મેટાબોલીઝમ

‘મેટાબોલીઝમ’ એટલે શું ? એની અગત્યતા શું છે ?

‘મટાબોલીઝમ’ એટલે ચયપયાચયની ક્રિયા.

મેટાબોલીઝમનો આધાર શાની ઉપર છે?

૧. તમારા શરીરનું બંધારણ

૨. તમારી જાતી (તમે પુરૂષ છો કે સ્ત્રિ)
સામાન્ય રીતે પુરૂષોમાં સ્ત્રિઓની સરખામણીમાં સ્નાયુ વધારે હોય છે. ચરબીનું પ્રમાણ પુરૂષોમાં ૧૬ ટકાથી વધારે ના હોવું જોઈએ. જ્યારે સ્ત્રિઓમાં ૨૦ ટકાથી વધારે ના હોવું જોઈએ.

3. તમારા ખોરાકની પાચન ક્રિયા (ચયાપચયની ક્રિયા)
શરીરમાં ખોરાક લીધા પછી તેની પાચન ક્રિયા,શરીરના આંતરડા મારફત તેને શોષવાની (એલસોલ) ક્રિયા અને વધારાની શક્તિને સંગ્રહ (સ્ટોર) કરવાની ક્રિયામાં પણ કેલરીનું દહન થાય એટલે કે તમારા ખોરાકની પાચન ક્રિયા ઉપર પણ તમારા મેટાબોલીઝમનો આધાર રહેલો છે. એ પણ યાદ રાખશો.

4. તમારી શારીરિક પ્રવૃત્તિ
તમે શારીરિક રીતે કેટલા પ્રવૃત્તિશીલ છો તેની ઉપર પણ તમારા મેટાબોલીઝમનો આધાર છે. દા.ત. તમે તમારી દિનચર્યા ઉપરાંત કોઈ શારીરિક પ્રવૃત્તિ કરતા હો તો તમારો મેટાબોલીઝમનો આંક ઉંચો ગણાય પણ જો કોઈપણ શારીરિક પ્રવૃત્તિ એટલે કે કસરત ના કરતા હો તો મેટાબોલીઝમનો આંક નીચે ગણાય.

મેટાબોલીઝમનું માપ કેવી રીતે નીકળે:
પ્રયોગશાળામાં ખાસ સાધન વડે તમારા શરીરના મેટાબોલીઝમનું માપ કાઢી શકાય.

આ માપને તમારા શરીરનો ‘બેઝલ મેટાબોલીક રેટ’ (બી.એમ.આર) કહેવાય.

‘‘મેટાબોલીઝમ રેટ જાણવાની’’ અગત્યતા શું

૧. તમારી તંદુરસ્તીનો આધાર તમારૂં મેટાબોલીઝમ એટલે કે મેટાબોલીઝમ રેટ (બી.એમ.આર) છે.
૨. સ્વાભાવિક છે કે જો તમે આરામપ્રિય હશો તો તમારો બી.એમ.આર. ઓછો હશે અને શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હશે. તમે જાણો છો તે પ્રમાણે ‘વધારે વજન એ રોગને આમંત્રણ’ એ નિયમ પ્રમાણે અનેક રોગો થશે.
૩. તમારો બી.એમ.આર જાણતા હો તો તમારે રોજ કેટલી કેલરી વાળો ખોરાક લેવો જેથી તંદુરસ્તી જળવાઈ રહે તેની ખબર પડે.

‘તમારો બેઝલ મેટાબોલીક રેટ’’ વધારવા શું કરશો
૧. સવારના નાસ્તો ભુલ્યા વગર કરો
નાસ્તો નહીં કરો તો બી.એમ.આર. ઓછો થઈ જશે. નાસ્તામાં ખાસ કરીને કોમ્પ્લેક્ષ કાર્બહાઈડ્રેટ મળે તેવો ખોરાક એટલે કે અનાજ કઠોળ દૂધ વગેરે લેશો.
૨. આખા દિવસના ખોરાકની કેલરી પુરૂષોમાં ૨૦૦૦ અને સ્ત્રિઓમાં ૧૮૦૦ જેટલી મળે એનું ખાસ ઘ્યાન રાખશો. ૧૨૦૦ અથવા ૧૨૦૦થી ઓછી કેલરી લેશો તો બી.એમ.આર. ઓછો થઈ જશે.
૩. ખોરાકમાં કુલ કેલરીની જરૂરતના ૧૦ ટકા ચરબી ૨૦ ટકા પ્રોટીન અને ૭૦ ટકા જેટલા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ રાખશો.
૪. જમતાં પહેલાં કે જમ્યા પછી અર્ધો કલાક પછી થોડું ચાલો. (૧૫ થી ૨૦ મીનીટ) તો બી.એમ.આર. જળવાઈ રહેશે.
૫. ઘરમાં કે હેલ્થકલબમાં થોડી સ્નાયુની કસરત એટલે કે ‘મસલ પાવર’ અને ‘મસલ એન્ડયોટન્સ’ની કસરત કરશો.
૬. લીફટના વિકલ્પે દાદરનો ઉપયોગ કરો. અર્ધા કે એક કિલો મી. અંતરે જવા ચાલીને જાઓ. વાહનનો ઉપયોગ ના કરશો.
૭. દવાઓનો ઉપયોગ ઓછો કરશો.
૮. દારૂ-તમાકુથી દૂર રહેશો.
૯. ખાંડ-ગોળ ઘી-તેલ વગેરે પદાર્થોનો ઉપયોગ ઓછો કરશો.
૧૦. એરોબીક કસરત જેવી કે ચાલવું-દોડવું-જોગીંગ-તરવું. દાદર ચઢવો ઉતરવો ફૂટબોલ-વોલીબોલ- ટેનીસ વગેરે રમતો બી.એમ.આર. વધારવામાં ખૂબ મદદ કરશે.

ડો.મુકુન્દ મહેતા

[સ્તોત્ર : ગુજરાત સમાચાર ]

Advertisements