મેક્સી ડ્રેસ

વરસાદી વાંછટો ક્યારેક ક્યારેક આવીને પલાળી જતી હોય છે.

તેવા સંજોગોમાં ડેનિમ પહેરવાનો તો વિકલ્પ પણ ન વિચારાય.

હવે આ સંજોગોમાં કેવી ફેશનેબલ સ્ટાઇલ અપનાવવી તે અંગે માનુનીઓને

અવઢવ રહેતી હોય છે.

આ અવઢવને દૂર કરીને તમે મેક્સી ફ્રોક કે ગાઉનનો સ્ટાઇલિશ વિકલ્પ

અપનાવી શકો છો.

મેક્સીનો ઓપ્શન ચોમાસાના આઉટિંગ ડ્રેસિંગ માટે એકદમ યોગ્ય છે.

મેક્સીના મટિરિયલમાં શિફોન, જ્યોર્જેટ, કોટન સિલ્ક, લિનન જેવા ફેબ્રિક

વપરાય છે.

તેમાંય જો ફલોરલ પ્રિન્ટ હોય તો તો મેક્સીનો રૂઆબ કંઇક અલગ જ લાગે છે.

તમે ચોમાસામાં ની લેન્થ કરતા જરા લાંબી ફ્રોક ટાઇપ મેક્સી અને ગમ બૂટ

પહેરીને એક આગવી સ્ટાઇલ વિકસાવી શકો.

મેક્સી સાથે ક્લચ પર્સીસ અથવા તો ઝોલા બેગ વધારે સૂટ થશે.

ફૂટવેરમાં સ્ટિલેટોઝથી માંડીને બજીસ અથવા પ્લેટફોર્મહિલ કે સામાન્ય

હિલવાલા સેન્ડલ પહેરી શકો.

લોન્ગ મેક્સી સાથે ફ્લિપ ફ્લોપ પહેરવાનો અખતરો ન કરવો.

[સ્તોત્ર ઃ ગ્લોબલ ગુજરાતી ન્યુઝ સમાચારપત્ર]

Advertisements
By આપણુ ગુજરાત Posted in ફેશન