંજન,

મધમાખી ઑ  નું  સર્જેલુ  સંસાર ગુંથણ,  મને બહુ ગમે!!!!!   

 

ગામની અગાશી માં,ઘાઢ અંધારીયા ની નીંદર,

પૂનમ ની  ચાંદની  કેરી  ઝગમગતું  જગ મારી અંદર,   મને બહુ ગમે!!!!!   

 

કોયલ નો ટહુકો , ને મૉર નાં પીંછા ની અદા,

ચાંચ વાટે બાળપંખી ના મુખ માં જતું ખાધ સદા,  મને બહુ ગમે!!!!!   

 

વિશ્વ ની હરેક સંવેદના ઑ ની માયાજાલ,

મારી  ‘ઍ’  ની  સાથેની સાત પગલાં ની ચાલ,   મને બહુ ગમે!!!!!   

 

ભલે ના હોય મારે હાટુ  , મહેલ  નું ભૌતિકવાદી  જીવન,

રચવું છે “યુગદ્વાર” માં કુદરત ના સાનિધ્ય નું ઉપવન ,,,  મને બહુ ગમે!!!!!   

દિગીશ શાહ – યુગદ્વાર 

ગરમીમાં રાહત આપનારા પ્રાકૃતિક પીણૂ – દૂધીનો રસ

દૂધીનો રસ –

આ ગરમીની ઋતુમાં ચમત્કારી છે.

યૂનાની ચિકિત્સા પધ્ધતિ ગરમીમાં દૂધીનુ શાક ખાવાની સલાહ આપે ક હ્હે.

વિટામિન સી અને બી-6ન;ઉ સ્ત્રોત હોવા ઉપરાંત દૂધીમાં કેલ્શિયમ, આયોડીન,

મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને પોટાશિયમ પણ રહેલા છે.

સવારે ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી શરીરમાં ઠંડક બની રહે છે.

દૂધીના રસમાં ચપટી મીઠુ નાખીને પીવાથી શરીરમાં સોડિયમની ઉણપ નથી

રહેતી, તરસ પણ છિપાય છે

અને

તમને દિવસભર તાજગીનો અહેસાસ પણ થાય છે.

[સ્તોત્રઃ વેબ દુનિય]

સુપ્રભાત

કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે,

એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે.

એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.

– પાંડુરંગ આઠવલે

સ્વચ્છતાની ટેવ

sadasd

સ્વચ્છ અમારા કેશ, છે  સ્વચ્છ અમારો વેશ
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !

સ્વચ્છ અમારાં ઘર ને આંગણ, શાળા સ્વચ્છ અમારી;
ગમે ગંદકી નહીં અમોને, ખૂબ સ્વચ્છતા પ્યારી.

સ્વચ્છ બધો હો દેશ, ને દુનિયા આ હંમેશ.
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !

સ્વચ્છ રહીએ બહારથી, ને અંતર સ્વચ્છ અમારાં;
વાણી વર્તન નિર્મળ જેવાં, અમને સાચે પ્યારાં.

સ્વચ્છ બધો હો દેશ, ને દુનિયા આ હંમેશ.
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !

– શ્રી યોગેશ્વરજી