એપેટાઇઝર કે સ્ટાર્ટર

મિત્રો , મેરેજ મા આપણે એપેટાઇઝર કે સ્ટાર્ટર જોવા મળે છે .

પણ કોઇ વખત ધરે પણ આપણે આ જ એપેટાઇઝર ને સામેલ કરવાનો વિચાર

Meal મા ચાર ચાંદ લગાવી દે છે..

આપણે સામાન્યરિતે ધરે સુપ ને એપેટાઇઝર તરીકે બનાવતા હોય છે, ખરી રિતે

કેટલી બધી એપેટાઇઝર રેસીપી છે જે સહેલાઇ થી આપણૅ ધરે જ થોડા જ સમય મા બનાવી

શકીયે છે જેની એક ઝલક જોઈ લઈએ ..

By આપણુ ગુજરાત Posted in રસોઈ

CFL BULB .. Today’s Need!!

Envioromentalist કહે છે જો તમારે દુનિયા બદલવી હોય તો  લાઇટ બલ્બ ને રિપ્લેશ

કરી ને શરુઆત કરો..

તે ખુબ જ વ્યાજબી અને સરળ રસ્તો છે જે Envioroment ને બદલી શકે છે .

એક સર્વે મુજબ..

According to the Union of Concerned Scientists, if every U.S. household replaced just one regular incandescent light bulb with a compact fluorescent light bulb, it would prevent 90 billion pounds of greenhouse gas emissions from power plants.

પણ તેની સાથે સાથે તકેદારી રાખવાની હોય છે કે તેનુ  

ડિસ્પોસલ કેવી રિતે કરવુ …

 

વિગત વાંચવા અહિ ક્લિક કરો.

 

ખોરાકમાં ખાંડ કેટલી ઓછી કરવી?

ખાંડને સફેદ ઝેર કહેવામાં આવ્યું છે. જો   કે શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય કે એકદમ

ઘટી જાય તો પણ મુશ્કેલી પડે છે

જેવી રીતે સોલ્ટ શરીરમાં જરૂરી છે પણ જો તેનો અતિરેક કરવામં આવે તો તે શરીર માટે

નુકસાનકારક છે તેવી રીતે ખાંડ પણ આહારમાં લેવી જોઇએ પણ લિમિટમાં ત્યારે ખાંડને

કેટલા પ્રમાણમાં લેવી તે વિશે જાણીએ

રોજના ખોરાકમાં ખાંડનું પ્રમાણ

આપણા ગુજરાતી ખોરાકમાં એટલી બધી ખાંડ વપરાય છે કે તેનો ઉપયોગ ઓછો અથવા

બંધ કરવો મુશ્કેલ છે.

ખાંડનું પ્રમાણ ઓછું કરીને મધ કે ગોળ લેવાં હિતાવહ નથી, કારણ કે તે ખાંડનો જ પ્રકાર છે

વળી કેલેરી પણ એટલી જ રહે છે.

આપણે ત્યાં લગભગ દરેક શાકમાં ખાંડ વપરાય છે એટલે સ્વાદને બદલવા સિવાય

આપણી પાસે કોઈ જ છૂટકો હોતો નથી.

 ઠંડાં પીણાં, શરબતો અથવા ગોળ-ખાંડથી ભરપૂર છે.

 બાળકોને દૂધમાં અપાતી સાકર કે પછી શાકમાં નખાતો ગોળ કે શરબત દિવસ દરમિયાન

બિનજરૂરી ૫૦૦ કેલેરી વધારે છે જેના લીધે નાનપણથી જ વજન વધવા લાગે છે.

 ફ્રૂટ જ્યૂસનાં પેકેટોમાં આવેલું ખાંડનું પ્રમાણ ઘણું નુકસાનકારક છે.

 બિસ્કિટ અને ચોકલેટો પણ બિનજરૂરી ખાંડનું પ્રમાણ હોય છે.

ખાંડ ઓછી કરવાથી શું થાય?

શરીરમાં સુગર જરૂરી છે.

તેથી આહારમાં સુગરનું યોગ્ય પ્રમાણ જળવાવું જોઇએ.

રોજ ખાંડ ઓછી લેવાથી લાંબાગાળાનો ફાયદો થાય છે.

ખાંડની જગ્યાએ સુગર ફ્રી ગોળીઓ પણ લેવી જોઈએ નહીં.

વધારે ખાંડ લેવાથી વારંવાર ગળ્યું ખાવાનું મન થાય છે,પરંતુ ખાંડનો સ્વાદ જ ભૂલી

જઇએ તો લાંબેગાળે વધુ પડતું ગળ્યું ખાવાનું મન થતું નથી.

મીઠાઈ અથવા ગળપણ ધરાવતી વસ્તુઓમાં ઘી અને માવાનું પ્રમાણ વધુ હોય છે માટે

જ્યારે ગળ્યું ખાવાનું ઓછું કરી દઈએ તો વજન તો ઊતરવાની સાથે લાંબા સમય સુધી

વધતું પણ નથી.

રોજના ખોરાકમાં ખાંડ ઓછી કરવા આટલું કરો

 દૂધ, ચા બને ત્યાં સુધી ઓછી ખાંડવાળા એટલે કે ૧/૨ ચમચીથી ૧ ચમચીવાળી વાપરો.

 દરરોજ ગળી દાળ બનાવવાને બદલે અઠવાડિયામાં એક વખત ગળી દાળ બનાવી જુદી

જુદી દાળ અને કઠોળ ગોળ વગર બનાવો.

 જ્યૂસના બદલે ફ્રૂટનો વપરાશ કરો.

દૂધમાં ખાંડની જગ્યાએ કેળું, ચીકુ, કેરી નાખી પીઓ.

(લેખિકા અમેરિકામાં ડાયટિશ્યન છે.)

ખાંડનું પ્રમાણ વધવાથી શું થાય?

એક સર્વે પ્રમાણે ગુજરાતી ફેમિલીમાં વ્યક્તિદીઠ દરરોજ ૩/૫ કપ ખાંડ એટલે ૫૮૦ કેલેરી

વાપરવામાં આવે છે, જેનાથી એક અઠવાડિયામાં ૧/૨ કિલો જેટલું વજન વધે છે.

બાળકોને વધુ પડતી ખાંડ આપવામાં આવે ત્યારે બાળકનું વજન આડેધડ વધે છે ખાસ

કરીને કમરનો ઘેરાવો, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.

ઉપરાંત શરીરમાં સારું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને લાંબેગાળે હાર્ટના રોગ થઈ શકે છે.

[ સ્તોત્રઃ સંદેશ સમાચારપત્ર  ]

 

ભારતની નદીઓ

કહેવાય છે કે વિશ્વની સભ્યતાઓ નદીઓના કિનારે જ વિકસી.

સિન્ધુ નદીના કિનારે વસેલા આર્યોએ હિન્દુ સંસ્કૃતિ વિકસાવી.

નાઈલના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિ વિકસી.

વોલ્ગાના કિનારે રશિયન સંસ્કૃતિ વિકસી હતી.

જોર્ડનના કિનારે હિબ્રુ સંસ્કૃતિ વિકસી.

યલો રિવરના કિનારે ચાઇનીઝ સંસ્કૃતિ વિકસી.

નદીઓના કિનારે મોટાં મોટાં શહેરો પણ વિકસ્યાં.

થેમ્સના કિનારે લંડન અને સીન નદીના કિનારે પેરિસ જેવાં શહેરો વિકસ્યાં.

એમેઝોનનાં જંગલોમાં પણ વિશ્વની લાંબામાં લાંબી નદી વહે છે.

અમેરિકા અને કેનેડાને બે ભાગમાં વહેંચતી નાયગ્રા નદીનો ધોધ એક જબરદસ્ત પ્રાકૃતિક

આકર્ષણ છે.

વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે.

વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓની પૂજા કરે છે.

ગંગામાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય છે તેવી માન્યતા એકમાત્ર હિન્દુ સંસ્કૃતિમાં

છે.

ભારતની ગંગા, યમુના, સરયૂ અને નર્મદા નદીના કિનારે તીર્થસ્થાનો વિકસ્યાં છે, પરંતુ

ચોંકાવનારા સમાચાર છે કે ભારતની નદીઓ લુપ્ત થઈ રહી છે.

તેમનો જલપ્રવાહ ઘટી રહ્યો છે.

એક સમય એવો આવશે કે ભારતની ઘણી નદીઓ સુક્કીભઠ્ઠ  હશે.

નદીઓના જળ પશ્ચિમની નદીઓ જેટલાં સ્વચ્છ નથી હોતાં.

પશ્ચિમના દેશો નદીઓને માતા ગણતા નથી, પરંતુ નદીને પ્રદૂષિત પણ કરતા નથી.

યુરોપ અન અમેરિકામાં નદીમાં સિગારેટનું ઠૂંઠું નાંખનારને દંડની સજા થાય છે જ્યારે

ભારતમાં તમામ પ્રકારની ગંદકી નદીમાં ઠાલવવામાં આવે છે.

ગંગામાં મૃતદેહો વહેતા મૂકી દેવાય છે. યમુનામાં ઝેરી રાસાયણિક પ્રવાહી છોડવામાં

આવે છે. અમદાવાદની સાબરમતી નદીમાં ખતરનાક કેમિકલ્સ ઠાલવી દેવામાં આવે છે.

લોકમાતાના આવા બૂરા હાલ એકમાત્ર ભારત દેશમાં જ જોવા મળે છે.

ભારતની નદીઓ પ્રદૂષિત પણ થઈ રહી છે અને લુપ્ત પણ થઈ રહી છે.

તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૨૭ જેટલી નદીઓ લુપ્ત થઈ જવાની

અણી પર છે.

આ નદીઓની હાલત એવી છે કે તેમને હવે નદીની વ્યાખ્યામાં મૂકી શકાય તેમ નથી.

નદી એને કહેવામાં આવે છે જેનામાં બારે મહિના એક ગતિથી જળ વહેતું હોય. તૃષાતુરને

પાણી આપી શકે તેને નદી કહેવામાં આવે છે.

કેટલીય નદીઓ દિન-પ્રતિદિન નાની અને સંકોચાતી જાય છે.

કેટલીક નદીઓના પટ પર તો ગેરકાયદે બાંધકામો થઈ ગયાં છે.

 એ દુઃખની વાત છે કે નદીઓના કિનારે સભ્યતા ખીલી અને માનવીની અસભ્યતાએ

નદીઓને જ ખતમ કરી દીધી.

નદીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હવે બહુ થોડો જ સમય બચ્યો છે.

વસ્તી વધી રહી છે, પાણીની માંગ વધી રહી છે, પણ તેની સામે પાણીના કુદરતી સ્રોત

સુકાઈ રહ્યા છે.

નદીઓ માત્ર સરકારી યોજનાઓથી બચાવી શકાશે નહીં. સમાજે પણ નદીઓને

બચાવવા આગળ આવવું પડશે.

નદીઓને બચાવવાની જવાબદારી એ કરોડો લોકોની પણ છે  જેઓ વર્ષોથી નદીઓનાં

જળનો લાભ લેતા રહ્યા છે.

[સ્તોત્ર ઃ સંદેશ]

ખુશીઓથી ભરેલો રવિવાર..!!

એટલા ખુશ રહો કે બીજાઓ તમને જુએ તો એ પણ ખુશ થઈ જાય…!!

ઉનાળામાં આઇસ્ક્રિમ ખાવાથી  ચહેરાની રંગત બદલાઇ જાય છે ..

 

સાચી ખુશી આપવામાં છે કે કોઇને મદદ કરવામા છે…

 

કહે છે ને કે ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

 

વેજીટેબલ ડાઇસર અને ચોપર

આજના વ્યસ્ત જીવનમા કિચન એપ્લાયન્સીસ આશીર્વાદ સમાન છે .

પહેલા આપણે કેટલોય સમય બેસીને શાક સમારવુ પડતુ હતુ.

પણ હવે સમય ની બચત અને એકદમ સરળ રીતે અને ઝટપટ શાક સમારી શકીયે છે.

આ કમાલ કરે છે કે માર્કેટ મા મળતા વેજીટેબલ ડાઇસર અને ચોપર જે ૧૦૦૦ રૂ ની અંદર

કે વ્યાજબી દરે મળી રહે છે અને અલગ અલગ કંપની ના કટર અને ચોપર મળે છે. 

 

 

 

આઇસ

ફ્રેશ દેખાવા માટે અને સ્કિનને અંદરથી ફ્રેશ બનાવવા માટે બરફનો મસાજ

આદર્શ ગણાય છે.

ધ્યાનમાં રાખો

–  હંમેશાં ૨-૪ મિનિટ સુધી જ મસાજ કરવો અને ત્યાર બાદ ચહેરાને ફ્રેશ પાણીથી ધોઈ નાખવો.

જો ત્વચા ખૂબ લાલ થઈ જાય કે બળવા લાગે તો આઇસ મસાજ ન કરવો.

– બરફ ખૂબ જ ઠંડો હોવાને લીધે એનાથી ચામડી બળવી તેમ જ લાલ થવી શક્ય છે.

જોકે લાલાશ જો  ૩૦-૪૫ મિનિટ પછી પણ નૉર્મલ ન થાય તો તમને ઍલર્જી હોઈ શકે.

–  બરફને સીધો ચહેરા પર ઘસવો અશક્ય છે માટે બરફના ગાંગડાને આઇસ બૅગ અથવા

રૂમાલમાં વીંટાળીને ઉપયોગમાં લઈ શકાય.

કૉટન કે મલમલના કપડામાં બરફને વીંટાળી ચહેરા પર ઘસવો.

અહીં કપડું સાફ અને સૉફ્ટ હોય એનું ધ્યાન રાખવું.

–  બરફ ચહેરાને ફાયદો કરે છે.

– આઇસ મસાજથી ત્વચા ટાઇટ થાય છે અને કરચલી થતી અટકે છે.

– બરફ ચામડીનાં રોમછિદ્રોને ખોલી દે છે અને એનાથી વાન ખીલે છે.

– જો ખીલ થયા હોય તો એના પર બરફનો ગાંગડો ડાયરેક્ટ ઘસવાથી ખીલ બેસી જાય છે.

– ચામડીમાં બળતરા થતી હોય તો પણ બરફ લગાવવાથી આરામ મળે છે.

– બહાર ફરીને આવ્યા બાદ ચહેરાને આરામ આપવા માટે આઇસ મસાજ શ્રેષ્ઠ રહેશે.

[ સ્તોત્ર  : મિડ – ડે સમાચાર પત્ર ]

ચા ચા ચા

 

આપણે દરેક  સ્વાસ્થ પ્રત્યે  સચેત રહિયે છે.કહે છે ને Health is Wealth.

એના જેવી કોઈ મુડી નથી.આપણે જાણીએ છે કે ચા નુ ઉત્પાદન આસામ મા

થાય છે.પણ અહિ હુ જે વાત લખી રહિ છુ તે આપણા “આસામ ની ચા” ની નહિ,

પણ એ પીણા ની જેનુ મૂળ ચીન કે જાપાન છે.આ ચા નુ નામ છે GREEN TEA 

જે ભારત મા પણ મળી રહે છે.કેટલાંક સંશોધનો અને અભ્યાસો પરથી એવું

તારણ મળ્યું છે કે,ગ્રીન ટી નો ઉપયોગ શરીરને ચુસ્તી અને સ્ફોર્તિ જાળવવામાં

મદદ કરે છે.

રોચક વાત છે ને મિત્રો !!

રોચક ઉપરાંત તંદુરસ્તી થી ભરપુર એવી ગ્રીન ટી-Green Tea જેને પીવાથી

શરીરની રક્તવાહિનીઓમા લોહી નુ પરિભમણ પણ સારિ રિતે થાય છે.

અને આમ થવા નુ કારણ ચામાં રહેલું ફોલિક એસિડ જે  હાર્ટના રોગો અને

કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

તેમાં એન્ટિઓક્સિડન્ટ છે અને ડાયાબીટીસ જેવા રોગ સામે પણ રક્ષણ મળે છે.

તેથી દરરોજ ગ્રીન ટી નો ઉપયોગ આશીર્વાદરૃપ છે.

સાચે જ હુ તો બસ આટલુ જાણી ને જ આ “સ્વાસ્થયવર્ધક પીણા” ને મારા

ડાયેટમાં સામેલ કરી દઈશ અને તમે મારા વ્હાલા મિત્રો ?

તો આજે ગ્રીન ટી સાથે સુપ્રભાત …!!!

Asian herb tea on an old rustic table

 

ઓટ ખીચડી

આગળ ની પોસ્ટ મા આપણે ઓટ ના ફાયદા જાણી લીધા તો હવે ઓટ ની ઝટપટ રેસીપી

પણ જાણી લઈએ ..જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે પોષક તત્વો થી ભરપુર પણ છે .. 

અને  હવેતો  કોઇ પણ સ્ટોર મા તમે જાઓ તો ઓટના ઇન્સટન્ટ ફુડ પેકેટ પણ મળે છે જેમકે

ઓટની ઉપમા, મસાલા અને સાદા ઓટ, મિલ્ક મા બનાવવામા આવતા જુદા જુદા

ફ્લેવરના ઓટ… વેરી યમી એન્ડ ડીલેસીયસ… !!

આ વિડીયોમાં આપણે જાણીતા તરલા દલાલ પાસેથી શીખીએ ઓટની ખીચડી..

By આપણુ ગુજરાત Posted in રસોઈ

ઓટ

મારા વ્હાલા મિત્રો,

તમે “ઓટ” વિષે તો સાંભળ્યુ જ હશે. મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં એક, બે કે વધુમાં વધુ

પાંચ પોષક તત્ત્વો હોય છે, પરંતુ અમુક ખાદ્ય પદાર્થો અઢળક પોષક તત્ત્વોથી ભરેલા હોય

છે. “ઓટ” એક આવો જ ખાદ્ય પદાર્થ છે. 

ઓટ ને આપણે વિવિધ વ્યંજન બનાવી ને ખઈ શકીયે છે.

ઈડલી,ખીચડી અને વેજીટેબલ નુ મિશ્રણ કરી ને, તેને પ્લેન મિલ્ક જોડે પણ લઈ શકીએ છે.

અને આ એક instant food છે જે અત્યાર ના વ્યસ્ત જીવન મા દસ જ મિનિટ મા બની

શકે છે. હવે તો બજાર મા ઓટ ની Cereals આસાની થી મળી રહે છે.જે  Breakfast મા

પણ લઈ શકાય છે.

હવે ઓટ ના ફાયદા જાણી લઈએ

– ક્ષાર ભરપૂર છે

– કેન્સર સામે લડે છે

– ડાયેટિંગમાં મદદરૃપ થાય છે.

– ઓટમાં દૂધના ગુણો પણ ભળેલા હોય છે એટલે એમાંથી કેલ્શિયમ ભરપૂર મળે છે.

કેલ્શિયમના અભાવને કારણે ઓસ્ટિઓ સોરાઈસિસ થાય છે જે હાડકાંની ઘટ્ટતા ઓછી કરી

નાખે છે અને એને તકલાદી બનાવે છે.

– કબજિયાત અટકાવે છે

– ઓટ એક હાઈ ફાઈબર ધરાવતો ખોરાક છે એટલે એ પાચનતંત્રને વધુ ચેતનવંતુ રાખે

છે. એને કારણે આંતરડાં સુધીનું હલનચલન ઝડપી બને છે.

– બાળપણની મેદસ્વીતા દૂર કરે છે

– એકાગ્રતા કેળવવામાં મદદરૃપ થાય છે.

– ઇન્ફેકશન સામે લડે છે.

 નોંધ ઃ ચામડીને નીરોગી રાખવા માટે મોજા કે કપડાંની થેલીમાં ઓટ નાખો અને પછી

વીસ મિનિટ સુધી એને પાણીમાં રહેવા દો. આ પાણીથી નાહવાથી ચામડી નીરોગી રહે છે.

(સ્તોત્ર-ગુજરાત સમાચાર)

Sprouted Roti-અંકુરિત રોટ્લી

અહિયા આપણે જરા જુદી રોટલી ની વાનગી જોઈએ જે નાસ્તા મા પણ ખાઈ

શકિએ છે…સાથે સાથે પોષ્ટિક પણ એટલીજ !

સામગ્રી –

ઘઉંનો લોટ 300 ગ્રામ,

ડુંગળી 100ગ્રામ,

અંકિરીત મગ 250 ગ્રામ,

લાલ મરચાનો પાવડર બે ચમચી,

મીઠુ સ્વાદ મુજબ.

લીલા મરચાં, લીલા ધાણા 50 ગ્રામ,

ગરમ મસાલાનો પાવડર 1 ચમચી,

આમચૂર પાવડર દોઢ ચમચી.

વિધિ :

ઘઉંના લોટમાં મીઠુ ભેળવીને પાણી વડે ગૂંથો અને થોડો સમય માટે રાખી

મૂકો. અંકુરિત મગને થોડી વરાળમાં બાફીને મસળી લો અને તેમાં ઉપરોક્ત

બધા મસાલા ભેળવીને પૂરણ તૈયાર કરો.લોટની નાની-નાની લોઈ બનાવી

લો. હવે એક લોઈ લઈને તેમાં મિશ્રણ ભરીને તેનો પેંડો બનાવી લો અને તેની

રોટલી વણી લો. તવો ગરમ કરી તવા પર રોટલી સેકો. એક તરફ

સેકાય જાય કે તેલ લગાવીને બીજી તરફ પણ સેકો.

આ રીતે બધી રોટલીઓ તૈયાર કરો.

હવે આ ગરમા ગરમ રોટલીને દહીં કે ચટણી સાથે પરોસો.

[સ્તોત્ર ઃ વેબ દુનિયા ] 

By આપણુ ગુજરાત Posted in રસોઈ

નેઇલ આર્ટ

નેઇલ આર્ટ અત્યારે મેક-અપનો ખૂબ મહત્વનો ભાગ બની ગયો છે.

તો જોઈએ અત્યારે નેઇલ આર્ટમાં શું હૉટ છે.

કાટૂર્ન કૅરૅક્ટર્સ :

જેને નેઇલ ટૅટૂ પણ કહી શકાય,

કારણ કે એને અપ્લાય કરવાની રીત ટૅટૂ જેવી જ છે.

 આવું નેઇલ ટૅટૂ લગાવો ત્યારે પહેલાં બેઝ કોટ લગાવવો

અને ત્યાર બાદ ટૅટૂ લગાવી ટૉપ કોટ લગાવવો

જેથી કરેલું નેઇલ આર્ટ લાંબો સમય સુધી ટકે.

આવી કાટૂર્ન પ્રિન્ટ્સ ખરેખર ટ્રેન્ડી લાગે છે અને આકર્ષણનું કેન્દ્ર બને

ફોટોગ્રાફ્સ અને પોતાના પ્રિયજનની છબિ:

આ નવો કૉન્સેપ્ટ વેસ્ટર્ન છે.

અમેરિકામાં પ્રેસિડન્ટ ઓબામાના સમર્થકો

તેમના ફોટોવાળા નખ ખૂબ ગર્વથી દેખાડે છે.

આ સિવાય લંડનમાં રૉયલ વેડિંગ વખતે પ્રિન્સ વિલિયમ અને કૅટના ફોટા

લોકોએ નખ પર ચીતરાવી

પોતાની ખુશી જાહેર કરી હતી.

હવે આ ટ્રેન્ડ આપણે ત્યાં પણ હિટ થઈ રહ્યો છે.

 આ મૅનિક્યૉર મશીન દ્વારા કરવામાં આવે છે.

જેમાં જેનો ફોટો ચિતરાવવો હોય એને નેઇલ આર્ટ મશીનની સામે બેસાડવામાં

આવે છે. ત્યાર બાદ તેનો ફોટો ક્લિક કરવામાં આવે છે અને આ ફોટો મશીનમાં

સ્કૅન થઈને નેઇલ આર્ટ કરાવનારના નખ પર છપાઈ જાય છે જેને સુકાવા

દેવામાં આવે છે. આ નેઇલ આર્ટ કરાવતાં પહેલાં પણ બેઝ કોટ લગાવવો જરૂરી

છે અને કાઢવા માટે નેઇલ-પૉલિશ રીમૂવરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ નેઇલ આર્ટમાં ..

પોતાની ફેવરિટ સેલિબ્રિટી, બૉયફ્રેન્ડ, હસબન્ડ

કે પોતાનો જ ફોટો ચીતરાવી શકાય.

[ સ્તોત્ર ઃ મિડ-્ડે સમાચાર પત્ર ]

 

By આપણુ ગુજરાત Posted in ફેશન