નેઇલ આર્ટ

નેઇલ આર્ટ અત્યારે મેક-અપનો ખૂબ મહત્વનો ભાગ બની ગયો છે.

તો જોઈએ અત્યારે નેઇલ આર્ટમાં શું હૉટ છે.

કાટૂર્ન કૅરૅક્ટર્સ :

જેને નેઇલ ટૅટૂ પણ કહી શકાય,

કારણ કે એને અપ્લાય કરવાની રીત ટૅટૂ જેવી જ છે.

 આવું નેઇલ ટૅટૂ લગાવો ત્યારે પહેલાં બેઝ કોટ લગાવવો

અને ત્યાર બાદ ટૅટૂ લગાવી ટૉપ કોટ લગાવવો

જેથી કરેલું નેઇલ આર્ટ લાંબો સમય સુધી ટકે.

આવી કાટૂર્ન પ્રિન્ટ્સ ખરેખર ટ્રેન્ડી લાગે છે અને આકર્ષણનું કેન્દ્ર બને

ફોટોગ્રાફ્સ અને પોતાના પ્રિયજનની છબિ:

આ નવો કૉન્સેપ્ટ વેસ્ટર્ન છે.

અમેરિકામાં પ્રેસિડન્ટ ઓબામાના સમર્થકો

તેમના ફોટોવાળા નખ ખૂબ ગર્વથી દેખાડે છે.

આ સિવાય લંડનમાં રૉયલ વેડિંગ વખતે પ્રિન્સ વિલિયમ અને કૅટના ફોટા

લોકોએ નખ પર ચીતરાવી

પોતાની ખુશી જાહેર કરી હતી.

હવે આ ટ્રેન્ડ આપણે ત્યાં પણ હિટ થઈ રહ્યો છે.

 આ મૅનિક્યૉર મશીન દ્વારા કરવામાં આવે છે.

જેમાં જેનો ફોટો ચિતરાવવો હોય એને નેઇલ આર્ટ મશીનની સામે બેસાડવામાં

આવે છે. ત્યાર બાદ તેનો ફોટો ક્લિક કરવામાં આવે છે અને આ ફોટો મશીનમાં

સ્કૅન થઈને નેઇલ આર્ટ કરાવનારના નખ પર છપાઈ જાય છે જેને સુકાવા

દેવામાં આવે છે. આ નેઇલ આર્ટ કરાવતાં પહેલાં પણ બેઝ કોટ લગાવવો જરૂરી

છે અને કાઢવા માટે નેઇલ-પૉલિશ રીમૂવરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ નેઇલ આર્ટમાં ..

પોતાની ફેવરિટ સેલિબ્રિટી, બૉયફ્રેન્ડ, હસબન્ડ

કે પોતાનો જ ફોટો ચીતરાવી શકાય.

[ સ્તોત્ર ઃ મિડ-્ડે સમાચાર પત્ર ]

 

Advertisements
By આપણુ ગુજરાત Posted in ફેશન